Last Update : 13-June-2011, Monday
 
સૌરાષ્ટ્રમાં વરસાદથી કેરીનાં તૈયાર પાકને મોટું નુકસાન
 
સૌરાષ્ટ્રની કેરીની સીઝન માંડ અઠવાડિયું ચાલશે

અમદાવાદ,રવિવાર
ગુજરાતમાં વરસાદનાં વહેલા આગમનથી સૌરાષ્ટ્રમાં કેસર કેરીના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. એક મોટો વર્ગ વરસાદ બાદ કેરી ખાવાનું બંધ કરી દેતો હોઇ સૌરાષ્ટ્રમાં હવે કેરીની માંગમાં ઘટાડો થશે. બીજી બાજુ કેટલાક લોકો આદ્રા બેસ્યા સુધી કેરી ખાતા હોવાથી તે સ્થળોએ સૌરાષ્ટ્રની કેરીની આવક મોટાપાયે થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. અમદાવાદમાં પણ કેરીની સીઝન જામતા મોટાપાયે આવક થઇ રહી હોઇ કેસર કેરીના ભાવ ઘટયા છે.
સીઝન જામતા કેરીના ભાવ ગગડયા ઃ કચ્છની કેસર આખો જૂન ચાલશે ઃ હાફૂસની સીઝન પૂરી ઃ ૨૧ જૂનથી લંગડો, દશેરી, ચોસા કેરીનું આગમન
નરોડા ફ્રૂટ માર્કેટના લક્ષ્મણભાઇ રોદરાએ જણાવ્યું હતું કે, વરસાદને કારણે સૌરાષ્ટ્રના ૧૦ ટકા જેટલા તૈયાર કેરીના પાકને નુકસાન થયાની સંભાવના છે. વરસાદ પછી ગુજરાતમાં હવે રત્નાગીરી હાફૂસની સીઝન લગભગ પૂરી થઇ ગઇ છે. સૌરાષ્ટ્રની કેસર કેરીની સીઝન હવે માંડ અઠવાડિયું ચાલશે. જોકે કચ્છની કેસર કેરીની આવક મોડે સુધી ચાલુ રહેતા જૂન મહિનાના અંત સુધી તેની સીઝન ચાલશે. ૨૧ જૂનથી આદ્રા બેસતા હોઇ એક વર્ગ કેરી ખાવાનું બંધ થશે. તે પછી ઉત્તર પ્રદેશથી આવતી લંગડો, દશેરી અને ચોસા જાતની કેરીની આવક ચાલુ થશે. જ્યારે દર વખતની જેમ આંધ્ર અને તમિલનાડુની તોતાપુરી અને બદામની સીઝન છેક જુલાઇ સુધી ચાલશે.
હાલમાં કેસર કેરીની ઢગલો આવક થઇ રહી હોઇ અમદાવાદમાં બેસ્ટ ક્વોલિટીની કેસર કેરી લોકોને ૩૫ રુપિયે કિલો મળી રહી છે. જો ફળ નાનું હોય તો તેના કરતાં પણ ઓછા ભાવે કેરી મળી રહી છે. સૌરાષ્ટ્રમાં હાલ જૂનાગઢની તલાળાની કેરીની સીઝન પૂરી થઇ ગઇ છે. જ્યારે વંથલી અને આસપાસના વિસ્તારોના પાછોતરા પાકની કેરીની આવક હજુ ચાલુ છે. જોકે વરસાદ પડતાં કેરીના પાકમાં સોનમાખ નામની માખીનો ઉપદ્રવ વધી જાય છે. આ માખીઓ કેરીને મોટું નુકસાન પહોંચાડી ખાવાલાયક રહેવા દેતી નથી. તો પાકેલી કેરીમાં વરસાદ બાદ ઇયળો થઇ જાય છે. આ કારણોસર કેરીના પાકને મોટું નુકસાન થયું છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved