Last Update : 13-June-2011, Monday
 
સુત્રાપાડામાં છ, વેરાવળ - માંગરોળમાં ઝંઝાવાતી પાંચ ઇંચ વરસાદ
 

સતત ત્રીજા દિવસે ભીમ અગિયારસે મેઘમહેરઃસોરઠમાં શ્રીકાર

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, રવિવાર
આ ચોમાસે સૌરાષ્ટ્ર પર સમયસર મંડાયેલા વાદળોએ પ્રથમ રાઉન્ડમાં જ ઠેરઠેર શ્રીકાર વરસાદ વરસાવવા માંડયો છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે મેઘસવારી ચાલુ રહેતા ખેડૂતોમાં આનંદ છવાયોે છે. ભીમઅગીયારસે સોરઠ પંથકમાં મેઘરાજાએ મુહૂર્ત સાચવી લેતાં અનેક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. આજે અન્ય જિલ્લાઓમાં એકંદરે વરસાદી વિરામ વચ્ચે સુત્રાપાડામાં વધુ છ ઇંચ, માંગરોળ અને વેરાવળમાં ધોધમાર પાંચ ઇંચ, માણાવદરમાં ત્રણ, માળિયાહાટીનામાં બે, કેશોદ, કુતિયાણામાં દોઢ ઇંચ એવો નોંધપાત્ર વરસાદ પડી ગયો હતો. અરબી સમુદ્રમાં ડીપ્રેશનને કારણે મધ્યમથી અતિભારે વરસાદ પડવાની આગાહી થઇ છે.
ભારે પવન અને ગાજવીજ સાથે માણાવદરમાં ત્રણ, માળિયાહાટીનામાં બે, કુતિયાણા, કેશોદમાં દોઢ, ગ્રામ્ય વિસ્તારોમાં અર્ધાથી ત્રણ ઇંચ
ડીપ્રેશનની અસરરૃપે આજે દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાયો હતો. વેરાવળના દરિયામાં ૨ થી ૪ મીટરના મોજાં ઉછળ્યા હતા. દરિયો તોફાની બને તેમ હોઇ વેરાવળ, જાફરાબાદ બંદરે ત્રણ નંબરના સિગ્નલ પણ લગાવી દેવાયા છે.
દરમિયાન આજે સુત્રાપાડામાં લગાતાર બીજા દિવસે છ ઇંચ વરસાદથી તાલુકાના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. વાડીઓ-ખેતરો પરબતર થઇ ગયા છે. વેરાવળમાં આજે ભારે ગાજવીજ સાથે ધોધમાર પાંચ ઇંચ વરસાદથી એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત ઠેરઠેર અર્ધાથી એક ફૂટ પાણી ભરાઇ ગયું હતું. માંગરોળ ખાતે સૂપડાધારે ત્રણ જ કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડી જતાં ધોબીવાડા, માંડવીગેઇટ જેવા વિસ્તારોમાં એકથી બે ફૂટ પાણી ભરાઇ ગયું હતું. સોરઠના વંથલી, કોડીનાર, તાલાલામાં પણ અઢીથી ત્રણ ઇંચ પાણી વરસી ગયું છે તો કેશોદમાં એક જ કલાકમાં દોઢ ઇંચ વરસાદથી કૃષ્ણનગરમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયું હતું. શેરગઢમાં દોઢ ઇંચ, મેસવાણમાં તોફાની પવન સાથે દોઢ ઇંચ, કેવદ્રામાં પણ દોઢ-બે ઇંચ વરસાદ વચ્ચે નદી-નાળાં છલકાતા ચાર બળદગાડા તણાઇ ગયા હતા. માળિયાહાટીનામાં બે કલાકમાં ગાજવીજ સાથે બે ઇંચ વરસાદથી મેઘલ નદીમાં પૂર ઉમટતા લોકો તે જોવા એકત્ર થઇ ગયા હતા. તાલુકાના આંબેચા, કલાણા, વડાળા, લાખોદ્રામાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતાં નદીનાળા અને ચેકડેમો છલકાયા છે. માણાવદરમાં અર્ધો જ કલાકમાં અનરાધાર બે ઇંચ સહિત સાંજ સુધીમાં ત્રણ ઇંચ પાણી વરસી ગયું હતું. ભારે પવનથી ૧૦ વીજથાંભલા વળી ગયા હતા. જૂનાગઢ શહેરમાં તથા વિસાવદર, ભેસાણ, ઉનામાં છાંટાથી માંડીને હળવા ઝાપટાં જ વરસ્યા હતા.
પોરબંદર શહેરમાં આજે માત્ર ઝરમર છાંટા જ વરસ્યા, પણ કુતિયાણામાં દોઢ ઇંચ તેમજ તાલુકાના પસવારી, કોટડા, માલ, ખાગેશ્રી સહિત ગામડામાં પણ ખાસ્સો વરસાદ થયો હતો.
રાજકોટ શહેરમાં આજે આખો દિવસ ૨૩ થી ૩૭ ડિગ્રી સે. તાપમાન અને ૬૦ થી ૭૫ ટકા ભેજવાળા વાતાવરણમાં પુષ્કળ ઉકળાટ-બફારો વર્તાયા હતા. સાંજે વાદળો છવાયા હતા, પણ વરસાદ પડયોનથી. જિલ્લાના એકમાત્ર તાલુકામથક ઉપલેટામાં આજે પોણો ઇંચ તથા મોટીપાનેલી અને તલગણામાં બે, ગઢાળા, માંડસણા, સમઢિયાળામાં દોઢ, ખાખીજાળીયામાં એક ઇંચ વરસાદ થયો હતો. અમરેલી શહેરમાં પણ માત્ર છાંટા જ વરસ્યા અને જિલ્લામાં મેઘડહોળ પ્રવર્તમાન રહ્યો હતો. જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે અર્ધો ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી.
કચ્છ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ક્યાંય નોંધપાત્ર વરસાદ નથી થયો.

કુતિયાણામાં બે કલાકમાં ૧ાા ઈંચઃ ગામડાંઓમાં પણ ધીંગી મેઘમહેર
કુતિયાણા, તા.૧૨
કુતિયાણા તાલુકામાં ભીમ અગીયારસનું મુર્હુત મેઘરાજાએ સાચવી લેતાં બપોરે ચારથી છ વાગ્યા સુધી એકધારો દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ઠેર ઠેર વરસાદી પાણી જ ભર્યું છે.
ભીમ અગિયારસનું મુહૂર્ત સચવાતા ખેડૂતોમાં આનંદઃ ખાગેશ્રી, પસવારી, સેગરસ, કોટડા, માલ, દેવડામાં પણ શ્રીકાર વર્ષા
સતત ત્રણ દિવસથી મેઘરાજાએ અવિરત મહેર સાથે તાલુકામાં મુકામ રાખતા કુલ ૯૯ મીમી એટલે કે ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેથી ખેડૂતો હવે વાવણી કાર્યનો પ્રારંભ કરશે.
ભીમ અગિયારસનું મુર્હત મેઘરાજાએ સાચવીને દોઢ ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પસવારી, સેગરસ, કોટડા, માલ, દેવડા તથા ખાગેશ્રી સહિત ગ્રામ વિસ્તારમાં આવો જ શ્રીકાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે.
શહેરમાંથી પસાર થતી ભાદર નદી, કાલીન્દ્રી, મીણસાર સહિત નદીમાં નવા નીર આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો છે. વરસાદ દરમિયાન લાઈટના ધાંધીયા યથાવત રહ્યા છે.

 

ઝંઝાવાતી પવનથી માણાવદરમાં નુકશાની
વાવાઝોડાંથી ગોડાઉનનાં વજનદાર છાપરા ૨૫ ફૂટ દૂર ફંગોળાયા
માણાવદર, તા.૧૨
માણાવદરમાં ફુંકાયેલા ઝંઝાવાતી વાવાઝોડાએ શહેરમાં વ્યાપક નુકશાની ફેલાઈ હતી. અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા જ્યારે ગોડાઉનના ભારેખમ વજનવાળા છાપરાઓ ઉડીને ૨૫ ફુટ દૂર સુધી ફંગોળાયા હતા. જ્યારે જીનીંગ મીલમાં બહાર પડેલી કપાસની અનેક ગાંસડી પલળી ગઈ હતી.
અનેક વૃક્ષો ધરાશાયી; જીનીંગ મિલમાં બહાર ઔપડેલી કપાસની ગાંસડીઓ પલળી ગઈ
માણાવદરમાં બે દિવસ અગાઉ કુદરતે તેનું રૌદ્ર સ્વરૃપ બતાવતા લોકોમાં ભયનું લખલખુ પસાર થઈ ગયું હતું. માત્ર ૩૦ મિનિટમાં ભારે ગાજવીજ સાથે સવા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. ભારે વાવાઝોડાથી ગોડાઉનના અને જીનીંગ મિલોના ભારેખમ છાપરાઓ ઉડીને ફંગોળાઈ ગયા હતા જ્યારે ત્રણ-ચાર વૃક્ષો મૂળમાંથી જ બહાર નિકળીને ધરાશાયી થઈ ગયા હતા. અચાનક ખાબકેલા વરસાદથી માણાવદરની જીનીંગ મિલોમાં બહાર પડેલો કપાસનો મોટાભાગનો જથ્થો પલળી ગયો હતો.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved