Last Update : 11-June-2011, Saturday
 

ઑનર કિલીંગના પ્રશ્ને રાજ્યોનું ભેદી મૌન

- હરિયાણાએ કહ્યું છે કે આ સુધારાથી એક સમૃદ્ધ વોટબેંક ગુમાવવાની તૈયારી રાખવી પડશે

દિવસે દિવસે ઑનર કિલીંગના નામે પ્રેમી યુગલોની હત્યાના કિસ્સા વધતા જાય છે. કેટલાક કિસ્સામાં તો ગ્રામ પંચાયત સંબંધિત પ્રેમી યુગલની હત્યાનો આદેશ આપે ત્યારે વગદાર સ્થાનિક પોલિટિશિયન પણ હાજર હોય છે. પોતાની વોટબેંક સલામત રાખવા આ કહેવાતા નેતાજીઓ મોઢે ખંભાતી તાળું વાસીને બેસી રહે છે. આવી ઘટનાઓ સતત વધતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રની આકરી ટીકા કરી હતી. પરિણામે કેન્દ્ર સરકારે ગયા વરસે નાણાં પ્રધાન પ્રણવ મુખરજીના અઘ્યક્ષપદે ગુ્રપ ઑફ મિનિસ્ટર્સની નિમણૂક કરી હતી. ઑનર કિલીંગ રોકવા ઇન્ડિયન પીનલ કૉડ (ભારતીય ફોજદારી ધારો)માં જરૂરી ફેરફાર કરવો અનિવાર્ય બની રહ્યો હતો. હત્યાનો આદેશ આપનાર સંબંધિત ગ્રામ પંચાયત, હત્યાનો આદેશ અપાયો ત્યારે પંચાયતની બેઠકમાં હાજર હોય એ તમામ સભ્યો અને ખરેખર હત્યા કરનારા- આ બધાંને ઇન્ડિયન પીનલ કૉડની કઇ કલમ હેઠળ ઝડપી શકાય અને યોગ્ય સજા કરી શકાય એ માટે આ જીઓએમ (ગુ્રપ ઑફ મિનિસ્ટર્સ) નિર્ણય લઇને કેન્દ્રના ગૃહ અને કાયદા ખાતાને પોતાની ભલામણો આપવાનું હતું.

 

ફોજદારી ધારામાં સંબંધિત સુધારા કરવા અગાઉ જીઓએમએ તમામ રાજ્યોને આ અંગે પરિપત્ર મોકલ્યો હતો જેમાં સૂચિત સુધારાની દરખાસ્તની વિગતો મોકલીને રાજ્યોનાં સૂચનો માગ્યાં હતાં. લગભગ વરસ થવા આવ્યું. પરંતુ દસથી વઘુ રાજ્યોએ આ પ્રશ્ને મૌન સેવ્યું છે. ઘણાએ જવાબ આપવાની તસ્દી લીધી નથી. સૌથી વઘુ ઑનર કિલીંગ હરિયાણામાં નોંધાયાં છે. હરિયાણાએ ફોજદારી ધારામાં કરાનારા સુધારાનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ સુધારાથી એક સમૃદ્ધ વોટબેંક ગુમાવવાની તૈયારી રાખવી પડશે. સૈકાઓ જૂની ગ્રામ પંચાયત પ્રથા પર આ સુધારાથી હથોડો વીંઝાય છે. ખાપ સમાજ આ સુધારો કદી નહીં સ્વીકારે એ સમજી લેવાની ખાસ જરૂર છે. દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશે ફોજદારી ધારાને વઘુ કડક બનાવવાની ભલામણ કરી અને કેન્દ્રના સૂચિત સુધારાને પીઠબળ જાહેર કર્યું નવા સુધારાનો સાર કંઇક આ પ્રકારનો છેઃ પ્રેમી યુગલની હત્યાનો આદેશ આપનારી બેઠકમાં હાજર રહ્યા હોય એવા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને હત્યામાં સંડોવાયેલા બધાને મિનિમમ આજીવન કેદ અને મહત્તમ મોતની સજા કરવી. આ સૂચિત સુધારા સામે હરિયાણાને વાંધો છે. રસપ્રદ વાત એ છે કે પંજાબ આ પ્રશ્ને મૌન સેવે છે. હરિયાણા પછી સૌથી વઘુ ઑનર કિલીંગ આ ચાર

રાજ્યો નામે ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને પંજાબમાં થાય છે. બીજાં રાજ્યોમાં આવું બનતું હજુ સુધી જોવા-સાંભળવા મળ્યું નથી. નાણાં પ્રધાન પ્રણવ મુખરજીના અઘ્યક્ષપદે નવ સભ્યોનું ગુ્રપ પીનલ કૉડની કલમ નંબર ૩૦૦માં ઑનર કિલીંગનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને એને સજાપાત્ર ગુનો બનાવવા ઉત્સુક છે. અત્યાર અગાઉ ઑનર કિલીંગ સજાપાત્ર અપરાધ ગણાતો નહોતો, પરિણામે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો પાસે એની કોઇ વિગત ઉપલબ્ધ નહોતી. હવે એને સજા પાત્ર અપરાધ બનાવવામાં આવે તે પછી અને સંબંધિત પોલીસ સ્ટેશનો આવા ઑનર કિલીંગની વ્યવસ્થિત નોંધણી કરે, એ પછી કદાચ રેકોર્ડ મળે ખરો.

 

ફોજદારી ધારામાં આ સુધારો થાય અને સંસદનાં બંને ગૃહો એને બહાલ રાખીને રાષ્ટ્રપતિની સહી મેળવીને કાયદાનું સ્વરૂપ આપે તો હવે પછી ન્યાતિ-જાતિની પંચાયતો તથા ગ્રામ પંચાયતો વગેરેનો આ જોગવાઇમાં સમાવેશ થઇ જશે. જોકે આ આખીય કવાયત જે તે જ્ઞાતિ-જાતિના સાથ-સહકાર વિના શક્ય નહીં બને એ પણ હકીકત છે. ગૃહ ખાતાએ કરેલાં સૂચનો સ્વીકારીને કાયદા ખાતાએ હત્યાને લગતા કાયદામાં ઑનર કિલીંગનો સમાવેશ કરી લેવાની દિશામાં આગળ વધવાની સંમતિ આપી છે. બે યુવાન હૈયાં વચ્ચે પ્રેમ થાય અને બંને જણ પુખ્ત વયનાં હોવાથી પરસ્પર સંમતિથી લગ્ન કરે એ સામે પારિવારિક, ન્યાત-જાત કે અમુક-તમુક પ્રદેશની પ્રતિષ્ઠા શી રીતે જોખમાય ? એ સમજાય નહીં એવો અકળ કોયડો છે. પરંતુ છેલ્લાં પાંચ-સાત વર્ષથી ઑનર કિલીંગની ઘટનાઓ સતત વધતી રહી છે. કાયદો શિથિલ હોવાથી પોલીસ આવા લોકો સામે કોઇ પગલાં લઇ શકતી નહોતી. એટલે હવે કાયદામાં આ સુધારો અનિવાર્ય બન્યો છે. સામાન્ય રીતે જોઇએ તો મૌનને પણ સંમતિ માની લેવામાં આવે છે. એટલે જે રાજ્યોએ મૌન સેવ્યું છે એ રાજ્યો પણ કાયદામાં થઇ રહેલા સુધારામાં સંમત છે એમ માની લઇને આગળ વધવામાં કશંુ ખોટું નથી.

 

જો કે એ સાથે એક હકીકત નોંધવી જોઇએ કે લગભગ બધી જ્ઞાતિ-જાતિમાં હવે કન્યાઓ ઉચ્ચ કેળવણી મેળવતી અને ઊંચા ગુણ મેળવીને ઉત્તીર્ણ થતી જોવા મળે છે. બીજી બાજુ યુવાનો જીવનનાં બધાં ક્ષેત્રોમાં પાછળ પડી રહ્યાં છે. એટલે કન્યાઓ પોતાની જ્ઞાતિની બહાર નજર દોડાવે છે અને પોતાના જેવી તથા જેટલી શૈક્ષણિક યોગ્યતા ધરાવતા યુવક સાથે પરણવાનો નિર્ણય કરે છે. ઘણા કિસ્સામાં સાથે ભણતા યુવક-યુવતી વચ્ચે મનમેળ અને પ્રેમ થઇ જાય છે. એમની વિરુદ્ધ ચુકાદો આપનાર પંચાયતને કોર્ટે સજા કરવી જ જોઇએ.

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

c
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved