Last Update : 13-June-2011, Monday
 
ભડીયાદના પદયાત્રીઓ પર નવી આફતઃ ૫૦ લોકોને વિંછી કરડયા

 

ટ્રક ફરી વળતા ૧૮ના મૃત્યુનું દુઃખ ભૂલાયું નથી ત્યાં

અમદાવાદ, રવિવાર
ભડીયાદ પીરના ઉર્સના મેળામાં જતા પદયાત્રીઓ ઉપર ટ્રક ફરી વળતાં ૧૮ના મૃત્યુની ઘટનાનું દુઃખ હજુ ભૂલાયું નથી ત્યાં પદયાત્રીઓ ઉપર નવી આફત આવી પડી હતી. ભારે ગરમીના કારણે ભડીયાદથી ૧૦ કિ.મી. અગાઉ ખારા પાટમાંથી નીકળેલા અગણિત વિંછી ૫૦ પદયાત્રીઓને કરડયા હતા. ત્વરિત સારવાર મળી જતા મહિલાઓ, બાળકો અને પુરૃષો સહીત તમામ પદયાત્રીઓ હેમખેમ છે. પરંતુ, વિંછી કરડવાની ઘટનાથી પદયાત્રીઓમાં ફફડાટ પ્રવર્તે છે.
ભારે ગરમીના કારણે રોજકા-અલીયાસર વચ્ચેના ખારા પાટમાંથી નીકળેલા અગણિત વિંછી પદયાત્રીઓને કરડયાઃ તમામ હેમખેમ
ભડીયાદ પીરના ઉર્સમાં જવા હજારો પદયાત્રીઓ શનિવારે રાતે ભડીયાદથી ૧૦ કિલોમીટર અગાઉના રોજકા અને અલીયાસર ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. અનેક પદયાત્રીઓ અચાનક કારમી વેદનાથી ચીસાચીસ કરતા રહ્યા હતા. સેવાભાવીઓની દોડધામ વચ્ચે પદયાત્રીઓને વિંછી કરડી ગયાનું જણાયું હતું. પદયાત્રીઓને ચિવટ રાખીને ચાલતા રહેવાની સૂચના સ્વયંસેવકો આપતા રહ્યા હતા. આમ છતાં, સાંજથી મોડીરાત સુધીમાં પચાસ જેટલા પદયાત્રીઓને વિંછી કરડી ગયા હતા. સેવાભાવીઓ ઉપરાંત ૧૦૮ની ઈમરજન્સી એમ્બ્યુલન્સની સેવાથી પદયાત્રીઓને સારવાર આપવામાં આવી હતી.
જેમને વધુ સારવારની આવશ્યકતા હતી તેવા પદયાત્રીઓને ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ સુત્રોએ જણાવ્યું કે, શનિવારે રાતે ૧૦ મહિલાઓ, ૧૦ પુરૃષો અને પાંચ બાળકો મળી પચ્ચીસ લોકોને વિંછી કરતા સારવાર આપવામાં આવી હતી. પાંચ કલાક એડમીટ કરી સારવાર કરાયા બાદ તમામને ભયમુક્ત જાહેર કરી રજા આપવામાં આવી હતી. ધંધૂકાના સેવાભાવી સૂત્રોએ જણાવ્યું કે, અનેક લોકોને વિંછી ઉતારનાર સેવાભાવીઓએ સારવાર આપી હતી. અંદાજે ૫૦ લોકોને વિંછી કરડયા હતા. જેમને વિંછી કરડયા તે પદયાત્રીઓ અમદાવાદ ઉપરાંત રાજકોટ જિલ્લા, અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રહીશ છે.
સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, ધંધૂકા-ભડીયાદ રોડ ઉપર રોજકા અને અલીયાસર રોડ વચ્ચે ખારા પાટની ચણાવાડ જમીનમાંથી વિંછી નીકળવાની ઘટના સામાન્ય છે. પરંતુ, વધુ ગરમી હોવાથી અગણિત વિંછી નીકળી પડયા છે અને પદયાત્રીઓ માટે નવી આફત ઉભી કરી છે. સદ્દનસીબે, તમામ પદયાત્રી હેમખેમ છે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved