Last Update : 11-June-2011, Saturday
 
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
આવા ફોનની નોંધ સ્ટેશન ડાયરીમાં લેવી કે નહીં તે પોલીસ અધિકારીની મુનસફી પર છોડતો નવો પરિપત્ર જારી કરવા વિચારણા
મુંબઇ, તા. ૧૦
મુંબઈ હાઇ કોર્ટે ઠપકો આપ્યો તેના એક દિવસ બાદ મહારાષ્ટ્ર સરકારે તપાસ હેઠળના કેસ સંદર્ભે રાજકારણીઓએ કરેલા ફોન કોલની નોંધ પોલીસ સ્ટેશનની ડાયરીમાં નહીં કરવાની સૂચના પોલીસ કર્મચારીઓને આપતા પોતાના વિવાદાસ્પદ પરિપત્રને ગુરુવારે પાછો ખેંચી લીધો હતો. રાજકારણીની સૂચનાનો ડાયરીમાં ઉલ્લેખ કરવો કે નહીં તે ફરજ પરના પોલીસ અધિકારીની મુનસફી પર છોડતો અન્ય એક પરિપત્ર જારી કરવા વિશે સરકાર વિચારી રહી છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ મેન્યુઅલ (માર્ગદર્શિકા)માં જણાવાયું છે કે તેને (રાજકારણીની સૂચનાની નોંધ લેવા વિશે) નિર્ણય પોલીસ અધિકારીએ કરવાનો રહેશે. ગૃહ પ્રધાન આર. આર. પાટીલે નવેસરનો પરિપત્ર જારી કરવા ફરીથી મુસદ્દો તૈયાર કરવાની સૂચના તેમના ખાતાને આપી છે.
આના એક દિવસ અગાઉ, ગૃહખાતાના ૨૦૧૦ની ૧૧મી નવેમ્બરના આ વિવાદાસ્પદ પરિપત્રને પડકારતી એક અરજીની સુનાવણી કરતા ન્યાયમૂર્તિઓ રંજના દેસાઈ અને આર. વી. મોરેની ડિવિઝન બેન્ચે આ પરિપત્ર દ્વારા આપવામાં આવેલા આદેશને વિચિત્ર ગણાવ્યો હતો.
અદાલતે જણાવ્યું હતું કે રાજકારણીઓએ તપાસકર્તા અધિકારીઓને ફોનકોલ કરવા જોઈએ નહીં. જો તેઓ ફોનકોલ કરતા હોય તો તે કોલની નોંધ સ્ટેશન ડાયરીમાં કરતાં કોઈ પણ પોલીસ અધિકારીને શા માટે અટકાવવા જોઈએ? અદાલતે પ્રશ્ન કરતાં ઉમેર્યું હતું કે ગૃહ ખાતું આ પરિપક્ષનો અમલ ચાલુ રાખશે તો અમે કેસની ગુણવત્તાને આધારે નિર્ણય કરીશું.
અદાલતે ૧૫મી જૂન સુધીમાં સરકારનો જવાબ માગ્યો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે પોતે આ પ્રકારની સૂચનાઓની વિરુદ્ધમાં છે એવી સ્પષ્ટતા હાઈ કોર્ટે કરી તે બાદ સરકારને આ પરિપત્ર પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી.
Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved