Last Update : 13-June-2011, Monday
 
વેકેશનના છેલ્લા દિવસે સુરતની હોટલો - રેસ્ટોરન્ટો હાઉસફુલ

 

દિવસભર ચોપડા, સ્કુલબેગ, યુનિફોર્મની ખરીદી માટે દુકાનો પર લાઇન લાગી તો સાંજ પછી હોટલ - રેસ્ટોરન્ટો પર વેઇટીંગ
પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર
શાળાના વેકેશનના છેલ્લા ત્રણ દિવસોમાં સુરતની હોટલ-રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત દિવસ દરમિયાન શાળાના પુસ્તકો તથા યુનિર્ફોમનું વેચાણ કરનારી દુકાનો પર વિદ્યાર્થીઓ સાથે વાલીઓની લાંબી લાઈન જોવા મળતી હતી. તેમાં પણ શનિ અને રવિવારે દુકાનો તથા હોટલ-રેસ્ટોરન્ટમાં ભારે ભીડ જવા મળી હતી.
આવતીકાલ ૧૩ જુનથી શહેરની તમામ શાળાઓનું નવુ સત્ર શરૃ થાય છે. નવુ સત્ર શરૃ થાય તે પહેલાં વિદ્યાર્થીઓના પુસ્તકો- નોટબુક અને યુર્નિર્ફોમનું વેચાણ કરનારાઓને તડાકો પડયો છે. સવારે યુર્નિર્ફોમ અને પાઠય પુસ્તકોનું વેચાણ કરતી દુકાનો ખુલે તે પહેલાં જ વાલીઓ વિદ્યાર્થીઓને લઈને પહોંચી જતાં હતા. આવી જ રીતે યુર્નિફોર્મ, સ્કુલબેગ અને બુટ-મોજાનું વેચાણ કરતી દુકાનો પર પણ આવી જ સ્થિતિ જોવા મળતી હતી.
કેટલીક શાળાઓએ ચોક્કસ દુકાનો પરથી જ યુર્નિર્ફોમ ખરીદવા માટે વાલીઓને કાર્ડ આપી દીધા હતા. જેના કારણે ગરજાઉ વાલીઓ દુકાનદારોની તુમાખીનો ભોગ બન્યા હતા. ભારે ભીડ હોવાના કારણે વાલીઓએ બાળકોને લઈને કલાકો સુધી દુકાન પર લાઈન લગાવવી પડી હતી.
દિવસ દરમિયાન સ્કુલ યુર્નિફોર્મ, સ્કુલ બેગ, બુટ-મોજા, પાઠય પુસ્તક અને નોટબુકનું વિતરણ કરતી દુકાનો પર લાઈન જોવા મળતી હતી. તો બીજી તરફ મોડી સાંજે વાલીઓ વિદ્યાર્થીઓને લઈને ગાર્ડન કે પુલ પર હરવા ફરવા પહોંચી ગયા હતા. વેકેશનના છેલ્લા બે દિવસમાં પુસ્તકોની ખરીદી અને ફરવા સાથે સાથે વિદ્યાર્થીઓએ હોટલ-રેસ્ટોરન્ટમાં જમવાની મજા પણ પુરી કરી દીધી હતી.
દિવસ દરમિયાન ખરીદીથી થાકેલા વાલીઓ ઘરે ખાવાનું બનાવવાના બદલે હોટલ કે રેસ્ટોરન્ટ પર પહોંચી ગયા હતા. જેના કારણે સુરતની મોટાભાગની હોટલ અને રેસ્ટોરન્ટ હાઉસ ફુલ થઈ ગઈ હતી. હોટલ અને રેસ્ટોરન્ટ પર એટલી ભીડ હતી કે એક કલાક સુધી વેઈટીંગમાં બેસવું પડતું હતું. આવી જ રીતે સુરતની લારીઓ પર પણ ભારે ભીડ જોવા મળી હતી. આમ વેકેશનના છેલ્લા દિવસોમાં પુસ્તક, નોટબુક તથા યુર્નિફોર્મ સાથે સાથે હોટલ અને રેસ્ટોરન્ટવાળાઓને પણ તડાકો થઈ ગયો હતો.

 
 
 
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved