Last Update : 13-June-2011, Monday
 
રસ્તા પર ચાલવાથી કે સ્પીડ બ્રેકર પરથી પસાર થતા વાહનાથી વીજળી પેદા થઈ શકે
 

વિજળી પેદા કરવાના અનોખા વિકલ્પો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
સ્ટ્રીટ લાઈટ ચલાવવાની વિજળી રસ્તા પર પગપાળા જતા લોકો કે પૂરઝડપે જતા વાહનોથી ઉત્પન્ન થઈ શકે તેવુ જો કોઈ કહે તો માનવામાં આવે ?આ પ્રશ્નનો જવાબમાં હામાં આપી શકાય તેમ છે.શહેર નજીક આવેલી પારૃલ ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓએ પોતાની વાર્ષિક પરીક્ષાના ભાગરૃપે બનાવેલા પ્રોજેક્ટમાં આ વિચારને સફળતાપૂર્વક અમલમાં મુકીને બતાવ્યો છે.પ્રોજેેક્ટના ભાગરૃપે તેમણે આ પ્રકારે વિજળી ઉત્પન્ન કરી શકતા મોડેલ પણ બનાવ્યા છે.
શરીરના શ્વાસોશ્વાસથી ઉત્પન્ન થતી ઉર્જા વડે મોબાઈલ ચાર્જ કરી શકાય તેવુ ચાર્જર પણ બનાવ્યુ
આ પ્રોજેક્ટ હાથ ધરનારા ડીપ્લોમા ઈલેક્ટ્રીલમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ મૃગેશ શાહ,મીલી પટેલ,પૂજા સોની,જાહન્વી પટેલે રસ્તો અને તેની બંને તરફ સ્ટ્રીટ લાઈટનુ મોડેલ તૈયાર કર્યુ છે.આ રસ્તા પર તેમણે ફીઝીઓઈલેક્ટ્રોસીટી નામથી ઓળખાતી ચીપ્સ જડી લીધી છે.વિદ્યાર્થીઓ કહે છે કે રસ્તા પર ચાલતા રાહદારીઓનો પગ જ્યારે આ ચીપ્સ પર પડે ત્યારે તેમાંથી ઉર્જા ઉતપન્ન થાય છે.જેનો બેટરીમાં સંગ્રહ થાય છે.રાતના સમયે આ વિજળી સ્ટ્રીટ લાઈટને ચલાવી શકાય છે.જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનુ એક ડગલુ આ ચીપ્સ પર મુકે છે ત્યારે તેમાંથી ૧૨ વોટ વિજળી ઉતપન્ન થાય છે.રોજે જે રસ્તા પરથી હજારો માણસો અવરજવર કરતા હોય ત્યાં દિવસ દરમ્યાન એટલી વિજળી ભેગી કરવી શક્ય છે જેનાથી રાતે સ્ટ્રીટ લાઈટો ચલાવી શકાય.
વિજળી ઉતપન્ન કરવા માટેનો આવા જ એક રસપ્રદ પ્રોજેક્ટ ઈલેક્ટ્રીકલ ડીપ્લોમાના વિદ્યાર્થીઓ યોગેશ બારડ,દિપક મોટકા,યુવરાજ દિવેર,ધ્રુવ પટેલ અને વિરલ પરમારે તૈયાર કર્યો છે.તેમનુ કહેવુ છે કે સ્પીડ બ્રેકર પરથી પસાર થતા વાહનો પણ વિજળી ઉતપન્ન કરવામાં મદદરૃપ થઈ શકે છે.
ઈન્વર્ટર અને બેટરીની મદદથી સ્પીડ બ્રેકર પર જતા વાહનનો વજનથી ઉતપન્ન થતી ઉર્જાનો સંગ્રહ થઈ શકે છે.જે લાઈટો ચલાવવાના કામમાં આવી શકે છે.દાખલા તરીકે ૧ ટન વજનનુ વાહન સ્પીડબ્રેકર પરથી પસાર થાય ત્યારે ૦.૯૮ કીલોવોટ ઉર્જા ઉતપન્ન થાય છે જે ૧૪૦ સ્ટ્રીટ લાઈટને અજવાળવા માટે કાફી છે.વિદ્યાર્થીઓએ મોડેલ બનાવીને તેનો સફળતાપૂર્વક અખતરો કરી બતાવ્યો છે.
આતો થઈ સ્ટ્રીટ લાઈટની વાત.બી.ઈ(ઈલેક્ટ્રીકલ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મનુ નાયર,ભાવીન મીસ્ત્રી,કૃણાલ દરજી અને ઉપલ શાહે એવુ ચાર્જર બનાવ્યુ છે જે શરીરમાં થતી શ્વાસોશ્વાસની પ્રક્રિયા દરમ્યાન શરીરની એકસરખી રીધમમાંથી ઉતપન્ન થતી ઉર્જા વડે ચાર્જ થઈ શકે.વિદ્યાર્થીઓનો દાવો છે કે મોબાઈલ ચાર્જ કરવા માટે ૩.૧ વોટ જેટલી વિજળી પુરતી હોય છે અને લીનીયર મીકેનીઝમ વડે શરીરના શ્વાસોશ્વાસની ક્રિયા દરમ્યાન ઉતપન્ન થતી ઉર્જા વિજળી સ્વરૃપે કેદ કરી શકાય છે.મોબાઈલ જ નહી પરંતુ યુ.એસ.બી.ચાર્જર વડે ચાર્જ થતા અન્ય ઉપકરણો પણ રીચાર્જ થઈ શકે છે.
વિદ્યાર્થીઓએ પરીક્ષાના ભાગરૃપે ટ્રેન પસાર થાય ત્યારે સેન્સરની મદદથી ઓટોમેટીક બંધ થતો રેલ્વે ફાટક,ઈન્ડસ્ટ્રીઝ કે કોલેજના વિશાળ કેમ્પસમાં ફરવા માટે કામ લાગી શકે તેવુ બેટરી ઓપરેટેડ ઈલેટ્રીક સ્કૂટરનુ મોડેલ પણ બનાવ્યુ છે.
વિદ્યાર્થીઓની એક ટીમે નોનસ્ટોપ મેટ્રો ટ્રેનનુ મોડેલ પણ તૈયાર કર્યુ છે.પાર્થ,મેહુલ,ભાવિક અને જયકુમાર નામના વિદ્યાર્થીઓઓએ એવી ટ્રેન બનાવી છે કે જેના મુસાફરો સ્ટેશન પર ટ્રેન ઉભી ના રહે તો પણ ઉતરી શકે.વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે આ પ્રકારની ટ્રેનથી ૪૦ ટકા ઉર્જા બચાવી શકાય તેમ છે.

અવાજનો ઉપયોગ વિજળીનુ સર્જન કરવા માટે
બોલીવૂડના સંગીત અને ગરબાના સૂર તાલ વડે વીજળી પણ ઉત્પન્ન થશે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
બોલીવૂડનુ સંગીત કે નવરાત્રી મહોત્સવના ગરબાના સૂર તાલ માત્ર નાચવા માટે કે ગરબે ઘૂમવા માટે જ નહી પરંતુ વિજળી ઉતપન્ન કરવા માટે પણ કામમાં આવી શકે છે.વિજળી ઉતપન્ન કરવા માટેનો આ અનોખો વિકલ્પ પારૃલ ઈન્સ્ટીટયુટના ઈલેક્ટ્રીકલના વિદ્યાર્થીઓ દર્શન ઠક્કર,સુશીલ અભિચંદાણી અને પ્રણવ પટેલે અમલમાં મુકીને બતાવ્યો છે.તેમનો આ પ્રોજેક્ટ આઈ.આઈ.ટીમાં પણ રજુ થયો હતો.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફેરાડે લો ઓફ ઈલેક્ટ્રો મેગ્નેટીક ઈન્ડેક્શનના નિયમના આધારે અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે.જેના ભાગરૃપે સ્પીકરની સાથે અમે કોઈલ અને મેગ્નેટનુ જોડાણ કર્યુ છે.જ્યારે સ્પીકર સુધી સંગીત પહોંચે છે ત્યારે તેના કંપનમાંથી પણ વિજળી ઉતપન્ન થાય છે અને તેનો જો સફળતાપૂર્વક સંગ્રહ કરી શકાય છે.અમે મોડેલ દ્વારા આ થીયરી સાબીત કરી બતાવી છે.જેમકે ૬૦૦ વોટનુ સ્પીકર હોય તો તેમાંથી ૧.૫ વોટ વિજળી ઉતપન્ન કરી શકાય છે.જે એક નાના બલ્બને ચલાવવા માટે કાફી છે.
જો સંગીત ઘોંઘાટીયુ હોય અને સ્પીકરની ક્ષમતા વધારે હોય તો વધારે વિજળી ઉતપન્ન થઈ શકે છે.જેમકે ડીજે સીસ્ટમ વાગતી હોય ત્યારે આ પ્રકારના અખતરાથી ડીજે સીસ્ટમની આસપાસની લાઈટો ચાલી શકે તેટલી વિજળી પેદા કરવી શક્ય છે.આ જ રીતે નવરાત્રી વખતે ગરબા માટે મુકાતી સાઉન્ડ સીસ્ટમ પણ કેટલીક હદે નવરાત્રીના ડેકોરેશન માટે વપરાતી લાઈટો ચલાવી શકાય તેટલી વિજળી તો ઉતપન્ન કરી શકે છે.

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved