Last Update : 11-June-2011, Saturday
 
પાટણથી મુંબઈ અને સૌરાષ્ટ્ર માટે નવી ટ્રેન ફાળવવા માંગ
૧લી જુલાઈથી થતા રેલ્વે ટાઈમ ટેબલના ફેરફારમાં કેટલીક ટ્રેનોની વિસંગતતા દૂર કરવા રજુઆત

પાટણ - પાટણ જીલ્લા અને શહેરની પ્રજાની રેલ્વેની માંગણીઓ આંશિક રીતે સંતોષાઈ છે. જેમાં પાટણથી અમદાવાદ ડેમુ ટ્રેન આપતા પાટણ પંથકની પ્રજાને રાહત થઈ છે. પરંતુ રેલ્વે ટાઈમ ટેબલમાં કેટલીક વિસંગતતાઓને કારણે પાટણની પ્રજા હજુ જોઈએ તેટલો ફાયદો રેલ્વેનો ઉઠાવી શકી નથી.

પાટણની પ્રજાને પાટણથી મુંબઈ ૧ ટ્રેન મળે તેવી તીવ્ર માગણી તેમજ સૌરાષ્ટ્ર તરફની એક ટ્રેન મળે તો પાટણની પ્રજા ભારતના વિવિધ રાજ્યો સાથે જોડાઈ જવામાં સહલીયત રહે. ફેબુ્રઆરી-૧૧માં રેલ્વે બજેટમાં પાટણને અમદાવાદની એક ટ્રેન ફાળવવામાં આવી છે અને આ ટ્રેન ને જુલાઈ માસમાં સમય સાથે મુકવામાં આવે તેવી માંગણી પ્રજામાં ઉઠવા પામી છે. આ બાબતે પાટણની પ્રજાએ એક જૂથ બની રેલ્વે સત્તાવાળાઓ સમક્ષ રજુઆત કરવી જોઈએ.

આ અંગે રેલ્વે પેસેન્જરો તરફથી મળેલ માહીતી અનુસાર રેલ્વે તંત્રમાં ૧ જુલાઈથી સમગ્ર રેલ્વેમાં ટાઈમ ટેબલમાં સુધારો આવતો હોય છે. ત્યારે પાટણને પણ નવા ટાઈમ ટેબલનો પુરતો લાભ મળે તેવા પ્રયાસો રેલ્વે સત્તાવાળાઓએ કરવા જોઈએ. પાટણથી અમદાવાદ ડેમુ ટ્રેન જે પ્રાયોગિક ધોરણે ચાલુ કરવામાં આવી હતી તે કાયમી ચાલુ રહેવી જોઈએ. કારણ કે ડેમુ ટ્રેનને પુરતો ટ્રાફીક મળી રહે છે અને આ ટ્રેન હાઉસફૂલ જાય છે. સાથે સાથે અમદાવાદ પહોંચવાનો ટાઈમ યોગ્ય છે અને અમદાવાદનું કામ પતાવીને સાંજે ૬-૩૦ વાગે અમદાવાદથી આ ડેમુ ટ્રેન પરત આવતી હોઈ પેસેન્જરો માટે સુલભ પડે છે.

એટલે આ ટ્રેન કાયમી ધોરણે ચાલુ રહેવી જોઈએ. આ ઉપરાંત રેલ્વે બજેટમાં પાટણને અમદાવાદની એક વધારાની ટ્રેન ફાળવવામાં આવી છે. તેને સત્વરે ચાલુ કરવી જોઈએ. સાથે સાથે સૌરાષ્ટ્ર તરફ એક પણ ટ્રેન પાટણને મળેલ નથી તો એક ટ્રેનનો રૃટ મર્જ કરી પાટણે ફાળવવી જોઈએ આ ઉપરાંત પાટણનો મુંબઈ સાથે સતત સંપર્ક હોય એક ટ્રેન મુંબઈ સુધી લંબાવવી જોઈએ. અત્યારે હાલના સમય પત્રક અનુસાર પાટણથી ૫-૪૫ વાગે ઉડતી ડેમુ ટ્રેન અમદાવાદ નવ વાગે પહોંચાડે છે ત્યારબાદ પાટણથી ૬-૫૫ વાગે ઉપડતી પાટણ મહેસાણા ટ્રેનનો સમય થોડો મોડો કરવાની જરૃર છે.

ત્યારબાદ છે કે બપોરે ૧૩-૫૦ વાગે અમદાવાદ જવા માટે એક ટ્રેન છે. આમ વચ્ચે છ કલાકના સમયમાં મહેસાણા-અમદાવાદ માટે એક પણ ટ્રેન નથી ત્યારબાદ પાંચ અને પાંચે બીજી ટ્રેન અને ત્યારપછી ૮-૨૦ ની છેલ્લી એક ટ્રેન છે આમ રેલ્વે ટાઈમમાં વિસંગતા હોઈ ટાઈમ ટેબલમાં સુધારાની ખાસ જરૃરીયાત છે. ત્યારે પાટણની પ્રજા પાટણના રાજકીય આગેવાનો, સામાજીક સંસ્થાઓએ પક્ષાપક્ષીથી પર બની એક સંયુક્ત મિટીંગ કરી પાટણને રેલ્વેનો મહત્તમ લાભ મળે તે માટે જનઆંદોલન કરવું જોઈએ.

આ ઉપરાંત મહેસાણાથી ઓખા જતી ટ્રેનને પાટણ લંબાવી સૌરાષ્ટ્રનો લાભ આપવો જોઈએ. આ ઉપરાંત અમદાવાદને બદલે મુંબઈ સુધી એક ટ્રેન દોડાવવી જોઈએ તેવી માંગણી ઉભી થઈ છે. ત્યારે પાટણના રેલ્વે પ્રશ્નોના નિરાકરણ માટે પાટણના અગ્રણીઓ આગળ આવશે કે પાટણીમાં બેસી જશે.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved