Last Update : 11-June-2011, Saturday
 
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?

- હું નોર્મલ હોત તો માત્ર હાઉસ વાઉફ બનીને રહી હોત. તેના બદલે આજે મારા જેવા બીજા લોકોની પીડા દૂર કરવાથી જે સંતોષ મળે છે તેને કારણે મને મારી પીડાનો પણ અનુભવ થતો નથી.
- ૨૫ વર્ષથી બંને કિડની ફેઇલ થયા પછી, એકાંતરે દિવસે ડાયાલિસિસ અને દર્દના સિતમમાંથી પસાર થયા પછી પણ ભરત નાટ્યમ વડે જરૂરિયાતમંદ દર્દીઓ માટે કામ કરતાં નિકિતા ઘિયા માંડે છે જંિદગીની જંિદાદીલીની વાત...

દુઃખ માણસને જંિદગીનું સાચું મૂલ્ય સમજાવે છે. હકારાત્મક અભિગમ એ આવી પડેલાં દુઃખનો સામનો કરવાનો એકમાત્ર ઉકેલ હોય છે. જો મારી બંને કિડની કામ કરતી બંધ ન થઈ ગઈ હોત તો આજે હું કદાચ રસોડામાં કામ કરતી ગૃહિણીથી વિશેષ કશું જ ન હોત. મારા પર આવી પડેલી આપત્તિએ જ મને જંિદગીનો સાચો અર્થ સમજાવ્યો અને અન્ય માટે જીવવાની ઝંખના ઊભી કરી.

 

આ શબ્દો છે ભરત નાટ્યમ નૃત્યાંગના નિકિતા ઘિયાના. આજના ટ્રેન્ડ પ્રમાણે લોકો પોતાની સફળતાના ૨૫ વર્ષનું સેલિબ્રેશન કરતા હોય છે ત્યારે અમદાવાદની નિકિતા ગિયાએ પોતાની કિડનીઓ ફેલ થયાના ૨૫ વર્ષ નિમિત્તે સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું છે. દારૂણ પીડા, થકાન અને સંઘર્ષના પચ્ચીશ વર્ષ તેઓ સસ્મિત ચહેરે અને પ્રેરણાત્મક રીતે ઊજવી શકે છે તેનું કારણ એ છે કે સાધારણ લોકો જે હાલતમાં મુશ્કેલી સામે હાંફીને શરણાગતિ સ્વીકારી લે ત્યારે નિકિતાબહેને સંપૂર્ણપણે હકારાત્મક અભિગમ સાથે માંદગીનો સામનો કર્યો છે, જંિદગીને સભર બનાવી છે અને અન્યને મદદરૂપ થયા છે.

 

પોતાની અનોખી અને પ્રેરણાત્મક જંિદગી વિશે તેઓ કહે છે કે, હું જ્યારે ૧૫ વર્ષની હતી ત્યારે જ મારી કિડની બરાબર રીતે કામ ન કરતી હોવાનું નિદાન થયું હતુંે. મારી માંદગીએ ગંભીર સ્વરૂપ પકડ્યું ત્યાં સુધીમાં મેં ભરત નાટ્યમ શીખી લીઘું હતું, અને આર્ટના માઘ્યમથી આગળ વધવાનું નક્કી કર્યું હતું. તે સમય દરમિયાન દિવસમાં ત્રણ વખત ડાયાલિસિસ પણ કરવું પડતું હતું. આ પરિસ્થિતિ વખતે મમ્મી તરફથી સતત પ્રેમ અને હૂંફની સાથે હંિમત મળથાં મેં એચ. એલ. કોલેજમાંથી ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કરી લીધં હતું. બંને કિડની ફેલ થયા પછી સામાન્ય માણસની સ્થિતિ શું થઇ શકે છે તેની મને ચંિતા થવા લાગી. ત્યારે ૧૯૯૭માં જ મેં કિડની ફેલ્યોર પેશન્ટ માટે આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું. આજ દિન સુધીમાં શારીરિક પીડાની સાથે સાથે આર્થિક પીડા અનુભવતાં પેશન્ટને મદદ કરવાથી મને મારા દુ-ખનો વિચાર જ આવતો નથી.

 

કિડની ફેલ થયાને ૨૫ વર્ષ નિમિત્તે નિકિતા ઘિયા રવિવારે સવારે પ્રકાશ હાઇસ્કૂલના એડિટોરિયમમાં પોતાના આ એક્સપિરિયન્સ શેર કરશે. સાથે સાથે કિડની ફેલ્યોર પેશન્ટને લાઇફમાં કેવા એટિટ્યૂડ સાથે આગળ વધવું તે અંગે પણ જાણકારી આપશે. સ્વયં ખુશ રહો અને બીજાને પણ ખુશ કરો તેવા જીવનમંત્ર સાથે કામ કરતાં નિકિતા ઘિયા કહે છે, જ્યારે મને ખબર પડી કે મારી બંને કિડની ફેલ છે ત્યારે જ મેં પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તે શીખી લીઘું હતું. શારીરિક પીડા સતાવે ત્યારે દુઃખ થાય, ક્યારેક ઘુ્રસકે ઘુ્રસકે રડી પડીએ પણ અંતે તો પરિસ્થિતિનો સ્વીકાર કર્યા વગર છૂટકો જ નથી. હા હું એટલું તો ચોક્કસ કહીશ કે હું નોર્મલ હોત તો માત્ર હાઉસ વાઉફ બનીને રહી હોત. તેના બદલે આજે અન્યની પીડા દૂર કરવાથી જે સંતોષ મળે છે તેને કારણે મને મારી પીડાનો અનુભવ થતો નથી.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved