Last Update : 11-June-2011, Saturday
 
વિજળીની સમસ્યાથી સચીન ય્ૈંઘભમાં અડધા એકમો બંધ
વર્ષાઋતુના આગમન સાથે ઉદ્યોગ માટે પરેશાની શરૃ
વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે અન્ડરગ્રાઉન્ડ કેબલીંગની ઉદ્યોગકારોની માંગણી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
ટેક્ષટાઇલ સહિતના ઉદ્યોગકારો દર વર્ષે અચૂકપણે અનુભવવી પડતી વિજળીની સમસ્યાથી હવે છુટકારો ઇચ્છે છે. વાવાઝોડુ અને પ્રથમ વરસાદ પડે એટલે વિજળી પૂરવઠો ખોરવાઇ જાય છે. વિજળીની અનિયમિતતા અને પૂરવઠો ખોરવાઇ જવાની છાશવારની ઘટનાને કારણે ઉદ્યોગકારો સમસ્યાના ઉકેલ માટે અન્ડરગ્રાઉન્ડ કેબલીંગ ઇચ્છે છે.
ઉદ્યોગકારો કહે છે કે, દર વર્ષે એકની એક સમસ્યાનો અમારે સામનો કરવો પડે છે. વરસાદ આવે, વાવાઝોડું ફુંકાય અને વિજળી પૂરવઠો ખોરવાયો ન હોય તેવું કયારે બન્યું નથી. દર વર્ષે ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે, છતાં વીજ કંપનીના હોંશિયાર સાહેબોને આના કાયમી ઉકેલ માટે પગલાં લેવાનો કયારેય વિચાર નથી આવતો.
શહેરના સચીન જીઆઇડીસી અને આસપાસની ઔદ્યોગિક વસાહતોમાં છેલ્લાં પાંચ દિવસથી વિજળીની સમસ્યાને કારણે અડધોઅડધ એકમો બંધ છે, એમ વિવર મહેન્દ્ર પટેલ કહે છે. વાવાઝોડું અને વરસાદ આવ્યો અને સંખ્યાબંધ ફીડરો અને ટ્રાન્સફોર્મર ફેઇલ થયાં, સચીનના ઉદ્યોગકારોને આ સમસ્યા દર વર્ષે અનુભવવી પડે છે.
વાસ્તવમાં તો ઓવરહેડ વીજલાઇનો વર્ષો જૂની છે. મેઇન્ટેનન્સની કોઇ કામગીરી થતી નથી. જૂના કેબલો બદલવાની ખૂબ જરૃર છે. પણ વીજ કંપની પાસે સ્ટાફ અને મટીરીયલ્સ નથી પરિણામે પુનરાવર્તન થતું રહે છે. વિજળી પૂરવઠો વારંવાર ખોરવાતો હોવાથી ઉત્પાદનને ભારે ફટકો પડે છે. જો કે, વીજ કંપનીએ હવે આ સમસ્યાના ઉકેલ માટે ખૂબ ગંભીર બનવાની જરૃર છે.
સચીનના ઉદ્યોગકારો જેવી જ હાલત ઉધના અને તેની આસપાસની નાની-મોટી ઔદ્યોગિક વસાહતોમાં એકમો ધરાવતાં કારખાનેદારોની છે. ઉધનાની સિટી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તો વાવાઝોડાં, વરસાદ ઉપરાંત કારીગરોની બદમાશીને કારણે વીજ પૂરવઠો બબ્બે-ચચ્ચાર કલાક ખોરવાઇ જાય છે.
ઉદ્યોગકારો કહે છે કે, વિજળીની સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે વીજ કંપનીએ કાયમી જયાં સમસ્યા છે ત્યાં અન્ડરગ્રાઉન્ડ કેબલીંગ કરી દેવું જોઇએ. જો કે, દર મહિને વીજકંપનીને કરોડોની આવક અમે આપતા હોય અને તેની સરખામણીમાં સર્વિસ, ખાસ તો કવોલિટી પાવર મળતો ન હોય તો તેનો કોઇ અર્થ ખરો. અમો હવે અન્ડરગ્રાઉન્ડ કેબલીંગની સગવડ આપવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
શહેરના અમુક વિસ્તારોમાં જયાં ખાનગી કંપની દ્વારા વીજ પૂરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યાં કયારેય વીજ પૂરવઠો ખોટકાવાની ઘટના બની નથી. ખાનગી કંપનીના સમગ્ર વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ કેબલીંગ હોવાથી પૂરવઠામાં વિક્ષેપ ઉભો થતો નથી.
Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved