Last Update : 13-June-2011, Monday
 
ખેડામાં વાત્રક નદીના કાંઠે પૂર સંરક્ષણ દીવાલ જ નથી
 
નડિયાદ, તા.૧૨
ખેડા પાસેથી પસાર થતી વાત્રક નદીના પૂરથી બચવા માટે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરવામાં આવી છેે. ભુતકાળમાં આવેલા પુર વખતે સંરક્ષણ દિવાલના અભાવે ભારે તબાહી સર્જીય હતી.ત્યાર બાદ આ અંગે સંબંધિત સતાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.
દર વર્ષે ચોમાસામાં તબાહી થાય છે છતાં તંત્ર વિચારતું નથી
ખેડા શહેર ડુંગરભૂદરનો ટેકરો ઝારોલા ટેકરો હનુમાન ટેકરો, દલાલ ટેકરો, ખોડીયાર માતાનો ટેકરો રામવાડીનો ટેકરો જેવા નાના અનેક ટેકરાના સમુહ ધરાવતું ઊંચા ટેકરા ઉપર વસેલુ પ્રાચિન શહેર છે. ખેડાનગરની ચૌતરફ નદી-નાણા અને વહેરા આવેલા છે. જ્યાં ચોમાસા દરમ્યાન વારવાંર આવતા પાણી ના પુરના સમયે શહેર ટાપુ જેવા બેટમાં ફેરવાઈ જાય છે. સૈકાઓ પહેલાં નગરને પાણી ના પુરથી તથા લુંટારાઓથી સુરક્ષિત રાખવા માટે શહેર ના ફરતે ઊંચો કોટ ચણવામાં આવ્યો હતો. રહીશો કોટ વિસ્તારની અંદર વસવાટ કરતા હતા. ચારે તરફ વહેતી નદી અને વહેરા જેવી ભૌગોલિક પરિસ્થિતિનો કારણે કોટ વિસ્તારમાં બહાર માનવ વસવાટ રહેઠાણનો વિકાસ થઈ શક્યો નહતો આજે દિન-પ્રતિદિન વધતી જતી જનસંખ્યાના કારણે શહેરની બહાર ફલઝોન વિસ્તારોમાં ના છુટકે અનેક પરિવારો મકાન બનાવીને રહે છે.
જેમને ચોમાસા દરમ્યાન પાણી ના પુર ના સમયે ભયંકર નુકસાન સાથે ભારે હાળમારી વેઠવી પડે છે. પરતું અનેક વર્ષોથી વાંરવાર આવતા પાણીના પ્રચંડ પુર કારણે ખેડા શહેરના નદી કીનારી વિસ્તારનું સતત ધોવાણ થતું રહયું છે. છેલ્લા કેટલાક વર્ષોાન પાણી ના પુરે શહેરના ભોઈવાડા, રબારીવાડ, વાવાવાળા ફળિયા સ્વામિનારાયણ મંદિર જેવા નદી કિનારે આવેલા માનવ વસવાટને ભરડામાં લઈ ધાબાબંધી મકાનો સહિત અનેક કાચા-પાકા મિકાનો નુકસાન પહોંચાડયું છે.
પ્રાચીન સમયે મોગલકામ તથા અંગ્રેજો ના સમયે બનાવેલી કોટ પુરના પાણીની જોરદાર થાપટ ખાઈને તણાય ગયો છે. જ્યારે કેટલાક ભાગ અસ્તિત્વ ના અંતિમ તબક્કામાં છે. ત્યારે શહેરના રહેઠાણનો ભાગ પુરના પાણીમાં કપાતો જાય છે. ભૌગોલીક પરિસ્થિતી જોતા શહેરના વિકાસ માટે અન્ય કોઈ વિકલ્પ કુદરતી રીતે નથી. ત્યારે સરકાર દ્વારા ખેડા શહેરના પુરપ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોને બચાવવા તાકીદે પુર સરક્ષણ દિવાલ બનાવવી જરૃરી છે.
છેલ્લા ઘણાં વર્ષોથી ખેડાનગર રહીશો ધ્વારા વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે. તેમ છતાં આજદીન સુધી નગરજનો ની માંગણી પુરી થઈ નથી. ગત વર્ષોમાં પાણીના પુર ધ્વારા રબારીવાડ પાસે પ્રાચિન ઐતિહાસિક કોટ કિલ્લાનો ભાગ તથા કાંગરા તણા ગયા હતા સ્વામિનારાયણ મંદિરનો બગીચો લગભગ ત્રીસફુટ જેટલો નદીમાં તણાઈ ગયો હતો. ભોઈવાડા પણ પૂરના પાણીએ નુકસાન કર્યું છે. તેવા સમયે ખેડાના પુરભડીતો સાથે અન્ય નાગરિકો, મહિલાઓ, બાળકોધ્વારા વાવાવાળા ફળીયાના મુકતજીવન સ્વામીબાપા પ્રાગટય ધામ મંદિરના સંત પૂ.મુનીશ્વરસ્વામીના સાંનિધ્યમાં ખેડા શહેર ના રાજ માર્ગો ઉપર હાથમાં બેનરો સાથે મૌનરેલી કાઢીન ખેડા પ્રાન્ત કચેરીમાં અનેક સહાઓ સાથે એક આવેદન પત્ર આપ્યું હતું પરતું આજ દીનસુધીઆ પ્રશ્ને લાગત વળગતા સત્તાવાળામાં ધ્વારા કોઈ કામગીરી હાથ ન ધરાતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved