Last Update : 13-June-2011, Monday
 

સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

 
અમરેલીથી ૭૦ કિ.મી. દૂર અરબી સમુદ્રમાં લૉ પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું

અમદાવાદ,રવિવાર
અરબી સમુદ્રમાં છેલ્લાં ચાર દિવસથી પ્રવર્તતું લૉ પ્રેશર વેલ માર્ક થયા બાદ ગઇકાલે મહારાષ્ટ્ર ભણી ખસ્યું હતું અને છેવટે તે આજે સૌરાષ્ટ્રના કાંઠે ધસી આવ્યું હતું. આજ વહેલી સવારે લૉ પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને સૌરાષ્ટ્રનો કાંઠેથી ૨૫ કિ.મી. દૂર દીવથી પૂર્વમાં ઓળંગીને સવારે સાડા આઠ વાગે અમરેલીથી ૭૦ કિ.મી. દૂર દક્ષિણ-દક્ષિણપશ્ચિમે કેન્દ્રીત થયું હતું. આ સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં નબળી ઉત્તર-પશ્ચિમ તરફ ખસશે અને નબળી પડશે. હવામાનખાતાએ ચેતવણી આપી છે કે આ સિસ્ટમના પ્રભાવ હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
અમદાવાદમાં સાંજે કે રાતે ગાજવીજ સાથે વરસાદની સંભાવના
હવામાનખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા લૉ પ્રેશર અને ડિપ્રેશનના કારણે ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ સંજોગો સર્જાયા છે. મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગમાં ચોમાસું આવી ગયું છે અને તે આગામી બે દિવસમાં કર્ણાટક અને પશ્ચિમ બંગાળ ચેમજ પૂર્વના કેટલાક ભાગોને આવરી લેશે. અરબી સમુદ્રમાં ડિપ્રેશ ૨૪ કલાકમાં વિખેરાશે અને તેની અસર હેઠળ સૌૈરાષ્ટ્ર-કચ્છ અને દીવના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન સખત બાફ ઉકળાટ અને ગરમીનો અનુભવ થયો હતો. દિવસ દરમ્યાન આકાશ અંશતઃ વાદળછાયું રહ્યું હતું. મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય હતું. જ્યારે રાત્રિ દરમ્યાન લઘુત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી સે.ગ્રે. નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી વધુ હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૭૨ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૪૯ ટકા નોંધાયું હતું. આજે સાંજના સમયે કલાકના ૧૦ નોટિકલ માઇલની ઝડપે પવન ફૂંકાયો હતો. ત્યાર બાદ આકાશ સ્વચ્છ થઇ ગયું હતું અને સમી સાંજે નયન રમ્ય સંધ્યા ખીલી હતી. હવામાનખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આવતીકાલે આકાશ વાદળછાયું રહેશે અને સાંજે અથવા રાતે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી જેટલું રહેશે.
રાજ્યના વિવિધ શહેરોમાં આજે દિવસ દરમ્યાન ગરમીનું પ્રમાણ ગઇકાલની સરખામણી ઘટયું હતું અને ભેજના પ્રમાણમાં વધારો થયો હતો. રાજ્યમાં સૌથી વધુ ગરમી ડીસા ખાતે ૪૦.૩ ડિગ્રી સે.ગ્રે. નોંધાઇ હતી. ઇડરમાં ૪૦, ભૂજમાં ૩૯.૭, સુરેન્દ્રમાં ૩૯.૫, અમદાવાદમાં ૩૯, ગાંધીનગર ૩૮.૫, વિધાનગર ૩૮, વડોેેદરા ૩૭.૮, રાજકોટ ૩૭, ભાવનગર ૩૬.૩, અમરેલી ૩૫.૫, વલસાડ ૩૪.૧ અને સુરત ૩૩.૨ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આગામી દિવસમાં ગરમીનું પ્રમાણ હજુ ઘટશે અને ભેજનું પ્રમાણ વધવાની સાથે ચોમાસાના વરસાદનું આગમન સંભવિત બનશે.

 

Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved