Last Update : 13-June-2011, Monday
 
કાર-ટ્રક સામસામે ભટકાતા એક જ કુટુંબના ચારના મોત
 
દર્શન કરી પરત ફરતા સુરતના વેપારી પરિવારને વાલિયા નજીક અકસ્માત

નેત્રંગ,તા.૧૨
વાલીયા તાલુકાના કંબોડિયા ગામે વૈષ્ણવદેવી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરતા સુરતના અડાજણ વિસ્તારના વેપારી ભંડારી પરિવારની વેગનઆર કાર પઠાર ગામ પાસે એક ટ્રક સાથે સામસામે ભટકાતા પિતા-પુત્રી સહિત ભંડારી કુટુંબની ચાર વ્યક્તિઓના કરૃણ મોત નિપજ્યા હતા.
માતા, પુત્ર, પુત્રી અને પૌત્રીના કરૃણ મોતથી અરેરાટી ઃ ચાર કલાકમાં ચાર અકસ્માતો
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના સુરત શહેરમા અંડાજણના સાત બંગલા વિસ્તારમાં રહેતા અને લુમ્સના કારખાનાના માલીક બાબુભાઇ ઇચ્છુભાઇ ભંડારી પુત્ર સંજયભાઇ પોતાની મારૃતિ વેગનઆર કાર લઇને વાલીયા તાલુકાના કંબોડીયા ગામે વૈષ્ણવદેવી માતાજીના મંદિરે દર્શન કરવા માટે કુટુંબના સભ્યોને લઇને આવ્યા હતા. દર્શન કર્યા બાદ સંજયભાઇના માસી વાલીયા તાલુકાના પઠાર ગામે રહેતા હોઇ તા.૬ના રોજ આવેલા વાવાઝોડામાં મકાનને થયેલા ભારે નુકસાનના સમાચાર જાણીને પઠાર ગામે ખબરઅતર પુછવા માટે આવ્યા હતા. ખબરઅંતર પુછ્યા બાદ બાબુભાઇ ઇચ્છુભાઇ ભંડારીનું કુટુંબ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ સુરત જવા નિકળ્યા હતા. પરંતુ પઠાર ગામેથી નિકળતા નેત્રંગ વાલીયા રોડ પર ગામના વળાંક પાસે એક ટ્રક સાથે મારૃતિ વેગનઆર કાર ધડાકાભેર ભટકાતા તેમા સવાર સંજય બાબુભાઇ ભંડારી, સંજયભાઇની નાની પુત્રી, સંજયભાઇની બહેન મુન્નીબેન બાબુભાઇ ભંડારી તેમજ માતા અને વસુબેન બાબુભાઇ ભંડારીનું સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઇ જતા રસ્તામાં મોત નિપજ્યુ હતું.આમ એક જ કુટુંબના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થતા પઠાર ગામના ભંડારી કુટુંબમાં તેમજ અડાજણ સાત બંગલા વિસ્તારમાં તેમજ સમસ્ત સુરત શહેરના ભંડારી સમાજમાં ઘેરાશોકની લાગણી ફરી વળી છે. ટ્રક-વેગનઆર કાર ભટકાતા તેની પાછળ આવતી હીરોહોન્ડા મોટર સાયકલ પર સવાર બે જણને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને ૧૦૮ની સેવા દ્વારા અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.ઘટનાસ્થળે સવારના અગિયાર કલાકે નેત્રંગ ટાઉનના જીનબજાર વિસ્તારમાં રહેતા ભરતભાઇ ભક્ત આશાવિજય પ્રિન્ટીંગ પ્રેસવાળાની મારૃતિવાન પલ્ટી ખાઇ ગઇ હતી. પરંતુ તેમાં કોઇ જાનહાનિ થઇ નહોતી જેમાં આ જ જગ્યા પર ચાર કલાકના સમયગાળા દરમિયાન ચાર વ્યક્તિઓના મોત થયા હતા. સદર બનાવ બનતા નેત્રંગ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સોરઠીયા, પી.આઇ. ચૌહાણ તેમજ સ્ટાફના માણસો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા તમામની લાશોને વાલીયા ખાતે આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. અર્થે લઇ જવામાં આવી છે. જ્યાંથી તમામ મૃતકોની લાશોનું સુરત શહેરના અડાજણ સાતબંગલા વિસ્તારમાં રવાના કરવામાં આવશે.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved