Last Update : 11-June-2011, Saturday
 
માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ

- ધો. ૧૨માં સારા માર્કસ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને કોલેજનું એડમિશન ફોર્મ ભરતાં આવડતું નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ પાસે ફોર્મ ભરાવે છે, અને કોલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની પણ લાંબી લાઇનો જોવા મળે છે.

સ્કૂલનું શિક્ષણ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓના મનમાં કેટલાય પ્રકારની મૂંઝવણોે હોય છે. પ્રથમ તો કોલેજ એડમિશનના ફોર્મ ભરવાની વિમાસણ હોય છે. મોટા ભાગના બાળકોને તેમના વાલીઓ ફોર્મ ભરી આપતા હોય છે. ધો. ૧૨ સુધી શિક્ષણ મેળવતા સારા માર્ક્સ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓને પણ ફોર્મ ભરતા આડવતંુ નથી. ફોર્મ ભરતી વખતે તેમનામાં આત્મવિશ્વાસની કમી હોય છે. કજાત કોઇ ભૂલ થઇ જશે તો ફોર્મ રિજેક્ટ થઇ જશે, અને એડમિશન નહી મળે. આ પ્રકારના ડરના કારણે બાળકો પોતાના વાલીઓ પાસે ફોર્મ ભરાવતા હોય છે, અને કોલેજોમાં વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓની મોટી લાઇનો જોવા મળે છે. વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાન સિવાય બેજિક માહિતી હોતી નથી. ધો. ૧થી લઇને ધો. ૧૨ સુધી વિદ્યાર્થીઓને ક્યારેય એડમિશન ફોર્મ ભરવાનું આવતું નથી. તેથી કોલેજમાં એડમિશન ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓ અચકાય છે.

 

આ અંગે જશુભાઇ પટેલ (નામ બદલ્યું છે) કહે છે કે, મારા બાળકે ક્યારેય એડમિશન ફોર્મ ભર્યું નથી. એક જ સ્કૂલમાં ધો. ૧૨ સુધી અભ્યાસ કર્યા હોવાથી તેને ક્યારેય ફોર્મ ભરવાની જરૂર પડી નથી, પરંતુ કોલેજના એડમિશન માટે પ્રથમ વાર જ તેને ફોર્મ ભરવાનું થયું. તેથી તે મુજવણ અનુભવતો હતો અને ફોર્મમાં ચેક- ચાક થાય તો ફોર્મ રિજેક્ટ થાય છે. અથવા ખોટી માહિતી ભરાઇ જાય તો એડમિશન ન મળે એવા નિયમોના કારણે બાળકમાં ડર રહે છે. તેથી બાળકનંુ વર્ષ ન બગડે એટલા માટે મારે ફોર્મ ભરવા માટે આવવું પડ્યું છે. શાળાઓમાં શિક્ષણની સાથે સાથે બાળકોને ભવિષ્યની માહિતી આપવી જોઇએ. તથા વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયા વિશે સમજણ કેળવાય તે માટેની વ્યવસ્થા હોવી જોઇએ. જેથી બાળકો કોઇ પણ પ્રકારના સંકોચ વગર એડમિશન ફોર્મ ભરી શકે.

 

આ અંગે શૈલશ પટલે (નામ બદલ્યું છે) કહે છે કે, ધો. ૧૨ સુધી ક્યારેય એડમિશન ફોર્મ ભરવાનું થયું નથી. તેથી એડમિશન ફોર્મ ભરવામાં ડર લાગે છે, અને જો ફોર્મ ભરતી વખતે ખોટી માહિતી ભરાઇ જાય તો એડમિશન રિજેક્ટ થઇ જાય છે, અને આખું વર્ષ બગડે છે. તેથી મે મારા પિતાને એડમિશન ફોર્મ ભરવા માટે આપ્યું છે. આ મારા એકલાની સમસ્યા નથી. ધો. ૧૨ પાસ કર્યા પછી તમામ વિદ્યાર્થીઓને એડમિશન ફોર્મ ભરવાની સમસ્યા હોય છે, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ કોલેજનું એડમિશન ફોર્મ પોતાના વાલીઓ પાસે ભરાવતા હોય છે. સ્કૂલોમાં ભવિષ્યના અભ્યાસની સિસ્ટમ વિશે માહિતી નથી અપાતી જેથી કોલેજમાં એડમિશન ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થાય છે, અને ફોર્મ ભરવા માટે વાલીઓનો સહારો લેવો પડે છે.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved