Last Update : 13-June-2011, Monday
 

નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે

 

આ ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી હશે ઃ હીરોની પસંદગી થવાની હજી બાકી
મુંબઇ તા.૧૦
પ્રિટી ઝિન્ટા નિર્માત્રી બનવાની તૈયારીમાં છે. 'આ વર્ષે અમે પીઝેડએનઝેડ મિડિયા બેનર હેઠળ એક ફિલ્મ બનાવીશું.' એવી માહિતી પ્રિટીએ આપી હતી આમ કહીને તેણે ઉમેર્યું હતું કે, 'આજે જે સ્થાન પર હું પહોંચી શકી છું ત્યાં મને પહોંચાડવા માટે પરિશ્રમ તેમજ યોગ્ય ફિલ્મો પસંદ કરવાની મારી સૂઝે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.'
ફિલ્મ નિર્માણ કરવાનું તેને તેના એક મિત્રે જણાવ્યું હતું. જેણે તેને કહ્યું હતું કે ક્રિકેટ વિશે કાંઇ પણ જાણની નહોવા છતાં તેણે આઇપીએલમાં ઝંપલાવ્યું હતું. તો પછી તે આ સાહસ પણ ખેડી શકે છે.
'એ પછી મેં હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એક કોર્સ કર્યો હતો. અસંખ્ય સવાલો પૂછ્યા હતા અને તેને બે વર્ષ આપ્યા હતા. ફિલ્મોનો મને અનુભવ હોવાથી હું આસાનીથી ધ્યાન આપી શકતી હતી. અચાનક જ મારી જિંદગી 'કુલ' બની ગઇ હતી.' એમ પ્રિટીએ જણાવ્યું હતું.
ફિલ્મના મુખ્ય અભિનેતા માટે તેના મનમાં કેટલાક ટોચના હીરોના નામ રમી રહ્યા છે. પરંતુ હજુ સુધી તેણે તારીખોની ગોઠવણો કરવાની છે. 'હું બહારના પ્રોડકશન હાઉસની કેટલીક ફિલ્મો કરતી હોવાથી મારે મારી પોતાની તારીખોની ગોઠવણ પણ કરવાની છે. પરંતુ ટૂંક સમયમાં જ આની જાહેરાત કરીશ એની ખાતરી આપું છું.' એમ પ્રિટીએ કહ્યું હતું.
તેના પ્રોડકશન હાઉસની પહેલી ફિલ્મ એક રોમાન્ટિક કોમેડી ફિલ્મ છે. જે એક હળવી અને પ્રફુલ્લિત ફિલ્મ હશે જેના કેટલાક દ્રશ્યોનું વિદેશમાં શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મનું દિગ્દર્શન 'મેં ઔર મિસિસ ખન્ના' જેવી ફલોપ ફિલ્મથી કારકિર્દી શરૃ કરનારા પ્રેમ સોનીને સોંપવામાં આવ્યું છે.
જોકે પ્રિટીને આ બાબતની ચિંતા નથી 'ટોચ પર બેઠેલી વ્યક્તિ કરતાં હું નીચે પછડાયેલી વ્યક્તિ સાથે કામ કરવાનું પસંદ કરીશ કારણ કે તેનામાં લોકો સમક્ષ પોતાની ક્ષમતા સાબિત કરવાનો જુસ્સો છે. ઇમ્તિયાઝ અલીની પ્રથમ ફિલ્મ 'સોચા ના થા' પણ સુપરહિટ સાબિત થઇ નહોતી અને આજે સૌ કોઇ તેની સાથે કામ કરવા આતુર છે.' એમ પ્રિટીએ કહ્યું હતું. 'પ્રેમ એક જોખમ છે તો હું એ જોખમ ખેડવા તૈયાર છું. મારા જીવનમાં મેં ઘણા જોખમ ઉઠાવ્યા છે. ક્રિમિનલ સાયકોલોજીના અભ્યાસ પછી સિક્કો ઉછાળીને 'કુછ કહના' ફિલ્મ કરી હતી. આ ઉપરાંત કારકિર્દી ચોટ પર હતી ત્યારે મેં આઇપીએલને બે વરસ આપ્યા હતા.' એમ પ્રિટીએ ઉમેર્યું હતું.
પ્રેમ સોનીની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ 'મેં ઔર મિસિસ ખન્નામાં પ્રિટીએ એક આઇટમ નૃત્ય કર્યું હતું.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved