Last Update : 11-June-2011, Saturday
 
સેન્ટ્રલ ઝોનની સંકલન બેઠક ભાજપના કોર્પોરેટરે માથે લીધી
ભાજપના એક કોર્પોરેટર વિપક્ષની ભુમિકામાં
મેયર અને ચેરમેન ઉંઘે છે એવો આક્ષેપ થતા ભાજપના રાજમાં ભાજપના જ કામ થતા ન હોવાની ચર્ચા શરૃ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની બેઠકને ભાજપના જ એક કોર્પોરેટરે માથે લીધી હતી. ભાજપના જ કોર્પોરેટરે પોતાના કામો ન થતાંનો બળાપો કાઢી વિપક્ષની ભુમિકા ભજવતાં કોંગ્રેસે બેસીને તમાશો જોયો હતો. વિપક્ષની ભુમિકામાં આવી ગયેલા ભાજપના કોર્પોરેટરે તો મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ ધ્યાન આપતાં નથી અને ઉંઘતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે ૧૨૧ જેટલા પ્રશ્નો લઈ આવેલા આફ્રિકાવાલાને ૬૧માં પ્રશ્ને બેસાડી દેવામાં આવ્યા હતા. આફ્રિકાવાલાએ સમસ્યાનો ઢગલો કરી દેતાં ભાજપના રાજમાં ભાજપના કોર્પોરેટરોના કામ ન થતાં હોવાની ચર્ચા શરૃ થઈ ગઈ છે.
સુરત પાલિકાના વહિવટી તંત્ર તથા શાસકોમાં સંકલન થાય તે માટે દરેક ઝોનમાં સંકલન બેઠકનું આયોજન કરવામાં આવે છે. આજની સેન્ટ્રલ ઝોનની સંકલન બેઠક ભાજપના કોર્પોરેટર દિપક આફ્રિકાવાલએ માથે લીધી હતી. ભાજપના રાજમાં જ કામ ન થથાં હોવાની ૧૨૧ જેટલી ફરિયાદ તેઓ લઈને આવ્યા હતા. જેમાં ગ્રાન્ટનો ઉપયોગ ન થતો હોવાની ફરિયાદ તેમની મુખ્ય હતી. જોકે, પાલિકા કમિશ્નરે ગ્રાન્ટની ફાળવણીના નિયમોથી પર રજુઆત હોવાનું જણાવ્યું હતું.
સંકલન બેઠકમાં પોણા બે કલાક સુધી ૬૧ પ્રશ્નો રજુ કરી કોર્પોરેટરે આફ્રિકાવાલા બેઠકનો અડધો સમય લઈ લીધો હતો. આફ્રિકાવાલાએ મોટા ભાગના પ્રશ્નો રજુ કર્યા તેમાં ગ્રાન્ટના નિયમોથી પર ગ્રાન્ટ ફાળવવામાં પ્રશ્નો હતા. જેમાં હિન્દુ મિલન મંદિરમાં સોફા, ખુરશી, ટેબલ મુકાવવા, ખાનગી માલિકાની જગ્યામાં આવેલી ચાલીને પાલિકા હસ્તક લઈને તેમાં શૌચાલય બનાવી આપવા, સંસ્કૃત પાઠશાળામાં ગ્રંથોની જાળળણી માટે ગ્રાન્ટની ફાળવણી કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રમઝાન માસમાં ગેરકાયદે રસ્તા પર ભરાતા બજારને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી પાલિકાએ આવક ઉભી કરવી જોઈએ તેવી રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત હાલમાં જે બકરા બજાર ભરાય છે તેની જગ્યા પણ બદલવા માટે માગણી કરવામાં આવી હતી. પાલિકાની જગ્યા પર જ્યાં દબાણ થતાં હોય ત્યાં પે એન્ડ પાર્ક જાહેર કરવાની માગણી પણ તેઓએ કરી હતી.
પોણા બે કલાકની રજુઆતમાં પદાધિકારીઓ સામે પણ આફ્રિકાવાલાએ આક્ષેપ કર્યા હતા. એક તબક્કે તો તેઓએ એવું કહી દીધું હતું કે, મેયર અને ચેરમેન ધ્યાન આપતા નથી ઉંઘી રહ્યાં છે.
આ ઉપરાંત અન્ય કોર્પોરેટર અનિલ સોનાલિયાએ પાલિકા કર્મચારીઓ પર આક્ષેપ કર્યો હતો. તેઓએ ઉગ્ર રજુઆત કરતાં જણાવ્યું હતું કે, પાલિકા કર્મચારીઓ હરામનો પગાર લે છે કોઈ કામ કરતાં નથી તેથી લોકો અમારા ઘરે મોરચા લાવે છે.
પાલિકાની કામગીરી નબળી હોવાની રજુઆત ખુદ ભાજપના જ કોર્પોરેટરો આક્રોશ પુર્ણ રીતે કરી રહ્યાં છે. જેના કારણે ભાજપના રાજમાં અધિકારી પર ભાજપના શાસકોની પકડ ન હોવાથી તેઓના કોર્પોરેટરોના જ કામ ન થતાં હોવાની બુમ પાડી રહ્યાં હોવાની ચર્ચા શરૃ થઈ ગઈ છે.
Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved