Last Update : 13-June-2011, Monday
 
જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા વિદ્યાર્થીઓની લાંબી કતારો
 

નડિયાદ મામલતદાર કચેરીના

ભોંયરામાં વ્યવસ્થા જ ન હોવાથી હજારો વિદ્યાર્થીઓને રોજ પરેશાની
નડિયાદ, તા. ૧૦
ધો. ૧૦ અને ધો. ૧રમાં બોર્ડની પરીક્ષાના પરિણામો આવ્યા બાદ આગળના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈરછતા વિદ્યાર્થીઓ અને વાલીઓની મુશ્કેલીઓમાં વધારો થઈ રહયો છે. નડિયાદની મામલતદાર કચેરીના ભોયરામાં આવેલા જનસંપર્ક કેન્દ્રમાં છેલ્લા દસ ંદિવસથી આવક તથા જાતિ અંગેના દાખલા મેળવવા માટે લોબી કતારો લાગે છે. સરકાર ધ્વારા દાખલા મેળવવાના અણઘડ નિયમોના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને નાહકકની હાડમારીનો સામનો કરવો પડતો હોવાનો રોષ વ્યકત થઈ રહયો છે.
બોર્ડની પરીક્ષાના પરિણામો બાદ નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદારની સવારથી જ વિદ્યાર્થીઓ આવવા લાગ્યા છે. તેમના જણાવ્યા મુજબ આગળ કોલેજ, ઈજનેરી તથા અન્ય અભ્યાસક્રમોમા પ્રવેશ મેળવવા માટે સરકાર અને શિક્ષણ વિભાગ તરફથી જટિલ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રવેશ ફોર્મની સાથે વિવિધ પ્રકારના દાખલા પણ જોડવા પડે છે.
આવા દાખલાઓમાં જાતિ અંગેના, આવક અંગેના તથા અન્ય જરુરી એવા દાખલા જોડવા ફરજિયાત છે. આવા દાખલા જે તે વિસ્તારની મામલદાર કચેરીએથી મેળવવાના હોવાથી નડિયાદમાં આવેલી શહેર અને ગ્રામ્ય મામલતદારની કચેરીમાં છેલ્લા દસ દિવસથી લાંબી લાઈનો લાગે છે. ભોંયરામાં આવેલી આ મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્ર, ઇ-સ્ટેમ્પીંગ અને સબ રજિસ્ટ્રારની ઓફિસો તો પહેલેથી જ કાર્યરત છે. આ સ્થિતિમાં જુદા જુદા દાખલા માટે વિદ્યાર્થીઓની લાગતી કતારોથી આ ભોંયરામાં ખૂબ જ ર્ગિદી થાય છે. દાખલા મેળવવા માટે ફરજિયાત ર૦ રુપિયાના સ્ટેમ્પ પર સોગંદનામું પણ કરવું પડે છે. આમ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ જાતની કમાણી કરતા ન હોવા છતાં પણ સરકારના અણઘડ નિયમોના કારણે તેઓને આર્થિક અને શારીરિક રીતે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો છે. દાખલા મેળવવા અને કાગળો પર નાયબ મામલતદારના સહી સિકકા કરાવવા માટે લાઈનોમાં ઉભા રહેવું પડતું હોવાથી વિદ્યાર્થીઓનો સમય બગડે છે. ઘણીવાર ઓફિસનો સમય પુેરો થઈ જાય તો તેઓેને ધકકા પણ ખાવા પડે છે. આના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ પ્રવર્તે છે.

ખેડા જિલ્લાના તમામ તાલુકામાં આ જ સ્થિતિ
નડિયાદ , તા. ૧૦
પરિણામો બાદ દાખલા મેળવવા માટે માત્ર નડિયાદમાં જ નહિ પણ ખેડા જિલ્લાના દસેય તાલુકા મથકખાતે આવેલી મામલતદાર કચેરીમાં આ જ સ્થિતિ જોવા મળે છે. જયાં વિદ્યાર્થીઓની લાંબી લાઈનો લાગતી હોવાથી તેઓની હેરાનગતિનો કોઈ પાર નથી. સવારથી આવેલા વિદ્યાર્થીઓને કયારેક તો સાંજે પણ દાખલા મળતા નથી. તેઓને ભૂખે અને તરસે હેરાન પરેશાન થવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ એવો પણ રોષ ઠાલવી રહયા છે કે સ્કૂલ લિવિંગના સર્ટિફિકેટમાં આમ તો જાતિ અને જન્મ સ્થળનો ઉલ્લેખ કરાયેલો હોય છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એક દસ્તાવેજ ગણાય છે. આમ છતાં દાખલા ફરજિયાત મેળવવાનો નિયમ શા માટે બનાવવામાં આવ્યો છે. ?

કમ્પ્યુટર ઓપરેટર વધાર્યા છે ઃ ગ્રામ્ય મામલતદાર
નડિયાદ, તા. ૧૦
આ પ્રશ્ને નડિયાદના ગ્રામ્ય મામલતદાર ચાવડાનો ટેલિફોનિક સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે કોમ્પ્યુટર ઓપરોટરોની સંખ્યા વધારીને છ ની કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને ઝડપથી દાખલા મળે તેવી કામગીરી કરવામાં આવે છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved