Last Update : 11-June-2011, Saturday
 
મકાનમાં ડિમોલીશન થતાં ભીલ પ્રૌઢે કરેલું વિષપાન
 

રાજકોટ - રાજકોટ મહાપાલિકા સામાન્ય રીતે વ્યક્તિગત મકાનમાં વધારાના બાંધકામનું ડિમોલીશન કરતી નથી પણ ટી.પી.શાખાના જણાવ્યા મૂજબ મોટીટાંકી ચોકમાં શ્રીજી કૃપા નામના મકાનના બીજા માળનું નિયમવિરુધ્ધનુ બાંધકામ તોડી પડાતા મકાનધારકે એ ઝેરી દવા પી લેતા ચકચાર જાગી હતી.

પોલીસસૂત્રો અનુસાર સિવિલ હોસ્પિટલમાં સાંજે દાખલ થયેલા પંકજભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૪૮ રહે.ભીલવાસ)એ ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીધાનું જણાવતા આ અંગે પ્ર.નગર પોલીસને જાણ કરાઈ છે. પ્ર.નગર પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરાઈ હતી.

આજે સાંજે અચાનક મહાપાલિકાની ટી.પી.શાખાએ શહેરના સેંકડો નિયમવિરુદ્ધના બાંધકામો અને આખી ગેરકાયદે સૂચિત સોસાયટીઓમાંથી ઉપરોક્ત સ્થળે ડિમોલીશનનું બપોર પછી સાંજે અચાનક નક્કી કરીને એ.ટી.પી.કુંતેશ મહેતા સહિતનોસ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. ટી.પી.શાખાના સૂત્રો અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમમાળના આ મકાન પર બીજા માળનું બાંધકામ શરુ થતા તે સામે પડોશીઓએ તેમજ ભાડુતોએ વિરોધકર્યો હતો. ટી.પી.ઓ.રૃપાણીએ જણાવ્યુ કે આજે સવારે જ આ મકાન પાસે એક ફ્લેટમાં રહેતી મહિલાઓએ મહાપાલિકામાં આવીને રજૂઆત કરી હતી. જે અન્વયે ડિમોલીશન હાથ ધરાયું હતું.

ત્રણેક માસ પહેલા આ બાંધકામ અટકાવાયું હતું અને તે ફરીથી નહીં કરવા પંકજભાઈ રાઠોડને સૂચના અપાયાનું પણ આ સૂત્રોએ જણાવ્યુ છે છતાં પરી બાંધકામ શરુ થયું હતું.

બાંધકામ પર હથોડાના ઘા થવા લાગ્યા ત્યાં જ આ મકાનધારકે ત્યાં ઝેરી ટીકડીઓ ખાઈ લેતા બેભાન બની જતા ભારે દોડધામ મચી ગઈ હતી અને મ્યુનિ.વિજીલન્સ પોલીસ સહિતનો પોલીસસ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે વિજીલન્સ પી.આઈ.એ જણાવ્યા મૂજબ તેણે એવીલ નામક કેટલીક ગોળીઓ ખાઈ લીધી હતી.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved