Last Update : 13-June-2011, Monday
 
કચ્છની સમાજ સેવી સંસ્થાઓએ માનવતાની જ્યોત પ્રગટાવી ચીંધેલો રાહ
 
ભુજ, તા.૧૨
કચ્છમાં શિક્ષણ ઉપરાંત સમાજ સેવા પણ અગ્રિમ સ્થાને છે. કચ્છની સમાજ સેવી સંસ્થાઓએ માનવતાની જ્યોતિ પ્રજવલિત કરી દેશને રાહ ચીંધ્યો છે, એમ ગવર્નર ડો. શ્રીમતિ કમલાએ ભુજ ખાતે મહિલા ગૃહ લોકાર્પણ કરતાં જણાવ્યું હતું.
ભુજમાં માતૃ આશિષ મહિલા ગૃહનું લોકાર્પણ કરતા રાજ્યપાલ
ભુજ ખાતે માતૃશ્રી તારાબહેન તુલસીદાસ શેઠ તથા માતૃશ્રી સરલાબહેન ગોરધન ઠક્કર માતૃઆશિષ મહિલા ગૃહનું લોકાર્પણ કરતા તેમણે વધુમાં કહ્યું કે, કચ્છની ગૌરવમયી પરંપરા અને સંસ્કૃતિ તેની વિશિષ્ટ પહેચાન છે. દરિયો, ડુંગર અને રણના ત્રિવેણી સંગમથી ધબકતા કચ્છના માનવીઓમાં ઠાંસી ઠાંસીને ખુમારી પડી છે. અનેક આપતિઓ સામે અડગ રહી કચ્છનું બેમિસાલ પુનઃનિર્માણ કર્યું છે. કચ્છીઓ માત્ર કચ્છમાં જ નહીં દેશ-વિદેશમાં રહીને પણ કચ્છને નથી ભૂલ્યાં જ્યાં ગયા ત્યાં હળી મળીને રહ્યા છે. આ તબક્કે તેમણે સારસ્વતમ, સંસ્થાએ ગ્રામિણ ક્ષેત્રમાં કરેલી શૈક્ષણિક સેવાનો ઉલ્લેખ કરી ઉમેર્યું હતું કે, શિક્ષણ સાથે મહિલા ઉત્કર્ષ દિશામાં પણ તેનું મહત્વનું યોગદાન છે. વૈશ્ચિક યુગમાં શિક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનું આગવું મહત્વ છે. આ ભૂમિકામાં મહિલાઓ પણ પોતાનું મહત્વનું યોગદાન આપે છે. સારસ્વતમ સંસ્થા તેનું પ્રમુખ ઉદાહરણ છે. આ સંસ્થાએ શિક્ષણ ઉપરાંત મહિલા ઉત્કર્ષ માટે સફળ કામગીરી કરી નવી ઊંચાઈ સર કરી છે.
રાજ્યમંત્રીએ કહ્યું હતું કે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટયો છે. પ્રવેશોત્સવ દરમિયાન જ ૪ કરોડ ૩૮ લાખ શિષ્યવૃતિ વિદ્યાર્થીઓને અપાશે.
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું કે સરકાર શિક્ષણ અને રોજગારી દ્વારા ગુજરાતીઓનું જીવનધોરણ ઊંચુ લાવવા માંગે છે. આ માટે મિશન મંગલમ, કૌશલ અને શિક્ષણ દ્વારા રાજ્યને અગ્રિમ સ્થાને લઈ જવાશે.
આ પ્રસંગે રાજ્યપાલ ડો. કમલાના હસ્તે સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલના શિક્ષણ અને ખેલ ક્ષેત્રે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું હતું.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved