Last Update : 11-June-2011, Saturday
 

બે કરોડનો ટેક્સ બચાવવા સચિન એક્ટર બની ગયો

 

અમિતાભ બચ્ચને કેબીસીમાં આર્ટિસ્ટ તરીકે મેળવેલું ટેક્સ ડિડક્શન સચિન માટે હાથવગુ પુરવાર થયું
ક્રિકેટના સુપરસ્ટાર સચિન તેન્ડુલકરે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે હું એક એક્ટર છું, નહીં કે ક્રિકેટર. કારણઃ હું ટીવીની જાહેરાતો માટે મોડલિંગ કરું છું. ટીવી કમર્શિયલ્સમાં કામ કરીને મેળવેલી આવક પરનો રૃા. ૨ કરોડનો ટેક્સ બચાવવા તેન્ડુલકરે ઇન્કમ ટેક્સ ટ્રીબ્યુનલને કહ્યું હતું કે અભિનય, નહીં કે ક્રિકેટ, મારો વ્યવસાય છે. સચિન એક આર્ટિસ્ટ છે એનો ટ્રીબ્યુનલે એવી ભૂમિકાના આધારે સ્વીકાર કર્યો હતો કે 'ટીવી કમર્શિયલ્સમાં એણે પોતાની કુશળતા, કલ્પનાશક્તિ અને રચનાત્મકતાનો ઉપયોગ કરવો પડે છે.'
તેન્ડુલકરે ૨૦૦૧-૦૨ અને ૨૦૦૪-૦૫ દરમ્યાન ઇએસપીએન સ્ટાર સ્પોર્ટ્સ, પેપ્સીકો અને વિસા પાસેથી મેળવેલી રૃા. ૫,૯૨,૩૧,૨૧૧ની આવક પર રૃા. ૨,૦૮,૫૯,૭૦૭ જેટલો ઇન્કમ ટેક્સ નાખવામાં આવ્યો હતો. આ રકમ ચુકવી દેવાના કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ-અપીલ (સીઆઇટી-એ)ના આદેશને સચિને પડકાર્યો હતો. ૨૦ મેએ ટ્રીબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે તેન્ડુલકર મોડલિંગમાંથી થયેલી પોતાની આવક પર કપાત (ડિડક્શન)નો દાવો કરી શકે છે કારણ કે એ એક આર્ટિસ્ટ (કલાકાર) છે.
તેન્ડુલકરે ઇન્કમ ટેક્સ ધારાની કલમ ૮૦ આરઆર હેઠળ કરવેરામાં કપાત મેળવવા દાવો કર્યો હતો. આ કલમ એમ કહે છે કે કોઇ વ્યક્તિ નાટયલેખક, આર્ટિસ્ટ, સંગીતકાર, એક્ટર કેસ્પોર્ટ્સમેન (ખેલાડી) હોય અને પોતાના પ્રોફેશનમાંથી એને આવક થઈ હોય તો એ કરવેરામાં કપાત મેળવવા દાવો કરી શકે છે.
તેન્ડુલકરને જ્યારે એસેશિંગ ઓફિસરે એના પ્રોફેશનના સ્વરૃપ વિશે પૂછ્યું ત્યારે માસ્ટર બ્લાસ્ટરે એવી રજૂઆત કરી હતી કે 'હું એક લોકપ્રિય મોડલ છું અને વિવિધ કંપનીઓના ઉત્પાદનોને એન્ડોર્સ કરવા વિવિધ કમર્શિયલ્સમાં અભિનય કરું છું.' એણે વધુમાં એમ જણાવ્યું હતું કે 'એક્ટિંગ'માંથી મેં મેળવેલી આવક 'બિઝનેસ અને પ્રોફેશન'ની કમાણી તરીકે બતાવાઈ છે અને ક્રિકેટ રમવામાંથી થયેલી આવકને 'અન્ય સ્ત્રોતોમાંથી થયેલી કમાણી' તરીકે દર્શાવાઈ છે કારણ કે હું એક બિન-વ્યવસાયી ક્રિકેટર છું. ટેક્સમાં ડિડક્શન (કપાત)નો દાવો મેં મારા એક 'એક્ટર' તરીકેના પ્રોફેશનની રૃએ કર્યો છે એવો ખુલાસો તેન્ડુલકરે કર્યો હતો.
એસેસિંગ ઓફિસરે તેન્ડુલકરનો દાવો ફગાવી દઈ અંગ્રેજી શબ્દ 'પ્રોફેશનલ'નો અર્થ જાણવા ડિકશનરી ફેંદી નાખી હતી. 'એમ કહેવું ખરું છે કે ક્રિકેટ રમવું એની આજીવિકાનું સાધન છે અને એટલે જ એ એનું પ્રોફેશન છે' એવું નિરીક્ષણ કરી ઓફિસરે ઉમેર્યું હતું કે 'સચિન જો ક્રિકેટર ન હોય તો પછી ક્રિકેટર કોને કહેવાય?' તેમણે એવી નોંધ લીધી હતી કે તેન્ડુલકરને આ કંપનીઓને બહોળા સ્વરૃપની સેવાઓ આપવા બદલ વળતર મળ્યું હતું. આ કંપનીઓ સાથેના એગ્રીમેન્ટમાં જેનો ઉલ્લેખ છે એ વિવિધ પ્રવૃત્તિઓને એના એક્ટર હોવાના દાવા સાથે કોઈ સંબંધ નથી. એટલે એનો દાવો (ક્લેમ) વાજબી નથી ઠરતો એવા તારણ પર ઓફિસર આવ્યા હતા. તેન્ડુલકરનો આ કંપનીઓ સાથે નામ, ફોટો, ઓરિજિનલ અવાજ, વસ્ત્રો, જોડાં, ઉત્પાદનના પ્રવક્તા તરીકે કામ કરવાનો અને પર્સનલ તથા મિડિયા એપિયરન્સીસનો એગ્રીમેન્ટ છે.
'એ સાચું છે કે એડ ફિલ્મસમાં કામ કરતી વખતે તેન્ડુલકરે ચોક્કસ વસ્ત્રો પહેરવા પડે અને દિગ્દર્શકે સ્ક્રીપ્ટ પ્રમાણે આપેલી સૂચનાઓને અનુસરવું પડે. અલબત્ત, એને કારણે એ એક્ટર નથી બની જતો. એ જેટલી એડમાં દેખાય છે એ બધામાં એના ક્રિકેટર તરીકેના વ્યક્તિત્વને જ હાઇલાઇટ કરાય છે. અત્રે એ નોંધવું મહત્ત્વનું છે કે તેન્ડુલકરને પોતાની બ્રાન્ડ એન્ડોર્સ કરવા રોકતી કંપની એટલા માટે એનો મોડલ તરીકે ઉપયોગ કરે છે કે એ ક્રિકેટની જીવંત દંતકથા સચિન તેન્ડુલકર છે' એવી નોંધ ઓફિસરે કરી હતી.
તેન્ડુલકરે પોતાનો ક્લેમ નકારી કઢાયા બાદ એવી દલીલ રજૂ કરી હતી કે મને ઇન્કમ ટેક્સની કલમ ૮૦ આરઆર હેઠળ એક 'આર્ટિસ્ટ' ગણવામા ંઆવવો જોઈએ. જોકે સીઆઇટી-એ દ્વારા એ દલીલ સ્વીકારીઈ નહોતી. તેમણે એવો ચુકાદો આપ્યો હતો કે 'તેન્ડુલકર મુખ્યત્વે ક્રિકેટ રમવા સાથે જોડાયેલા છે અને તેઓ પ્રોફેશનલ છે કે નહીં એ વાત જવા દઈએ તો પણ એ હકીકતનો ઇન્કાર ન થઈ શકે કે એમનો વ્યવસાય ક્રિકેટ રમવાનો છે. તેન્ડુલકરને એમની એક એક્ટર તરીકેની પ્રવૃત્તિઓ અથવા તો એમના એક આર્ટિસ્ટ તરીકેના પરફોર્મન્સ બદલ નાણાં નથી ચૂકવાતા. એમની એક્ટિંગની ગુણવત્તા અને સ્વરૃપ કે એમના આર્ટિસ્ટ તરીકેના પરફોર્મન્સના આધારે એમને આજે મળે છે એવા કોન્ટ્રાક્ટ્સ અને નાણાં કદી મળત નહીં.'
તેન્ડુલકરે આ ચુકાદા વિરુદ્ધ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને કરવેરા કપાત (ટેક્સ ડિડક્શન)ની છૂટ આપતો ટ્રીબ્યુનલો અગાઉનો એક ચુકાદો સચિનના કેસમાં મદદરૃપ થયો હતો. ૨૦૦૪માં ટ્રીબ્યુનલે એવો ચુકાદો આપ્યો હતો કે ટીવી શો 'કૌન બનેગા કરોડપતિ (કેબીસી)'ના હોસ્ટ તરીકે બચ્ચનને થયેલી આવક કલમ ૮૦ આરઆર હેઠળ ટેક્સ ડિડક્શનને પાત્ર બને છે. કારણ કે એમણે શોમાં એક આર્ટિસ્ટ તરીકેની પોતાની આવડતનો ઉપયોગ કર્યો હતો.
સચિનની અપીલ પર ટ્રીબ્યુનલના જ્યુડિશિયલ મેમ્બર આશા વિજયરાઘવન અને એકાઉન્ટન્ટ મેમ્બર આર. કે. પાન્ડાએ એવો ચુકાદો આપ્યો કે 'એડવર્ટિઝમેન્ટ્સ અને ટીવી કમર્શિયલ્સમાં કામ કરતી વખતે તેન્ડુલકરે લાઇટ્સ અને કેમેરાનો સામનો કરવો પડે છે. એક મોડલ તરીકે એમણે માનવીય સંવેદના અને લાગણીઓને અસર કરે અને ઉત્પાદનની એસ્થેટિક વેલ્યુ ઊભી થાય એ રીતે પોતાના કામમાં કલ્પનાશીલતા, રચનાત્મકતા અને આવડતનું સંયોજન કરવું પડે છે. એક અતિ સફળ ક્રિકેટર હોવાના નાતે એક મોડલ તરીકે એમની બ્રાન્ડ વેલ્યુ વધી છે એમાં કોઈ શંકા નથી. પરંતુ છતાં એ હકીકત તો રહે જ છે કે એમણે પોતાની કુશળતા, રચનાત્મકતા અને કલ્પનાશીલતાનો ઉપયોગ કરવો પડયો હતો. દરેક ખેલાડી કેમેરા અને લાઇટ્સનો સામનો કરવા આટલી પ્રતિભા કે કુશળતા અથવા રચનાત્મકતા ધરાવતો નથી. એટલે તેન્ડુલકરને મોડલિંગમાંથી, ટીવી કમર્શિયલ્સમાં કામ કરીને અને બીજી આવી પ્રવૃત્તિઓમાંથી થયેલી આવકને એક આર્ટિસ્ટ તરીકેના પ્રોફેશનમાંથી મેળવેલી આવક ગણાવી શકાય.'
તેન્ડુલકરે સ્ટાફ વેલ્ફર એકસપેન્સીસ પેટે રૃા. ૫૭,૯૬૯ના બીજા ટેક્સ ટિડકશન માટે પણ ક્લેમ કર્યો હતો. એમાં એણે પોતાના સ્ટાફને ચા-નાસ્તો કરાવવા પાછળ કરેલો ખર્ચ, રૃા. ૫૦,૦૦૦નો મનોરંજન પાછળ થયેલો ખર્ચ અને કાર પાછળ થયેલો રૃા. ૧,૪૨,૮૨૪નો ખર્ચ સામેલ કર્યો હતો. અલબત્ત, ટ્રીબ્યુનલે સચિનના આ ક્લેમને એમ કહીને ફગાવી દીધો હતો કે એણે પોતાના અને પોતાના કુટુંબ માટે ફૂડ, ફોન અને કારનો ઉપયોગ કર્યો હતો. બેટિંગના તમામ રેકોર્ડ્સ પોતાના નામે કરનાર મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરે રૃા. બે કરોડનો ઇન્કમ ટેક્સ બચાવવા પોતાનું પ્રોફેશન બદલીને પણ એક નવો રેકોર્ડ કર્યો છે.


કાંતિલાલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved