Last Update : 11-June-2011, Saturday
 

સત્તા સામે જંગ

ભ્રષ્ટાચાર સામે આમરણ ઉપવાસ પર ઉતરેલા બાબા રામદેવની તબિયત લથડતાં તેમને દહેરાદૂનની હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડાયા છે. બાબા રામદેવે છેલ્લા એક અઠવાડિયાથી સમાચારોનો તખતો આંચકી લીધો છે. વિદેશમાં પડેલું ભારતીય નાણું પાછા લાવવાની ઝુંબેશને દેશભરમાંથી ટેકો મળ્યો હતો પરંતુ થોડી આયોજન વિનાની અને થોડી ઉતાવળી લડાઈ બાબાને ભારે પડી હતી. શુક્રવારે શ્રી શ્રી રવિશંકરે બાબાને ઉપવાસ છોડવાની અપીલ કર્યા બાદ દહેરાદુન દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો, શુક્રવારે સવાર સુધીમાં બાબા રામદેવની તબિયત નાજુક બની ગઈ હતી. તેમને આઈસીયુમાં દાખલ કરવા સુધીની ભલામણ હતી. એક માણસ એકલા હાથે કેટલું ખેંચે ?! બાબા રામદેવે ભ્રષ્ટાચાર સાથે જંડ છેડ્યો હતો. સવાર-સાંજ યોગવિદ્યા શીખવાડતો-હસમુખો આ માણસ રાજકારણના ચક્કરમાં પડ્યો અને ચકરાવે ચઢી ગયો. પોલીસની લાઠી ખાધી, મહિલાનો ડ્રેસ પહેરવો પડ્યો, મંડપ છોડીને નાસવું પડ્યું. વગેરે અનેક અપમાનો સહન કરવાની સાથે સાથે દિગ્વિજયસંિહ જેવાઓએ તો તેમને ઠગ પણ કહી દીઘું. ૪૬ વર્ષના યોગગુરૂ હકીકતે રાજકીય જંગલમાં અટવાઈ ગયા હતા. સત્તા સામે બાથ ભીડવાનું પરિણામ બાબા ભોગવી રહ્યા છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ કેન્દ્ર સરકાર રાજકીય જમાનાની ખાધેલી-પીધેલી સરકાર છે. યુપીએ કેન્દ્ર સરકારે પહાડ જેવી સમસ્યાઓને ઓગાળી નાખી છે. લાલજાજમ બીછાવીને, લાલચુ બોલ નાખીને પહેલાં બાબાને રમાડ્યા અને બીજા દિવસે દંડાવાળી કરી હતી. લાલચુ બોલને બાબા જીત સમજી બેઠા હતા. પછી શું થયું એ તો આખા વિશ્વએ ટીવી પર જોયું હતું. બાબાએ સ્જેટ પરથી મારેલો હનુમાન કૂદકો વિપક્ષો માટે મદદરૂપ થઈ પડશે. જોકે યુપીએ સરકારને આ કડક પગલાંનો જવાબ આપવો ભારે થઈ પડશે. અહીં પ્રજાની શોર્ટ મેમરીનો લાભ પણ ઉઠાવાશે. એટલી બધી સીફતાઈપૂર્વક આંદોલન કચડી નાખવામાં આવ્યું છે કે બાબા રામદેવ પણ ભોંઠા પડી ગયા હતા. સરકારની નજરે આ બ્લેક મેઈલીંગનો પ્રયાસ હતો તો રામદેવની નજરે આ બ્લેકમની કઢાવવાનો પ્રયાસ હતો. બાબા રામદેવની તબિયત શુક્રવારે સવારથી જ લથડતાં બધાંને ચંિતા થઈ હતી. સત્તાધારી પક્ષ અને બાબા પર હુમલો કરનાર પોલીસદળોની ઉંઘ હરામ થઈ ગઈ હતી. બાબા રામદેવ છેક છેલ્લે સુધી ઉપવાસ ચાલુ રાખવા મક્કમ હતા પરંતુ સ્થાનિક સત્તાવાળાઓએ તેમની નારાજગી વચ્ચે ઉપવાસ તોડાવ્યા હતા. બાબા રામદેવ મેચ્યોર્ડ રાજકારણી નહોતા એટલે તેમના ૧૧ હજાર સૈનિકો ઉભા કરવા વાળી વાત કે સંપત્તિ જાહેર કરવાની વાત બુમરેંગ સમાન સાબિત થઈ હતી. બાબાએ રામદેવ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ અભિયાનમાં અન્ય મુદ્દાઓ જોડીને વઘુ ગુંચવાડા ઉભા કર્યા હતા. બાબાનું નેતૃત્વ પ્રશંસનીય હતું પરંતુ ખરા સમયે મૌન રાખવું અને ખરા સમયે કઈ કૂકરી રમવી તેનું અજ્ઞાન છતું થઈ ગયું હતું. યુપીએ સરકાર ગાંજી જાય એવી નથી. વિપક્ષને મળતો લાભ જોઈને તેણે પણ સમયસર દંડો ઉગામીને દુશ્મનને ઉગતો જ ડામી દેવાવાળી ચાણક્ય નીતિનો ઉપયોગ કર્યો હતો. સત્તા આગળ બાબાએ શાણપણ બતાવવાની જરૂર હતી. ખરેખર; સત્તા સામે બાથ ભીડવી આસાન નથી. બાબા રામદેવનો હેતુ આખા દેશ માટે લાભદાયી હતો પરંતુ ખંધી સરકારે તેમને ચારે બાજુ ઘેરી લીધા હતા. વિવિધ આક્ષેપોના મારાનો સામનો રાજકારણી જ સહી શકે; કોઈ ભગવાધારી ના સહન કરી શકે. બાબા રામદેવના સ્વચ્છ અને સ્પષ્ટ આંદોલનનો ટેમ્પરરી અંત આવ્યો છે.

હુસૈનની વિદાય

નામાંકિત ચિત્રકાર એમ.એફ.હુસૈનનું ૯૨ વર્ષે થયેલું મૃત્યુ કલાજગત માટે આઘાતજનક છે. હુસૈન અંતે ભારતના નાગરિક નહોતા રહ્યા. તેમને ભારત છોડવું પડ્યું હતું. જે રીતે શ્રદ્ધાંજલિનો મારો ચાલે છે તે જોતાં એવું લાગે છે કે આટલા પ્રયાસો હુસૈનને પાછા ભારતમાં લાવવા થયા હોત તો જરૂર તેઓ સફળ થાત. હુસૈન સામે જ્યારે હંિદુ સંગઠનોએ લાલ આંખ કરી ત્યારે ગણ્યાં-ગાંઠ્યા લોકો પણ તેમની વહારે નહોતા આવ્યા. તે સમયના જુવાળને પારખીને સરકારે પણ હાથ અઘ્ધર કરી દીધા હતા. ઘણાંને કોન્ટ્રાવર્સી અર્થાત્‌ વિવાદમાં રહેવાનો શોખ હોય છે. પરંતુ લાંબાગાળે આ કોન્ટ્રાવર્સી તેમને ખાઈ જાય છે. એમ.એફ.હુસૈન ભારત પાછા ફરવા ઝુરતા રહ્યા હતા. અંતે તેમણે અન્ય દેશના નાગરિક બનવાની ઓફર સ્વીકારી હતી. ભારતની પરંપરાગત જીવનશૈલી અને રહેણીકરણી તેમજ ધાર્મિક ભાવનાઓને સમજવી ખુબ અઘરી હોય છે. ૧૯૭૫ સુધી એમ.એફ.હુસૈન સામે બઘું ઓ.કે. હતું પરંતુ ઇમરજન્સી વખતે તેમણે વડાપ્રધાન ઇન્દીરા ગાંધીને વાધ પર સવારી કરતા મા-દુર્ગા તરીકે ચિતર્યા હતા. ત્યારે કોઈ ધાર્મિક વિરોધ નહોતો થયો પણ રાજકીય રીતે વિરોધ થયો હતો. મા-દુર્ગાને ઇન્દિરા ગાંધીના રૂપમાં મુકી શકાય નહીં. પરંતુ ૧૯૯૦માં હંિદુત્વનો એવો સપાટો આવ્યો કે હંિદુઓના થતા અપમાન અંગે બાંયો ચઢાવનારા મેદાનમાં આવી ગયા હતા. ત્યાર પછી તો એમ.એફ.હુસૈને નગ્ન સરસ્વતી દોર્યા હતા. તે પેઈન્ટીંગ્સ સપાટી પર આવી ગયા હતા. જોતજોતામાં હુસૈન દુશ્મન બની ગયા હતા. પરિસ્થિતિ ભારત છોડવા સુધી આવી ગઈ હતી. સ્વતંત્રતાનો અતિરેક પ્રમાણભાન ભુલાવી દે છે. એમ.એફ.હુસૈન દરેકના દિલમાં વિવિધ રીતે વસે છે. બૌદ્ધિક વર્ગ માટે વિદાય વસમી છે. એમ.એફ.હુસૈન જેવા નામાંકિત ચિત્રકારને આખરી અંજલિ.

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved