Last Update : 13-June-2011, Monday
 
રૃા.૮૬ લાખના સોનાના બિસ્કીટના ટુકડા કરી વેપારીઓને વેચી દીધા
 

અમદાવાદની પેઢીના કર્મચારીઓને લૂંટી લેવાના બનાવમાં

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,રવિવાર
વરણામા નજીક આવેલી મનાવર હોટલનાં કંમ્પાઉન્ડમાં નકલી પોલીસનો રોફ મારી અમદાવાદની સોના-ચાંદીની પેઢીના બે કર્મચારીઓનું અપહરણ કરી રૃા.૮૬ લાખનાં સોનાનાં બિસ્કીટની લૂંટ કરનારા ભેજાબાજોએ સોનાના ટૂકડા કરી અલગ - અલગ વેપારીઓને વેચી દીધા હતા. પોલીસે ૬૦૦ ગ્રામ જેટલું સોનું અને સોનાના વેચાણથી ખરીદેલી ક્વોલીસ ગાડી કબજે કરી છે. જ્યારે અમદાવાદ અને રતલામનાં સોનાનાં વેપારીઓને પણ ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
અમદાવાદ અને રતલામના સોનાના વેપારીઓ પણ ઝડપાશે ઃ ૬૦૦ ગ્રામ સોનુ અને ક્વોલીસ ગાડી કબજે
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદનાં માણેકચોક વિસ્તારમાં આવેલી આર.સી. સીલ્વર સોના-ચાંદીની બુલીયન દુકાનેથી સોનાનાં બિસ્કીટો લઈને બે કર્મચારીઓ મહારાષ્ટ્રના ધુલીયા ખાતે જતા હતા. દરમિયાન વરણામા નજીકની હોટલનાં કમ્પાઉન્ડમાં ઉભેલી બસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના માણસો છે તેમ જણાવી બસમાં ચડેલી બે વ્યક્તિઓએ સોના-ચાંદીની પેઢીનાં બંને કર્મચારીઓનું ઈન્ડિકા કારમાં અપહરણ કર્યા બાદ રૃા.૮૬ લાખ કિંમતના ચાર સોનાના બિસ્કીટોની લૂંટ કરી હતી. આ બનાવની ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીના પીઆઈ જે.એન. પંચાલે તપાસ હાથ ધરી હતી. પોલીસે લૂંટનો ભેદ ઉકેલી બે મુખ્ય સુત્રધારો સહિત સાત ભેજાબાજોની ધરપકડ કરી હતી. તપાસમાં એવી વિગતો ખુલી હતી કે રૃા.૮૬ લાખ કિંમતના ચાર બિસ્કીટો લૂંટયા બાદ બે સુત્રધારો નિલેષ પ્રવિણભાઈ માળીએ ત્રણ અને રાજુ છગનભાઈ ઠાકોરે એક બિસ્કીટ પોતાની પાસે રાખ્યા હતા. ત્યારબાદ તેમણે સોનાના બિસ્કીટના ટુકડાઓ કરી કેટલાંક ટુકડા અમદાવાદ અને રતલામનાં વેપારીઓને વેચાણ કર્યા હતા. એલસીબી પોલીસે નિલેષ માળીનાં અમદાવાદ ખાતેનાં ઓઢવ વિસ્તાર ખાતેની રાજેન્દ્રપાર્ક સોસાયટી ખાતે ઘેર તપાસ કરતાં ૪૧૦ ગ્રામ સોનાનો ટુકડો મળ્યો તો. જ્યારે અગાઉ ઝડપાઈ ગયેલા ચિરાગ જયંતીભાઈ ધંધુકીયાના ઘેરથી પણ ૧૭૫ ગ્રામ સોનાનો ટુકડો મળતાં કબજે કરવામાં આવ્યો હતો. સોનાની લૂંટ બાદ નિલેશે એક ટુકડો વેચાણ કર્યો હતો અને તેમાંથી જે રકમ મળી તેનો ઉપયોગ તેણે સેકન્ડ હેન્ડ ક્વોલીસ ગાડી ખરીદવામાં કર્યો હતો. આ ગાડી પણ પોલીસે કબેજ કરી હતી. નિલેશ અને રાજુએ અન્ય સાથીદારોને સોનાનાં વેચાણ બાદ રકમ આપવાનું જણાવ્યું હતું અને તે મુજબ નિલેશે કેટલાક રૃપિયા ચિરાગને આપ્યા હતા. પરંતુ ઓછી રકમ મળી હોવાનો અસંતોષ ચિરાગને હતો. ઉલ્લેખનિય છે કે નિલેશ અને રાજુ અત્યારે પોલીસના રિમાન્ડ હેઠળ છે. પોલીસે લૂંટનું લાખો રૃપિયાનું સોનુ ખરીદનારા અમદાવાદ અને રતલામનાં સોના - ચાંદીના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવાનાં ચક્રો ગતિમાન થઈ રહ્યા છે.

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved