Last Update : 13-June-2011, Monday
 
જળસંચય દ્વારા જ પાણી સમસ્યાનો ઉકેલ લાવી શકશે
 
 


ભાવનગર, રવિવાર
રાજ્ય સરકાર ખેડૂતોના હિતની રક્ષા અને તેમના આર્થિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહીને સમતોલ વિકાસ માટે જાગૃત છે એમ રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
મહુવામાં કૃષિ મહોત્સવ અંતર્ગત ખેડૂત શિબિર
ભાવનગર જિલ્લાના મહુવા ખાતે કૃષિ મહોત્સવ અંતર્ગત યોજાયેલ ખેડૂત સંમેલનમાં ઉદ્દબોધન કરતા ખેડૂતોને બીનજરૃરી રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ નહી કરવા અને ટપક સિંચાઇ પધ્ધતિ દ્વારા પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા ઉપાધ્યક્ષ ચુડાસમાએ અપીલ કરી હતી. યાત્રિકીકરણના અતિરેકથી ઉદભવેલી પાણી સમસ્યાનો ઉકેલ જળસંચય દ્વારા જ લાવી શકાશે એમ જણાવીને ઉપાધ્યક્ષે મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્તમાન સરકાર દ્વારા જળસંચય માટે થયેલી કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.
તળાજાના ધારાસભ્ય, ગુજરાત એગ્રોના ચેરમેન માંડવીયા, કૃષિ બજાર બોર્ડના ચેરમેન, માર્કેટીંગ યાર્ડના ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા રજીસ્ટ્રાર સહિતનાં મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનોમાં રાજ્ય સરકારની કૃષિ વિષયક પ્રવૃત્તિઓ, ખેડૂતોના આર્થિક ઉત્કર્ષની તથા વૈજ્ઞાાનિક ખેતીને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને ઉત્પાદિત માલના યોગ્ય બજારભાવ મળી રહે તે માટેની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

 

સરકારી ઇજનેરી કોલેજ ખાતે
એમ.બી.એ.-એમ.સી.એ. માટેની જીસીઇટીનું હેલ્પ સેન્ટર ફાળવાયું
ભાવનગર, રવિવાર
સરકારી ઇજનેરી કોલેજ, ભાવનગર ખાતે એમ.બી.એ.-એમ.સી.એ. માટેની જીસીઇટી ૧૧નાં એડમિશન માટેનું હેલ્પ સેન્ટર ફાળવેલ છે. આથી સંબંધીત ઉમેદવારોની અનુકુળતા માટે તેમજ બહારગામનાં ઉમેદવારોને કોઇ અગવડતા ન પડે તે હેતુથી ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે.
ઉમેદવારોની અનુકૂળતા માટે ડોક્યુમેન્ટ વેટીફિકેશન કરી અપાશે
જેમાં રજીસ્ટ્રેશન વખતે એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી.નાં ગુણ અને ટકાવારી ગ્રાન્ડ ટોટલમાંથી ગણવી. રજીસ્ટ્રેશન ફોર્મની એક પ્રિન્ટ, એસ.એસ.સી., એચ.એસ.સી. શાળા છોડયાનું પ્રમાણપત્ર ટ્રાન્સફર સર્ટીફિકેટ અને સ્નાતક કક્ષાના બધાજ વર્ષ/સત્રના ગુણપત્રક લાવવાનાં રહેશે. જાતી અંગેનું પ્રમાણપત્ર, નોંનક્રીમીલેયર પ્રમાણપત્ર, પી.એચ. અને ડી.એસ. કેટેગરીનાં ઉમેદવારોએ માહીતી પુસ્તીકામાં સુચીત સક્ષમ અધીકારી પાસેથી નિયત નમુના મુજબ લાવવું. (જો લાગુ પડતું હોય તો). એસ.ઇ.બી.સી. માટેનું નોંનક્રીમીલેયર પ્રમાણપત્ર ૧-૪-૨૦૧૧ પછીનું લાવવા તથા લાગુ પડતા બધા જ અસલ પ્રમાણપત્રો સાથે લઇને આવવા તેમજ તેની સ્વપ્રમાણીત એક નકલ જમાં કરાવવાની રહેશે. તેમ ભાવનગર સરકારી ઇજનેરી કોલેજના આચાર્યએ અખબારી યાદીમાં જણાવાયું હતું.

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved