Last Update : 11-June-2011, Saturday
 
આણંદ પાલિકાનાં વોર્ડ - ૪નાં રહિશો પ્રાથમિક સુવિધાથી વંચિત

 

આણંદ - આણંદ નગરપાલિકાના વોર્ડ નં.-૪ના રહીશો છેલ્લા ઘણાં વખતથી પાલિકા તંત્રની ઘોર ઉપેક્ષા અને લાપરવાહીના કારણે મળવાપાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યા છે. આજે પણ આ વોર્ડમાં આવેલ અસંખ્ય સોસાયટીઓમાં બેસુમાર ગંદકી, ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઈટો અને બિસ્માર રસ્તા જેવા અનેક સળગતા પ્રશ્નો યથાવત રહેવા પામ્યા છે.

સ્થાનિક કાઉન્સીલરો પણ પોતાના વોર્ડના પ્રજાલક્ષી કામો પ્રત્યે ઉદાસીનતા દાખવતા હોવાના કારણે ઘણાં પ્રશ્નો અધ્ધરતાલ લટકતા રહેવા પામ્યા છે. કુંભકર્ણની ઘોર નીંદ્રામાં પોઢી ગયેલ સ્થાનિક નગરસેવકો સહિત પાલિકા તંત્ર પણ તાકીદે આળસ ખંખેરી આ વિસ્તારના ખોરંભે પડેલા કામોનો યુધ્ધાના ધોરણે નિકાલ લાવે તેવી સ્થાનિક જાગૃત નાગરિકોની માંગણી છે.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ નગરપાલિકાના વોર્ડ નં.-૪માં આવેલ અમીના મંજિલ, નૂતનનગર, ઈસ્માઈલનગર, કોહિનુર સોસાયટી, યાદગાર સોસાયટી, જનતા સોસાયટી, શાલીમાર સોસાયટી સહિતની ઘણી બધી સોસાયટીઓમાં છેલ્લા ઘણાં વખતથી બેસુમાર ગંદકીની ઢગ ખડકાયા છે. સ્થાનિક રહીશોનું કહેવુ છે કે પાલિકા તંત્ર દ્વારા અમારી સોસાયટીઓમાં નિયમિત સફાઈ કામગીરી પણ કરવામાં આવતી નથી.

બેસુમાર ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ બેફામ બન્યો છે. આ સિવાય ઘણી જગ્યાએ ઠેર-ઠેર ગટરોના દૂષિત પાણી પણ ઉભરાઈને જાહેર માર્ગ ઉપર રેલાય છે. અત્રે વસવાટ કરતા રહીશોને ગટરોના ઉભરાતા દૂષિત પાણીના કારણે માથુ ફાટી જાય તેવી અસહ્ય દુર્ગંધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય ઘણી સોસાયટીઓમાં રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો પણ બંધ હાલતમાં જોવા મળે છે. સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં રહેતા રાત્રિના સુમારે ચોરી લૂંટ-ફાટ થવાનો ભય પણ સ્થાનિક લોકોને કોરી ખાઈ રહ્યો છે. છતાં પાલિકા તંત્ર દ્વારા બંધ સ્ટ્રીટ લાઈટોનું સમારકામ પણ કરાતુ નથી.

વધુમાં કેટલાક જાગૃત લોકોએ ભારે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે નિયમિત વેરો ઉઘરાવવામાં સુરી પાલિકા સુવિધા આપવામાં સાવ ઉણી ઉતરી છે. અનેક પ્રશ્નો ઘણાં વખતથી વણઉકેલાયેલા રહેવા પામ્યા છે. વોર્ડ નં.-૪ના ચૂંટાયેલા ત્રણ નગરસેવકો પણ પોતના જ વિસ્તારના વિકાસ કામો પ્રત્યે ઘોર ઉપેક્ષા દાખવી રહ્યા છે. એક રહીશે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે એક નગરસેવકને તો સટ્ટાબેટીંગમાં જ રસ હોવાના આક્ષેપ કર્યો છે. જ્યારે અન્ય એક નગરસેવક પોતાના ડીશ કનેક્શનના ધંધા જ રચ્યા-પચ્યા રહે છે.

જ્યારે એક મહિલા કાઉન્સીલરને તો પોતાના ઘરના કામ સિવાય વોર્ડના વિકાસ કામ કરવામાં પણ જરાય ફુરસદ મળતી નથી. આમ સ્થાનિક નગરસેવકોની ઘોર ઉપેક્ષા અને બેદરકારીના કારણે સ્થાનિક રહીશોને જબરદસ્ત હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વોર્ડના ખોરંભે પડેલા વિકાસ કામોને વેગવંતા બનાવવા માટે સ્થાનિક કાઉન્સીલરો તાકીદે આળસ ખંખેરે તે જરૃરી છે તેમ સ્થાનિક રહીશોએ અંતમાં જણાવ્યું હતું.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved