Last Update : 13-June-2011, Monday
 
કોમર્સમાં પ્રવેશ મેળવનારાઓનુ પ્રથમ મેરીટ લીસ્ટ આજે બહાર પડશે

 

મેઈન બીલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ૬૫ ટકાએ પ્રવેશ અટકે તેવી શક્યતા

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનુ મેરીટ લીસ્ટ આવતીકાલે સાંજના ચાર વાગ્યે જાહેર થશે.મળતી વિગતો પ્રમાણે મેઈન બીલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ૬૫ ટકાએ પ્રવેશ અટકે તેવી સંભાવનાઓ છે.
યુનિટ બીલ્ડીંગની ૧૮૦૦ બેઠકો સામે ૨૨૦૦ અને પાદરા કોલેજની ૪૦૦ બેઠકો સામે ૧૨૦૦ પ્રવેશ ફોર્મ ભરાયા
કોમર્સ ફેકલ્ટીએ જાહેર કરેલા પ્રવેશ કાર્યક્રમ પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી પુરી થઈ ગઈ છે.આવતીકાલે,સોમવારે મેઈન બીલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનુ મેરીટ લીસ્ટ સાંજના ૪ વાગ્યે મેઈન બીલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે જાહેર કરાશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મેઈન બીલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે ૬૫ ટકાએ પ્રવેશ અટકે તેવી શક્યતા છે.મેઈન બીલ્ડીંગ પર ૧૮૦૦ અને ગર્લ્સ કોલેજ ખાતે ૯૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.બહારગામના વિદ્યાર્થીઓ માટે આ બંને જગ્યાએ અનામત રખાતી ૧૫૦ બેઠકો પર ૭૭ ટકાએ પ્રવેશ અટક્યો છે.મેઈન બીલ્ડીંગ અને ગર્લ્સ કોલેજ ખાતે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની તા ૧૫મીથી ફી સ્વીકારવાની કાર્યવાહી સવારના ૧૦-૧૫ વાગ્યાથી શરુ થનાર છે.
હવે યુનિટ બીલ્ડીંગ ખાતેની પેમેન્ટ બેઠકો પર કેટલા ટકાએ પ્રવેશ અટકશે તે જોવાનુ રહે છે.યુનિટ બીલ્ડીંગ ખાતે સત્તાધીશોએ ૫૦ ટકા કે તેથી ઉપરનાને પ્રવેશ આપવામાં આવશે તેમ અગાઉ કહ્યું હતું.બીજી તરફ યુનિટ બીલ્ડીંગની ૧૮૦૦ બેઠકો માટે ૨૨૦૦ જેટલા ફોર્મ આવ્યા છે ત્યારે ૧૭ તારીખે યુનિટ બીલ્ડીંગ માટે બહાર પડનારા મેરીટ લીસ્ટમાં કેટલા ટકાએ પ્રવેશ અટકશે તે બાબત અટકળોનો વિષય બની છે.
પાદરા કોલેજ ખાતે પણ પ્રવેશ લેવા માટે એટલો જ ધસારો થયો છે.પાદરા કોલેજ પર પ્રાધ્યાપકોની સંખ્યા અને તેમના કાર્યભારને ધ્યાનમાં લેતા ૪૦૦ બેઠકો છે અને આ ૪૦૦ બેઠકો માટે ૧૨૦૦ જેટલા ફોર્મ આવ્યા છે.ઉલ્લેખનીય છે કે પાદરા કોલેજ ખાતે બહારગામના વિદ્યાર્થીઓ અને ૪૫ થી ૪૯ ટકા વચ્ચેના જનરલ કેટેગરીના સ્થાનિક વિદ્યાર્થીઓ અને ૪૦ ટકા સુધીના રીર્ઝવ કેટેગરીના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત થઈ છે ત્યારે પાદરા કોલેજ પર કેટલા ટકાએ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તે જોવાનુ રહે છે.

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved