Last Update : 13-June-2011, Monday
 
'પૂર્વ ગેંગસ્ટરે' અઢી કરોડની ઉઘરાણી કરતા અભય નાસ્યો
 
અભય ગાંધીએ સ્કીમ શા માટે અધૂરી મુકી?

ગુંડાઓ દ્વારા ધમકીઓ મળવાથી અભય ગાંધીએ રાતોરાત અમદાવાદ છોડયાની ચોંકાવનારી વિગત
અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં 'કૌભાંડી કંપની'ની નાણાંકીય હેરાફેરીમાં અનેક અસામાજીક તત્વોની સંડોવણીની ચોંકાવનારી વિગતો પોલીસને મળી છે. પોતાની કંપનીને રૃા. દસ હજાર કરોડ કે ૨૫,૦૦૦ કરોડ ડોલર સુધી લઈ જવાના સપના જોતો અભય ગાંધી રાતોરાત શા માટે ભાગી ગયો? આ મુદ્દાની તપાસ કરતા એવી ચોંકાવનારી વિગતો ખૂલી છે કે, એક પૂર્વ ગેંગસ્ટરે અઢી કરોડ રૃપિયાની ઉઘરાણી કરતા અભય ગાંધીએ રાતોરાત ભાગવું પડયું હતું.
પોતાને 'નિફટી કિંગ' ગણાવતા અભય ગાંધીએ રોકાણકારોને ૧૨૦ ટકા જેવું તોતીંગ વ્યાજ ઉપરાંત સોના (ગોલ્ડ) માટે રોકાણ જેવી સ્કીમો મુકી હતી. ગોલ્ડની સ્કીમ પૂર્ણપણે કાર્યરત થાય તે પહેલાં ૨૩ એપ્રિલે અભય ગાંધી ગુપચુપ અમદાવાદ છોડી ગયો હતો. અભય નાસી ગયા પછી બે-ત્રણ દિવસમાં તેના પરિવારજનો પણ અમદાવાદ છોડી ગયા છે.
અભય ગાંધી ભાગી ગયાના પોણા બે મહિના પછી પોલીસ ફરિયાદ થઈ હતી. અભય ગાંધીની યોજનાઓ અને તેની કંપનીમાં રોકાણો વિશે ક્રાઈમ બ્રાંચને વિગતો મળી છે. પોલીસને એવી વિગતો મળી છે કે, અભય ગાંધીની સ્કીમમાં એક ભૂતપુર્વ ગેંગસ્ટરનું રૃા. અઢી કરોડનું રોકાણ હતું. પોતાનું રોકાણ પાછું મેળવવા હાલ કાયદાના સકંજામાં રહેલા ભૂતપુર્વ ગેંગસ્ટરે દબાણ વધાર્યું હતું અને ધમકીઓનો દોર શરૃ થયો હતો. આ કારણોસર અભય ગાંધી રાતોરાત પલાયન થઈ ગયો હતો.
અભય ગાંધીની માફક હરેશ પંચાલને પણ ધમકીઓ મળી હોવાની વિગતો ખૂલી છે. તો, ઈમ્તિયાઝ હુસેન સૈયદની ઓફીસે આવતા રોકાણકારોને માથાભારે તત્વો ધમકાવતા હોવાની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૃમે કરાતા પોલીસે દોડવું પડયું હતું. કૌભાંડી કંપનીઓનો આડકતરો કબજો એજન્ટો, પેટા એજન્ટો અને તેમના મળતિયાના સ્વરૃપમાં ગુંડા તત્વોએ લઈ લીધો હતો. પોલીસ હવે ત્રણે'ય કંપની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા આવા તત્વો અંગે પણ તપાસ કરી રહી છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved