Last Update : 13-June-2011, Monday
 
ઉર્સ મેળાના ૧૮ યાત્રિકોને મોતને ઘાટ ઉતારનાર ટ્રક ચાલક ઝડપાયો
 
ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જોયો હતો

અમદાવાદ, રવિવાર
ધોળકાના ભડિયાદ ખાતે ઉર્સ યાત્રિકો પર તારીખ ૯ જૂનના રોજ મોડી રાત્રે ટ્રક ફરી વળતાં ૧૮ના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પલાયન થઇ ગયો હતો. ધોળકા પોલીસે આજે મધ્યપ્રદેશથી ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં ટ્રકનું ટાયર ફાટી જવાથી ટ્રક ખેચાઇ ગઇ હોવાથી આ ગમખ્વાર અકસ્માત સર્જોયો હોવાનું બહાર આવ્યું છે.
ભડિયાદ જતા યાત્રિકા રોડની બાજુમાં સૂતા હતા ત્યારે મોડી રાત્રે ટ્રક ફરી વળી હતી ઃ ચાલક મધ્યપ્રદેશથી પકડાયો
અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલા ભડિયાદ ગામે હઝરત પીર મહંમદ શાહ બુખારી સાબેહના સ્થાનક ઉપર પ્રતિવર્ષની જેમ આ વર્ષે ઉર્સમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાત ઉપરાંત પરપ્રાંતમાંથી હજારો શ્રધ્ધાળ પદયાત્રીઓ આવતા હોય છે. ગત તારીખ ૯ જૂનને ગુરુવારે મોડી રાત્રે બેગવા ચોકડી પર નજીકના ધાબા પાસે રાત વિસામો કરવા મોટો કાફલો રોકાયો હતો. પરંતુ દૂર દૂરથી આવેલા યાત્રિકો થાકી ગયા હોવાથી શેતરંજી કે પાથરણા પાથરીને આડેપડખે થયા હતા. બાદમાં ઘસઘસાટ પોઢી ગયા હતા.
ત્યારે મોડી રાત્રે ૨ વાગ્યાના સુમારે દસ વ્હીલની સિમેન્ટ ભરેલી ટ્રક પૂર ઝડપે આગળ ધપી રહી હતી. દરમિયાન ટ્રક ચાલકે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો આ સાથે જ બેકાબુ બનેલી ટ્રકના તોતીંગ વ્હીલ રસ્તાની બાજુમાં મીઠી નિંદર માણી રહેલા યાત્રિકોના સમુદાય પર ફરી વળ્યા હતા. જેમાં પચ્ચીસેક જેટલા ઇજા ગ્રસ્ત યાત્રિકેા પૈકી ૯ મહિલા, ૭ પુરુષો અને બે કિશોર સહિત ૧૮ના કરૃણ મોત નીપજ્યા હતા. બાદમાં મધ્યપ્રદેશના દિલહરી ગામમાં રહેતા ટ્રક ચાલક દિનેશસિંહ મગનસિંહ ભૂરિયા (ભીલ) ટ્રક મૂકીને પલાયન થઇ ગયો હતો. જેને પેાલીસે તેના વતનથી ઝડપી પાડયો હતો. ટ્રક ચાલક એમ.પી.થી સિમેન્ટ ભરીને વાંકાનેર તરફ જઇ રહ્યો હતો. દરમિયાન બેગવા ચોકડી પર ટ્રકનું ટાયર ફાટી જવાથી ટ્રક ખેચાઇ ગઇ હેાવાથી આ ગમખ્વાર અકસ્માત સર્જોયા હોવાનું ટ્રક ચાલકે પોલીસને જણાવ્યું હતું.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved