Last Update : 13-June-2011, Monday
 

શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે

 

આ કારણે ફિલ્મનું બજેટ રૃા. ૧૫૦ કરોડથી વધી જવાની શક્યતા

પોતાના હોમ પ્રોડક્શનની સુપર હીરો ફિલ્મ 'રા-વન' જોવા દર્શકોના ટોળે ટોળા થિયેટરમાં ઉમટે એ માટે શાહરૃખ ખાન કોઈ કસર બાકી રાખવા માગતો નથી. હવે અભિનેતા અને નિર્માતા શાહરૃખ 'રા-વન'ના એક્શન દ્રશ્યોને થ્રીડીમાં ફેરવવાની યોજના બનાવી રહ્યો છે. દિગ્દર્શક અનુભવ સિંહા સાથે બુધવારે પ્રાઈમ ફોકસ ટેકનોલોજીસ્ટે ટેસ્ટ માટે થ્રીડીમાં રૃપાંતર કરેલા ફિલ્મના કેટલાક અંશો નિહાળ્યા હતા. તેમને આ અંશો પણ ગમ્યા હતા. અનુભવે જણાવ્યા પ્રમાણે, 'હા, અમે આ અંશો જોયા હતા અને અમને એ ગમ્યા હતા.'
શાહરૃખે જણાવ્યા પ્રમાણે, પોસ્ટ પ્રોડક્શન દરમિયાન કરવામાં આવેલું રૃપાંતર યોગ્ય હશે તો અમે જરૃર થ્રીડી યોજનામાં આગળ વધશું. મને આશા છે કે આ યોગ્ય જ હશે.'
સૂત્રે જણાવ્યા પ્રમાણે, આના પરિણામથી શાહરૃખ ખુશ છે અને તે તેના એક્ઝિક્યુટિવ પ્રોડયુસરો સાથે આ બાબતની ચર્ચા કરી રહ્યો છે. શાહરૃખે જણાવ્યા પ્રમાણે, 'ફિલ્મના એક્શન દ્રશ્યોને થ્રીડીમાં ફેરવવા માટે અમને ૬૦થી ૩૦ દિવસની જરૃર છે. અમને જે જોઈએ છે તે અમારા સમયની અંદર પૂરું થઈ જશે તો અમે આ યોજનામાં આગળ વધીશું. પરંતુ આખી ફિલ્મ થ્રીડીમાં નહીં બનાવાય, માત્ર ફિલ્મના એક્શન દ્રશ્યો જ થ્રીડીમાં ફેરવવામાં આવશે.' જોકે એક્શન દ્રશ્યોને થ્રીડીમાં ફેરવવા માટે ફિલ્મનું બજેટ અંદાજીત રૃા. ૧૦૦ કરોડથી વધી જવાની શક્યતા છે. પરંતુ શાહરૃખ આ માટે તૈયાર છે.
અંતિમ નિર્ણય લેવા માટે તે અને તેની ટીમ વિચારવા માટે થોડો સમય લેશે. પરંતુ આ ફિલ્મ દિવાળી દરમિયાન રિલિઝ કરવાની બાબતે નિર્માતાઓ મક્કમ હોવાથી સમય તેમને માટે એક મોટો મુદ્દો બને એવી શક્યતા છે. 'આથી ગુણવત્તા અને શેડયુલની વ્યવસ્થિત ગોઠવણી થશે તો શાહરૃખ આ કામ હાથમાં ધરશે અન્યથા તે થ્રીડી વગરની આવૃત્તિ રાખશે.' એમ સૂત્રે જણાવ્યું હતું.
ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન બાબતે શાહરૃખે ઘણા મુશ્કેલ નિર્ણયો લેવાનો છે. 'મારા એક્ઝિક્યુટિવ પ્રોડયુસરો હમણાં કેટલીક બાબતો વિશે મૂંઝવણમાં છે. આથી હું ઝીણામાં ઝીણી વાતનો ખ્યાલ રાખી રહ્યો છું. ઘણીવાર હું પણ, ''મારે આ કામ કરવું નથી એવી અકળામણ વ્યક્ત કરું છું.' એમ શાહરૃખે જણાવ્યું હતું.
આ પછી અભિનેતાએ ઉમેર્યું હતું કે, 'હું હમણાં ઘણો વ્યસ્ત છું. અમારે સમયસર કામ પૂરું કરવાનું છે અને મારે માટે આ ફિલ્મ બનાવવાનું કામ ઘણું મુશ્કેલ સાબિત થયું છે.'
છેલ્લા બે વરસથી બનતી આ સાયન્સ ફિક્શન ફિલ્મમાં શાહરૃખ ખાન ઉપરાંત કરીના કપૂર અને અર્જુન રામપાલ અભિનય આપે છે.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved