Last Update : 13-June-2011, Monday
 
સિધ્ધપુરમાં ૧૪ લાખના દાગીના લઇ ત્રણ લૂંટારા પલાયન

 

ડીકીમાં આઠસો ગ્રામ સોનાના દાગીના ઃ રોકડ ૪૦ હજાર અને રૃા. ૨૦ હજારનું એક્ટીવા ઉઠાવી ગયા
પાટણ, તા. ૧૨
સિધ્ધપુર શહેરમાં શનિવારની રાત્રે એક સોની વેપારી લૂંટાયો હતો. જેમાં રૃા. ૧૪ લાખના સોનના દાગીના, ૨૦,૦૦૦નું એક્ટીવા અને રૃા. ૪૦ હજાર રોકડાની ત્રણ શખ્સોએ લૂંટ કરી હતી. આમ આ બનાવે સમગ્ર જીલ્લામાં સનસનાટી મચાવી દીધી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાટણ જીલ્લામાં આવડી મોટી લૂંટે કાયદો વ્યવસ્થા ઉપર અનેક પ્રશ્નાર્થ ખડા કર્યા છે.
સિધ્ધપુર શહેરમાં સોના, ચાંદીની દુકાન ધરાવતા પટેલ શંકરભાઈ પરસોતમભાઈ રહે. ભગીરથ સોસાયટી, રાજપુર, સિધ્ધપુરવાળા ગત રોજ શનિવારના દિવસે રાતના પોતાની દુકાન બંધ કરીને પોતાના એક્ટીવા જી.જે. ૨૪ ડી ૯૯૯૬ લઈ ઘરે પોતાની દીકરીને સોનાના દાગીના બતાવવા માટે ડેકીમાં મુકી જઈ રહ્યા હતા ત્યારે બુરહાની સોસાયટી પાસે અજાણ્યા ત્રણ વ્યક્તિઓએ બુમ મારી હતી અને કહેલ કે ઉભા રહો. તેમ કહેતા સોની વેપારીએ એક્ટીવા ઉભું રાખ્યું હતું. દરમ્યાન એક અજાણ્યો શખ્સ એક્ટીવા લઈને ભાગી ગયો હતો. જ્યારે બીજા બે ઈસમો પણ ક્ષણવારમાં નૌ દો ગ્યારહ થઈ ગયા હતા. એક્ટીવાની ડેકીમાં આશરે સાતસોથી આઠસો ગ્રામ સોનાના દાગીના હતા. તેમજ રોકડ રૃા. ૪૦,૦૦૦ અને એક્ટીવાની કિંમત રૃા. ૨૦,૦૦૦ મળી કુલ રૃા. ૧૪,૬૦,૦૦૦ હજારની લૂંટ થઈ હતી. આ લૂંટની ઘટના પાછળ અનેક રહસ્યના વમળો પેદા થયા છે. જેમાં આ બનાવમાં કોઈ જાણભેદુનો હાથ હોવો જોઈએ. કારણ કે આ ઘટના ઉપરથી એવું લાગે છે કે રેકી થઈ હોવી જોઈએ. તો બીજી બાજુ જ્યારે આ બનાવ બન્યો ત્યારે આજુબાજુ કોઈ કેમ દેખાયુ નહીં હોય. એક્ટીવા લઈ ભાગી ગયા પછી ૨૦ કલાક છતાં એક્ટીવા મળી આવ્યું નથી. આમ અનેક રહસ્યો પેદા થયા છે. તો બીજી બાજુ પાટણ જીલ્લા પોલીસ વડા માટે આ ગુનો ચેલેન્જ સાબીત થાય તેમ છે. કારણ કે તેમની નિમણુંકને માત્ર દસેક દિવસ થયા છે અને આવડી મોટી ઘટના બનતા તેમના માટે પણ કાયદો વ્યવસ્થા પડકારરૃપ સાબિત થાય તેમ છે. ત્યારે પાટણની પ્રજા કેટલી સુરક્ષિત રહેશે તે આવા બનાવો પરથી ચર્ચાઈ રહ્યું છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved