Last Update : 13-June-2011, Monday
 
પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા
 
ખેડબ્રહ્મા ધરોઇ જળાશય આધારિત

ખાડાની ઉંડાઇ ૪ થી ૫ ફૂટ કરવાના બદલે માત્ર ૩ ફૂટ કરવામાં આવી
ખેડબ્રહ્મા, તા. ૧૨
ખેડબ્રહ્મા નગર માટે ધરોઇ જળાશય આધારિત બીજા તબક્કાની પાણી પુરવઠા યોજનાની પાઇપ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ પાઇપ લાઇન માટે જે ખાડા કરવામાં આવ્યાં છે. તેમાં ઉંડાઇ પ્લાન મુજબ કરવામાં આવી ન હોવાની લોકોની ફરિયાદો ઉઠી છે. આ ફરિયાદોના પગલે નગરપાલિકાના પ્રમુખે તપાસ કરતાં હકીકત સાચી લાગતાં જીયુડીલી- ગાંધીનગરને લેખિતમાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.
ખેડબ્રહ્મા નગરમાં વર્ષોથી પીવાના પાણીની ભારે સમસ્યા છે.અગાઉ ધરોઇથી પાણી લાવવામાં આવેલ પરંતુ પાણી ન મળતાં ધરોઇ જળાશય આધારિત પીવાના પાણીની બીજા તબક્કાની યોજનાની કામગીરી ગુજરાત શહેરી વિકાસ કંપની લી. ગાંધીનગર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ રૃા. ૧૩.૮૮ કરોડની યોજનાની કામગીરીનો કોન્ટ્રાક્ટ જીડીયુસી દ્વારા મહેસાણાની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યો છે. જેમાં ધરોઇ જળાશયથી શહેર સુધીનું ડીઆઇ પાઇપ નાખવાનું કામ પૂર્ણતાના આરે છે. આ પાઇપ લાઇન આઠ કિ.મી. જેટલી છે અને તેના ખાડાની ઉંડાઇ ચારથી પાંચ ફુટ કરવાની હતી તેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ત્રણ ફૂટની આજુબાજુના ખાડા કરી પાઇપો દબાવી દેવામાં આવી હોવાની ફરિયાદો થઇ છે. હાલમાં નગરમાં પીવીસી પાઇપ નાખવાની કામગીરી ચાલે છે. તેમાં પણ પાઇપો માટે ખાડો સવાત્રણ ફૂટ ઉંડો અને બે ફૂટ પહોળો ખોદવાન પ્લાનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં આ ખાડાની ઉંડાઇ માત્ર દોઢ કે બે ફુટ અને પહોળાઇ એક ફૂટ કરવામાં આવી છે. આ કામગીરીમાં પણ પ્લાન મુજબ કામ કરવામાં આવ્યું નથી. ગાયત્રી સોસાયટી, દ્વારકેસ સોસાયટી, નવા મારવાડા, લક્ષ્મ સોસાયટી, શ્યામજીનર, મહાકાળી મંદિર પાછળ, લાલસિંહ કંપા તેમજ ચીખલીમાં પીવીસી પાઇપનું કામ ધોરણસરનું થયું નથી. તેમ લોકો જણાવી રહ્યા છે. અગાઉ પણ ક્રિષ્ના કન્સ્ટ્રકશન મહેસાણાએ પ્રથમ પાણી પુરવઠા યોજનાનું કામ કર્યું હતું. તે સમયની રૃા. ૧૩ લાખના વધારાના પાઇપો આજે પણ નદીકિનારે ધુળ ખાય છે. આ પાઇપ લાઇનનું ચુકવણું કારોબારી ચેરમેન સમિતિને વિશ્વાસમાં લીધા વગર તત્કાલિન ચીફ ઓફીસરે કરી દીધું હતું. આજે જે પાઇપો નદી કિનારે પડયા છે અને તેમાંથી પાઇપો ઓછાં થતાં હોય તો તે કોની જવાબદારી? આ અંગે પાલિકાના પ્રમુખ ઇન્દિરાબેન પટેલે જણાવ્યું હતું કે પાઇપલાઇનની કામગીરી અંગે નવા મારવાડાના નાગરીકોની ફરીયાદ થતાં તપાસ કરતાં હકીકત સાચી હોવાનું જણાતા જીયુડીસીના વા. પ્રેસિડેન્ટને લેખિત જાણ કરાઇ છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved