Last Update : 13-June-2011, Monday
 
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
 
સૈફ અલી ખાનની ફિલ્મના લંડન ખાતેના શૂટિંગ દરમિયાન બન્ને મિત્રો બન્યા
મુંબઈ, તા. ૧૧
દીપિકા પદુકોણ આજકાલ તેના દુશ્મનો સામે શાંતિનો વાવટો લહેરાવવાના મૂડમાં છે. રણબીર કપૂર સાથેના પ્રણય કાળ દરમિયાન જે અભિનેત્રીઓ સાથે તેની લડાઈ થઈ હોય અથવા તો તેણે જેની અવગણના કરી હોય એ અભિનેત્રીઓ તેની આ યાદીમાં મોખરાને સ્થાને છે એક એવોર્ડ સમારંભમાં કેટરિના કૈફ સાથે મૈત્રી કર્યાં પછી હવે દીપિકાએ રણબીરની પિત્રાઈ બહેન કરીના કપૂર પર નજર ફેરવી છે. હોમી અડજાણિયાની સૈફ અલી ખાન સાથેની ફિલ્મ 'કોકટેલ'ના લંડનમાં શૂટિંગ દરમિયાન કરીના સૈફને મળવા આવી હતી ત્યારે દીપિકાએ સામે ચાલીને કરીના પાસે જઈને તેની સાથે વાતો કરી હતી.
કરીના અને દીપિકા વચ્ચે શરૃઆતથી જ શીત યુદ્ધ ચાલતું હતું. 'લવ આજ કલ'માં સૈફની સામે પોતાને બદલે ઇમ્તિયાઝ અલીએ દીપિકાને સાઈન કરી હોવાથી તે ગુસ્સામાં હતી. આ ફિલ્મની દિલ્હીમાં યોજાયેલી એક પ્રમોશનલ ઇવેન્ટમાં દીપિકાએ કરીનાની અવગણના કરી હતી અને આખા કાર્યક્રમ દરમિયાન તે કરીનાના કાકા રિશી કપૂર સાથે જ રહી હતી.
સૈફની હોમ પ્રોડકશન ફિલ્મ 'એજન્ટ વિનોદ'માંથી દીપિકાને દૂર કરવામાં કરીનાનો હાથ હોવાનું ખબર પડતાં આ બન્ને વચ્ચેનું શીત યુધ્ધ વધુ તીવ્ર બન્યું હતું. આ ઉપરાંત એક અફવા પ્રમાણે તાજેતરમાં દીપિકા બધાને કહેતી ફરે છે કે 'રા-વન'ના 'છમ્મક છલ્લો' આઈટમ ગીત માટે તે પ્રથમ પસંદગી હતી. આ કારણે કરીના વધુ ગુસ્સે ભરાઈ છે.
વાત જે હોય તે પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન આ બન્ને અભિનેત્રીઓ એકબીજાની સામે આવવાનું ટાળતી હતી. પરંતુ હવે તેમણે સમાધાન કરી લીધું હોવાનું લાગે છે. સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''હોટેલની લોબીમાં દીપિકા કરીનાને ભટકાઈ ગઈ હતી અને તેણે કરીના સાથે વાત કરી હતી. તરત જ બન્ને વચ્ચેની દુશ્મનાવટ દૂર થઈ હતી. જમતી વખતે પણ તેઓ વાત કરતા હતા. એક વાર તો સૈફ સાથે આ બન્ને ડિનર માટે પણ ગયા હતા. કરીના લંડનમાં ચાર દિવસ હતી અને તેઓ એક જ હોટેલમાં રહેતા હતા.''એમ સૂત્રે કહ્યું હતું.
સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે, ''કેટરિના સાથે સમાધાન કર્યાં પછી દીપિકાને ઘણું સારું લાગ્યું હતું. અને આ વખતે કરીના સૈફને મળવા લંડનના 'કોકટેલ'ના સેટ પર ગઈ હતી ત્યારે દીપિકાએ કરીના સાથે પણ સમાધાન કરવાનું પણ નક્કી કરી રાખ્યું હતું.
Share |
  More News
૫૦ હજાર શાળાઓમા આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
'ટેટ'ની પરીક્ષામાં બેફામ ચોરીઓ થઇ હોવાની વ્યાપક ફરિયાદો!
ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ૫ માર્ચ,૨૦૧૨થી લેવાશે
મેડિકલ કોલેજોને સ્વનિર્ભર બનાવી કરોડોનો નફો કમાવવાનો કારસો
કૌભાંડી કંપનીઓ સામે અલગ ગુનો નોંધી એન્ફોર્સમેન્ટને તપાસ સોંપાશે
શહેરમાં રેલવેની જમીનના વ્યવસાયી વિકાસ માટે વધુ એફએસઆઇ અપાશે ઃ ચવ્હાણ
તળ મુંબઈની ૧૯ ઇમારતનો અત્યંત જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ
બોર્ડ પરીક્ષા નહીં આપનારા સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે જુનિયર કોલેજોનાં દ્વાર બંધ
થાણેમાં પાસપોર્ટ માટેની અરજીઓમાં ૧૦ વર્ષમાં ૧૩૩ ટકાનો વધારો
  More News
ઓસામા બિન લાદેનને સેક્સ મશીન ગણાવતી પ્રથમ પત્ની
અમેરિકાએ પાક. સૈન્ય-ત્રાસવાદીઓ વચ્ચે સાંઠગાંઠના પુરાવા રજૂ કર્યા
મુશર્રફ સામે કાયમી ધરપકડ વોરંટી ઉસ્યુ કરતી પાક.ની કોર્ટ
રાણાને ક્લિનચીટના ચુકાદા સામે અમેરિકા અપીલ નહિ કરે
ચીનમાં પૂરનો પ્રકોપ યથાવત્ ઃ વધુ ૫૦નાં મોત
દીપિકા પદુકોણે વર્ષોની દુશ્મની પછી કરીના કપૂર સાથે સમાધાન કર્યું
એકતા કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં
સંજય લીલા ભણસાળી ગોવિંદા સાથે સમાધાન કરવાના મૂડમાં નથી
શાહરૃખ ખાનની સુપરહીરો ફિલ્મનાં એક્શન દ્રશ્યોનું થ્રીડીમાં રૃપાંતર થશે
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

કેમ્પસ વગર ચાર ભીંત વચ્ચે ભીંસાતું શિક્ષણ
IIT‌ હોય કે AIEEE... સર્વત્ર ખુશ્બુ ગુજરાત કી
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved