Last Update : 13-June-2011, Monday
 
ભાવનગરનાં એક માત્ર શેત્રુંજય ડેમમાં ૩૪.૩૬ મી.ઘ.મી. પાણીનો જથ્થો ઃ બાકીના ડેમો ડુકી ગયા
 
ભાવનગર, રવિવાર
ભાવનગર તેમજ અમરેલીનાં કુલ મળી ૨૯ ડેમોની હાલની સ્થિતિ જોતા ત્રણ જેટલા ડેમોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ દર્શાવાયો છે જ્યારે બાકીના તમામ ડેમોમાં પાણી માત્ર ખાબોચીયામાં સમાયેલું જોવાય છે. આ પરિસ્થિતિ જોતા આગામી દિવસોમાં ચોમાસુ મોડુ જશે તો કપરી પરિસ્થિતિ ઉભી થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ચોમાસુ લંબાશે તો પીયત પાણીનો પ્રશ્ન વિકટ સમસ્યા સર્જાશે ઃ તંત્ર દ્વારા આગોતરા પગલા જરૃરી ઃ પાણીના પ્રવાહ સાથે ઢસડાઇને આવતી માટીથી ડેમો બુરાઇ રહ્યાં છે
શહેર જીલ્લામાં અપૂરતા વરસાદ, કાંપની સમસ્યા અને ચેકડેમોમાં પાણી તળીયા ઝાટક થઇ ગયા છે. જિલ્લાના આધાર સ્થંભ સમા શેત્રુંજય ડેમમાં પણ હાલ ૩૪.૩૬ મી.ઘ.મી. પાણી છે અને આ પરિસ્થિતિમાં જો ચોમાસુ લંબાશે તો જળ સંકટ ઘેરૃ બનશે. ભાવનગરમાં સિંચાઇ વિભાગ હસ્તક ૧૯ ડેમ મળી અમરેલી સહિત કુલ ૨૯ ડેમો અસ્તિત્વ ધરાવે છે. જેમાના ત્રણ ડેમોમાં નોંધ લેવા યોગ્ય પાણી હાલમાં છે. બાકીના કોરા ધાકોર રહેવા પામ્યા છે. ખેતી માટે મહત્વના બની રહેલ આ ડેમોની સ્થિતિ હાલ અતિ દુષ્કર દેખાઇ રહી છે જેથી જો હજી ચોમાસુ લંબાશે તો માંડ માંડ ગણ્યા ગાઠયા જે ત્રણ ડેમોમાં પાણી છે તે પણ ઘટી જશે. પાણી માટે મહિની લાઇનનો આધાર જીવાદોરીરૃપ સાબીત થઇ રહ્યો છે અને નસીબમાં કઠણાઇ છે કે સમાજના સેવકોની નબળાઇને કારણે સીધી કે આડકતરી રીતે તે પાણીનો જથ્થો પણ લોકોને અપુરતો મળી રહ્યો છે.
આ ઉપરાંત મોટા ડેમો પૂરા ભરાયા નહી હોવા પાછળ ઠેર-ઠેર બનાવાયેલા ચેકડેમો પણ છે. ચોક્કસ ચેકડેમોથી જે-તે ગામ કે વિસ્તારને સીંચાઇના પાણીનો સીધો લાભ મળે છે પરંતુ તે પણ વાસ્તવિક્તા છે કે ચેકડેમને કારણે પાણીની આવક અટકી જતી હોય મોટા ડેમો પૂરા ભરાયા નથી. આ ઉપરાંત ડેમોમાં પાણી સાથે ઢસડાઇને આવતા કાંપની સમસ્યા દિવસે દિવસે ગંભીર થતી જાય છે. જેને કારણે ડેમો બુરાઇ રહ્યાં છે. જેની સીધી અસર પાણી સંગ્રહ પર થાય છે. ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના તમામ ડેમોમાં દર વર્ષે અડધાથી વધુ મીટર કાંપની માટીથી ડેમો બુરાઇ રહ્યાં હોવાનું જણાયું છે ત્યારે તંત્ર દ્વારા આ બાબતે પણ પૂરતુ ધ્યાન આપી ડેમોની સ્થિતિ બદલવા કવાયત હાથ ધરવી આગોતરૃ આયોજન કરવું જોઇએ.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved