Last Update : 13-June-2011, Monday
 
આણંદ જિલ્લામાં પરચુરણની અછતથી ગ્રાહકો પરેશાન
 

આણંદ,તા.૧૨
આણંદ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકોમાં પરચુરણની તંગીના કારણે વેપારીઓની સાથે સાથે ગ્રાહકો હેરાન-પરેશાન થઈ ગયા છે. કેટલાક દુકાનદારો ગ્રાહકોને સાચવવા માટે ગમે તે રીતે પરચુરણની વ્યવસ્થા કરતા હોય છે. પરચુરણની તંગીને કારણે કેટલાક વેપારીઓને ગ્રાહકો ગુમાવવાનો વારો આવે છે. તો કેટલાક લેભાગુ લોકો કમીશનથી પરચુરણ પણ વેચતા હોય છે. વિવિધ બેંકો દ્વારા વેપારીઓને પરચુરણ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે.
બેંકો દ્વારા વેપારીઓને પરચુરણ આપવા માંગ
કેટલાક જાગૃત ગ્રાહકોના જણાવ્યા અનુસાર બજારમાં કેટલીક વસ્તુ ચોક્કસ દુકાનદારો પાસે જ મળે છે. જેના કારણે ગ્રાહક તે જ દુકાનદારો પાસેથી વસ્તુઓ લેવા બંધાયેલો હોય છે. આ સમયે ગ્રાહક દુકાનદાર બંને પાસે પરચુરણ ન હોય ત્યારે આ પરિસ્થિતિમાં ગ્રાહક પોતાના પૈસા જે તે દુકાનદાર પાસે જમા રાખવા મજબુર બની જાય છે. પરચુરણની તંગીને કારણે દુકાનદાર ગ્રાહક સહિત માંગવા આવતા ગરીબ સાધુ બાવાની હાલત પણ દયનીય બની જતી હોય છે. પોતાના ગલ્લાંમાં છુટા પૈસા ન હોવાથી કેટલાક લોકો બિસ્કીટ કે ચ્હા ખવડાવતા હોય છે. એક વેપારીએ જણાવ્યું હતું કે હાલ મોટાભાગની કંપનીઓની પ્રોડક્ટના ભાવ ૨૧, ૨૨ તથા ૧૭, ૧૮ હોવાથી વેપારીઓને તકલીફો પડી રહી છે. છુટાના કારણે જ કેટલાક ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે તકરાર થતી હોય છે. કેટલાક લોકો પરચુરણનો સંગ્રહ કરતા હોય છે. પોતાના શોખ માટે પાંચના કે બેના સિક્કા મુકી રાખતા હોય છે. જ્યારે બચતના બહાને કેટલાય લોકો ગલ્લા પ્રથામા માનતા હોવાને કારણે મોટી રકમનું પરચુરણ ગલ્લામાં કેદ થઈ જાય છે. જેથી બજારમાં આ પરચુરણ આવતુ બંધ થઈ જાય છે. પરચુરણની તંગીનો લાભ લઈ રૃા.૧૦૦ના પરચુરણ માટે કેટલાક લોકો રૃા.૧૧૦ થી ૧૨૦ ચુકવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે નગરમાં પરચુરણની તંગી દૂર કરવા માટે લાગતા વળગતા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવે તેવી વેપારીઓ દ્વારા માંગણી કરાઈ છે.

એનસીવીટી પેટર્ન ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ
નડિયાદ, તા.૧૨
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પલાણા ખાતે પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૧૧ થી શરૃ થનાર એન.સી.વી.ટી. પેટર્ન તથા રાજ્ય કક્ષાના વ્યવસાય માટ ે પ્રવેશફોર્મનું વિતરણ, અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે પ્રકિયા શરૃ કરવામાં આવે છે. પ્રવેશફોર્મનું વિતરણ , રજીસ્ટ્રેશન તેમજ સ્વીકારની કામગીરી ચાલુ હોઈ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ પ્રવેશફોર્મ માટે આદ્યૌગિક તાલીમ સંસ્થા, પલાણાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. વિતરણની તારીખ ૨૪-૬-૨૦૧૧ રાખવામાં આવેલ છે. પ્રવેશ ફોર્મનું રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૨૮-૦૬-૨૦૧૧રહેશે. જયારે મેરીટ યાદી પ્રસિધ્ધ કરવાની તા.૦૪-૦૭-૨૦૧૧રહેશે તેમ આચાર્ય આદ્યોગિક તાલીમ સંસ્થા ધ્વારા જણાવાયું છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved