Last Update : 11-June-2011, Saturday
 
વાત્રકના કાંઠે આવેલા ખેડામાં પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માંગ
 

નડિયાદ - ખેડા પાસેથી પસાર થતી વાત્રક નદીના પૂરથી બચવા માટે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ કરવામાં આવી છેે. ભુતકાળમાં આવેલા પુર વખતે સંરક્ષણ દિવાલના અભાવે ભારે તબાહી સર્જીય હતી.ત્યાર બાદ આ અંગે સંબંધિત સતાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન ભરાતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.ખેડા શહેર ડુંગરભૂદરનો ટેકરો ઝારોલા ટેકરો હનુમાન ટેકરો, દલાલ ટેકરો, ખોડીયાર માતાનો ટેકરો રામવાડીનો ટેકરો જેવા નાના અનેક ટેકરાના સમુહ ધરાવતું ઊંચા ટેકરા ઉપર વસેલુ પ્રાચિન શહેર છે.

ખેડાનગરની ચૌતરફ નદી-નાણા અને વહેરા આવેલા છે. જ્યાં ચોમાસા દરમ્યાન વારવાંર આવતા પાણી ના પુરના સમયે શહેર ટાપુ જેવા બેટમાં ફેરવાઈ જાય છે. સૈકાઓ પહેલાં નગરને પાણી ના પુરથી તથા લુંટારાઓથી સુરક્ષિત રાખવા માટે શહેર ના ફરતે ઊંચો કોટ ચણવામાં આવ્યો હતો. રહીશો કોટ વિસ્તારની અંદર વસવાટ કરતા હતા. ચારે તરફ વહેતી નદી અને વહેરા જેવી ભૌગોલિક પરિસ્થિતિનો કારણે કોટ વિસ્તારમાં બહાર માનવ વસવાટ રહેઠાણનો વિકાસ થઈ શક્યો નહતો આજે દિન-પ્રતિદિન વધતી જતી જનસંખ્યાના કારણે શહેરની બહાર ફલઝોન વિસ્તારોમાં ના છુટકે અનેક પરિવારો મકાન બનાવીને રહે છે.

જેમને ચોમાસા દરમ્યાન પાણી ના પુર ના સમયે ભયંકર નુકસાન સાથે ભારે હાળમારી વેઠવી પડે છે. પરતું અનેક વર્ષોથી વાંરવાર આવતા પાણીના પ્રચંડ પુર કારણે ખેડા શહેરના નદી કીનારી વિસ્તારનું સતત ધોવાણ થતું રહયું છે. છેલ્લા કેટલાક વર્ષોાન પાણી ના પુરે શહેરના ભોઈવાડા, રબારીવાડ, વાવાવાળા ફળિયા સ્વામિનારાયણ મંદિર જેવા નદી કિનારે આવેલા માનવ વસવાટને ભરડામાં લઈ ધાબાબંધી મકાનો સહિત અનેક કાચા-પાકા મિકાનો નુકસાન પહોંચાડયું છે.

પ્રાચીન સમયે મોગલકામ તથા અંગ્રેજો ના સમયે બનાવેલી કોટ પુરના પાણીની જોરદાર થાપટ ખાઈને તણાય ગયો છે. જ્યારે કેટલાક ભાગ અસ્તિત્વ ના અંતિમ તબક્કામાં છે. ત્યારે શહેરના રહેઠાણનો ભાગ પુરના પાણીમાં કપાતો જાય છે. ભૌગોલીક પરિસ્થિતી જોતા શહેરના વિકાસ માટે અન્ય કોઈ વિકલ્પ કુદરતી રીતે નથી. ત્યારે સરકાર દ્વારા ખેડા શહેરના પુરપ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોને બચાવવા તાકીદે પુર સરક્ષણ દિવાલ બનાવવી જરૃરી છે.

છેલ્લા ઘણાં વર્ષોથી ખેડાનગર રહીશો ધ્વારા આબાબ વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે. તેમ છતાં આજદીન સુધી નગરજનો ની માંગણી પુરી થઈ નથી. ગત વર્ષોમાં પાણીના પુર ધ્વારા રબારીવાડ પાસે પ્રાચિન ઐતિહાસિક કોટ કિલ્લાનો ભાગ તથા કાંગરા તણા ગયા હતા સ્વામિનારાયણ મંદિરનો બગીચો લગભગ ત્રીસફુટ જેટલો નદીમાં તણાઈ ગયો હતો. ભોઈવાડા પણ પૂરના પાણીએ નુકસાન કર્યું છે.

તેવા સમયે ખેડાના પુરભડીતો સાથે અન્ય નાગરિકો, મહિલાઓ, બાળકોધ્વારા વાવાવાળા ફળીયાના મુકતજીવન સ્વામીબાપા પ્રાગટય ધામ મંદિરના સંત પૂ.મુનીશ્વરસ્વામીના સાંનિધ્યમાં ખેડા શહેર ના રાજ માર્ગો ઉપર હાથમાં બેનરો સાથે મૌનરેલી કાઢીન ખેડા પ્રાન્ત કચેરીમાં અનેક સહાઓ સાથે એક આવેદન પત્ર આપ્યું હતું પરતું આજ દીનસુધીઆ પ્રશ્ને લાગત વળગતા સત્તાવાળામાં ધ્વારા કોઈ કામગીરી હાથ ન ધરાતા નગરજનોમાં રોષ વ્યાપ્યો છે. આગામી દિવસો પુરના પાણી થી સ્થાનિક જાનમાલને નુકસાન થાય તે પહેલા પુર સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ પ્રબળ તેવી પરિસ્થિતી નિવારવા માટે અત્યારે તાકીદ બની છે.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved