Last Update : 13-June-2011, Monday
 

૨૧.૧ કિ.મી.ની હાફ મેરેથોન અને ૭ કિ.મી.ની ડ્રીમ રન સ્પર્ધા યોજાઇ

 

થેલેસેમિયા સામેની જાગૃતિ દોડઃ હાફ મેરેથોનનો પોરબંદરમાં છવાયો રોમાંચ
પોરબંદર તા. ૧૨
પોરબંદરમાં થેલેસેમિયા સામે બહોળી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં, પરંતુ થેલેસેમિયાથી પિડાતા બાળકો પાસેથી એકપણ પૈસો લીધા વગર વિનામૂલ્યે જેટલું જોઇએ તેટલું લોહી ઉપલબ્ધ કરાવવાનો મહાયજ્ઞા પણ બારેમાસ પ્રજવલ્લિત રહે છે ત્યારે આ પાવનભુમિ ઉપર સૌપ્રથમ વખત થેલેસેમિયાની જનજાગૃતિ માટે ૨૧.૧ કી.મી.ની હાફ મેરેથોન દોડ તથા ૭ કી.મી.ની ડ્રીમરન સ્પર્ધા યોજવામાં આવતા પોરબંદર ઉપરાંત રાજ્યના જુદા-જુદા શહેરોના ૪૫૦ થી પણ વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર હિસ્સો લઇને પોતાનું કૌવત બતાવ્યું હતું.
૭ વર્ષની બાળકીથી માંડી ૭૪ વર્ષીય મહિલા સહિત રાજ્યભરમાંથી ૪૫૦ સ્પર્ધકો ઉમટયાઃ ગિરનાર આરોહણ અવરોહણની વિજેતા યુવતીએ હાફ મેરેથોનમાં પણ મેદાન માર્યું
સામાન્ય રીતે પોરબંદરવાસીઓ મોડા ઉઠવામાં માને છે, પરંતુ પહેલી વખત રોટરી કલબ ઓફ પોરબંદર અને શ્રીરામ સી સ્વીમીંગ કલબના સંયુક્ત ઉપક્રમે આ મેરેથોન સ્પર્ધા યોજવામાં આવી ત્યારે વહેલી સવારે પાંચ વાગ્યે જ હજારો નગરજનો આ સ્પર્ધાને નિહાળવા તથા ભાગ લેવા ઉમટી પડયા હતા. પોરબંદર ઉપરાંત નવસારી, સુરત, વડોદરા, ગોંડલ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, દ્વારકા, વેરાવળ, ઉના, માંગરોળ વગેરે ગામોથી યુવા-યુવતીઓ તથા વૃધ્ધો અને વયસ્કો મોટી સંખ્યામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. આ હાફ મેરેથોન દોડને લીલીઝંડી આપવા સૌરાષ્ટ્ર સિમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (પર્સોનલ) સુરેશભાઇ કોઠારી, રોટરી કલબના પ્રમુખ હર્ષિતભાઇ રૃઘાણી, કોસ્ટગાર્ડના ડી.જી. રાજન બરગોતરા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાંચ વાગ્યાથી શરૃ થયેલી આ સ્પર્ધાની પૂર્ણાહુતિ ૯ વાગ્યે થઇ હતી. આ સ્પર્ધામાં ૨૧.૧ કી.મી. હાફ મેરેથોન ઓપન ગુજરાત તથા ૭ કી.મી. ડ્રીમરન ઓપન ગુજરાત ૨૧ કી.મી. હાફમેરેથોન ઓપન પોરબંદર તથા ૭ કી.મી. ડ્રીમરન ઓપન પોરબંદર એમ જુદા જુદા વિભાગોમાં અલગ અલગ કેટેગરીઓ પ્રમાણે સ્પર્ધકોએ હિસ્સો લાીધો હતો. પોરબંદરથી બિરલા ફેકટરી સુધી તથા ત્યાંથી રીટર્ન ૭ કી.મી.ની ડ્રીમરન માટે તેમજ પોરબંદરથી ઓડદર તથા ત્યાંથી રીટર્ન ૨૧.૧ કી.મી.ની હાફ મેરેથોન માટેનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો.
૨૧.૧ કી.મી.ની હાફમેરેથોન ઓપન ગુજરાત સ્પર્ધામાં ૪૦ વર્ષ સુધીની બહેનોની સ્પર્ધામાં રીના ઠુમ્મર વિજેતા જાહેર થઇ હતી. તે થોડા મહિના પહેલાં જૂનાગઢ ખાતે યોજાયેલી ગીરનાર આરોહણ, અવરોહણ સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે આવી હતી. માસ્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશનમાં અભ્યાસ કરતી રાજકોટની રીનાના પિતા ખેતીકામ કરે છે અને પોતે ૧૫ થી ૨૦ દિવસની દોડની પ્રેકટીશ પછી આ સ્પર્ધામાં ઉતરી હતી. વિજેતા બન્યા પછી તેણે જણાવ્યું હતું કે 'ગરવા ગીરનારને સર કરાવાની અઘરી સ્પર્ધાની સરખામણીમાં આ સ્પર્ધા મને ખુબજ સહેલી લાગી.' બીજાક્રમે ક્રિષ્ના સુભાષભાઇ પંડયા નામની નવસારીની એસવાય બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિજેતા જાહેર થઇ હતી. સ્વીમીંગમાં નેશનલ ચેમ્પીયન બની ચુકેલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, 'મેરેથોન દોડ એ સ્વીમીંગ કરતા ઘણી જ સહેલી લાગે છે.' ૨૧.૧ કી.મી.ની હાફમેરેથોન ઓપન ગુજરાત સ્પર્ધાના ભાઇઓના વિભાગોમાં જીવન ઠાકોર પહેલા ક્રમે, હરી મજીઠીયા બીજા ક્રમે અને ધર્મેશ સોલંકી ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયા હતા. ૪૧ થી ૬૦ વર્ષની સ્પર્ધામાં ભાઇઓમાં ગોરનભાઇ રાઠવા પ્રથમ ક્રમે, એ.કે. મહેતા દ્વિતીય ક્રમે અને કનૈયા પોપટ ત્રીજા ક્રમે વિજેતા બન્યા હતા. આ ગૃપની બહેનોની સ્પર્ધામાં કોડીયાતર બહેને મેદાન માર્યું હતું. ૬૦ વર્ષથી ઉપરની ભાઇઓની સ્પર્ધામાં શાનાભાઇ મંગલભાઇ પઢીયાર પ્રથમ ક્રમે વિજેતા થયા હતા તો બહેનોમાં સોલંકી બહેન પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.
સાત કી.મી.ની ડ્રીમ રન ઓપન ગુજરાત સ્પર્ધામાં ભાઇઓમાં વિષ્ણુ ચૌહાણ પ્રથમ ક્રમે, આર.કે. મિશ્રા બીજા ક્રમે અને આનંદરાજ તૃતિય ક્રમે વિજેતા બન્યા હતા, તો ૪૦ વર્ષ સુધીની બહેનોમાં ખુશ્બુ ગંધ્રોકીયા પ્રથમ અને ભૂમિકા રાજાણી દ્વિતિય વિજેતા બની હતી. ૪૧ થી ૬૦ વર્ષના ભાઇઓમાં એમ.કે. વૃજ પ્રથમ, જી.સી. બીસ્વાલ દ્વિતિય અને એસ.કુમાર તૃતિય તો બહેનોમાં ઝરૃબેન વાડીયા પ્રથમ તો ડો.જ્યોતિબેન હીંગળાજીયા દ્વિતિય ક્રમે રહ્યા હતા. ૬૦ વર્ષથી ઉપરના ભાઇઓમાં પ્રથમ રણુભા મુળુભા ઝાલા અને ૬૦ વર્ષથી ઉપરની બહેનોમાં વડોદરાના ભગવતીબેન ઓઝા પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા.
૨૧.૧ કી.મી.ની હાફ મેરેથોન ઓપન પોરબંદર દોડ સ્પર્ધામાં ૪૦ વર્ષ સુધીના ભાઇઓમાં પ્રથમ ક્રમે જીતુ વલ્લભ તાપરીયા, દ્વિતિય ક્રમે જાવેદ ઓસ્માણ સૈયદ, ત્રીજા ક્રમે પીયુષ જે.દાઉદીયા, વિજેતા જાહેર થયા હતા. ૭ કી.મી.ની ડ્રીમ રન ઓપન પોરબંદરમાં ૪૦ વર્ષ સુધીના ભાઇઓમાં લીલાભાઇ હોથીભાઇ સુંડાવદરા પ્રથમ, મનોજ કાનજીભાઇ તુંબડીયા દ્વિતિય, મયુર ધ્વજસિંહ ઝાલા રહ્યા હતા. ૪૦ વર્ષ સુધીની બહેનોની સ્પર્ધામાં સંતોક સામતભાઇ કારાવદરા પ્રથમ, આયુષી મદલાણી દ્વિતિય, પુજા મયુરભાઇ રાણીંગા તૃતિય વિજેતા બની હતી. ૪૧ થી ૬૦ વર્ષના ભાઇઓની સ્પર્ધામાં ભરતભાઇ ગંધ્રોકીયા પ્રથમ, બાવન મચ્છવારા દ્વિતિય, કીશા મોરી તૃતિય, ૬૦ વર્ષથી ઉપરના ભાઇઓમાં મણીલાલ ગોવિંદજી રાજ્યગુરૃ પ્રથમ, રમણીકભાઇ ઓસાણી દ્વિતિય, મહેશભાઇ દિનકરરાય વૈષ્ણવ તૃતિય વિજેતા બન્યા હતા.
ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા જૂનાગઢના સાગર કટાયીરા નામના યુવાને હાફ મેરેથોન સ્પર્ધામાં ૪ થો ક્રામાંક પ્રાપ્ત કર્યો હતો.

સૌથી નાની વયની સ્પર્ધકનો ઔઆનંદ 'મેં મોટેરાઓને'ય હંફાવ્યા'
પોરબંદર તા. ૧૨
સૌથી નાની ઉંમરની સાત વર્ષની પોરબંદરની દ્રષ્ટિ જય કોટેચાએ સાત કી.મી.ની ડ્રીમ રન સ્પર્ધાને સફળતાપૂર્વક સંપન્ન કરી હતી. તેણે જણાવ્યું હતું કે '૪૦ વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકો સાથે મેદાનમાં ઉતરતા મને ખુબજ આનંદ એટલા માટે થયો કે મોટેરાઓને પણ મે રસ્તામાં હંફાવી દીધા હતા.' તો વડોદરાથી આવેલા ડો. ભગવતીબેન ઓઝા નામના ૭૪ વર્ષના વૃધ્ધાએ પણ પોતાની ચુસ્તી સ્ફુર્તિનો સૌકોઇને પરિચય કરાવીને જણાવ્યું હતું કે 'રમત-ગમતને અને ઉંમરને કોઇ બાધ નથી, ગમે તે ઉંમરે વ્યક્તિ ખેલાડી તરીકે મેદાનમાં ઉતરી કે છે અને મેદાન મારી પણ શકે છે.' આ મહિલાએ પોરબંદરમાં દર વર્ષે યોજાતી ઓપન ગુજરાત તરણ સ્પર્ધામાં પણ ઝંપલાવીને દરિયો અનેક વખત સર કર્યો છે તોઆજે પણ તેઓ સાત કી.મી.ની ઓપન ગુજરાત ડ્રીમ રન સ્પર્ધામાં ૬૦ વર્ષથી ઉપરની મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા.

અનેક સ્પર્ધકો અધરસ્તે હાંફી જતાં વાહનમાં લાવવા પડયા
પોરબંદર તા. ૧૨
સ્પર્ધકોને રસ્તામાં અગવડતા ન પડે તે માટે સતત પેટ્રોલીંગ ઉપરાંત રીપોર્ટીંગ અને પોઇન્ટ ઉપર લીંબુપાણી પીવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાઇ હતી. એમ્બ્યુલન્સની પણ સગવડ રાખવામાં આવી હતી. ઘણા સ્પર્ધકો દોડતા દોડતા થાકી ગયા હતા તેઓને આયોજકોએ ખાસ સાથે રાખેલા વાહનોમાં પરત લાવવામાં આવ્યા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા શીલ્ડ અને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. બે-ત્રણ થાકેલા સ્પર્ધકોને કવરેજ કરવા ગયેલા પત્રકારોએ બાઇકમાં સ્પર્ધાના પૂર્ણાહૂતિ સ્થળે પહોંચાડયા હતા. વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા શીલ્ડ અને પ્રમાણપત્રો અપાયા હતા.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved