Last Update : 13-June-2011, Monday
 

ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આજે રાજીનામું આપશે

 
ગાંધીનગર,તા.૧૨
ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નારાયણભાઇ પટેલ દ્વારા ૧૩મી જૂનની સોમવારે તાલુકા વિકાસ અધિકારીને ઉપપ્રમુખપદેથી રાજીનામું આપી દેવામાં આવશે. ત્રણ મહિના અગાઉ કોંગ્રેસનો પ્રમુખ ડો.કૌશીક શાહે રાજીનામું આપ્યા બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની જૂથબંધીના કારણે ભાજપના પ્રમુખ બન્યા હતા. આ પછી પણ યાદવાસ્થળી ચાલુ રહેતાં કોંગ્રેસે ઉપપ્રમુખ પદ પણ ગુમાવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે.
ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગુમાવ્યા બાદ કોંગ્રેસની યાદવાસ્થળીના કારણે ઉપપ્રમુખ પણ ગુમાવશે
ગાંંધીનગર તાલુકા પંચાયતમાં સતત ત્રીજીવાર સત્તા હાંસલ કર્યા બાદ ત્રણ વર્ષના શાસનકાળમાં કોંગ્રેસના મોવડી મંડળે સંપૂર્ણપણે કાબૂ ગુમાવી દેતાં જૂથબંધી અને યાદવાસ્થળીને કારણે પ્રમુખ બાદ હવે ઉપપ્રમુખ પદ પણ ગુમાવવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નારાયણભાઇ પટેલ કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓની એકબીજાને પાડી દેવાની રાજકીય રમતમાં સદસ્યોની પક્ષ વિરોધી પ્રવૃત્તિથી વાજ આવી જતાં ૧૩મી જૂને ગાંધીનગરના ટીડીઓ સી.સી. પટેલને ઉપપ્રમુખ પદેથી પોતાનું રાજીનામું આપી દેશે. આ અગાઉ પક્ષના મોવડીઓને મળીને રાજકીય પરિસ્થિતિથી વાકેફ કરવાનો નિર્ણય કરનાર નારાયણભાઇ પટેલે છેલ્લી ઘડીએ વિચાર બદલી નાંખી ટીડીઓને સીધુ રાજીનામું આપવાનું નક્કી કર્યું છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ત્રણ મહિના અગાઉ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકીય ફોર્મ્યુલા અનુસાર અઢીવર્ષે ઠાકોર સમાજને નેતૃત્વ આપવા ડો.કૌશિક શાહનું પ્રમુખ પદેથી રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. આ પછી પ્રમુખ પદની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ટોચના નેતાઓની જુથબંધીના કારણે ત્રણ સદસ્યોએ બળવો પોકાર્યો હતો. ત્રણ સદસ્યોની બળવાખોરી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં ધાધલ - ધમાલ સાથે વહીવટ તંત્રએ એકતરફી કાર્યવાહી કરી ભાજપના પ્રમુખને બહુમતીથી ચૂંટી કાઢ્યા હતા.
આ પછી પણ ચાલુ રહેલાં રાજકીય વિવાદમાં કોંગ્રેસના અડધો ડઝન જેટલા સદસ્યો બંને પક્ષે સમર્થન ચાલુ રાખી પોતાની સત્તા ટકાવી રાખવા મથી રહ્યા હોવાથી કોંગ્રેસ મોવડી મંડળને નીચા જોવા પણું થયું છે. આમ છતાં પક્ષ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતાં પ્રમુખ પદે બાદ હવે ઉપપ્રમુખ પદ પણ ગુમાવું પડે તેવી રાજકીય સ્થિતી સર્જાઇ છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved