Last Update : 11-June-2011, Saturday
 
તાંદલજામાં ભડથુ થયેલી યુવકની લાશનો ભેદ ખૂલ્યો

રૃા.દસ હજાર માટે ગળુ દબાવી હત્યા કર્યા બાદ લાશ સળગાવી હતી

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
તાંદલજા કાળી તલાવડી વિસ્તારમાં યુવકની ગળુ દબાવીને હત્યા કરી લાશ સળગાવી દેવાના બનેલા કમકમાટીભર્યા બનાવમાં પોલીસે મરનાર યુવકને આશ્રય આપનાર અને તેના રૃા.૧૦ હજાર પડાવી લેનાર બે પિતરાઇ ભાઇ અને અન્ય બે સાગરિત મળી ચાર હત્યારાની ધરપકડ કરી છે. પોલીસે ચારેયની પૂછપરછ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
યુપીથી બોલાવી આશ્રય આપનાર બંને પિતરાઇ ભાઇઓ એજ ખૂની ખેલ ખેલ્યો ઃ ચારની ધરપકડ
તાંદલજા કાળી તલાવડી વિસ્તારમાં નશીબ નગર ખાતે રહેતાં મુળ યુપીના પ્રતાપગઢ જિલ્લાનાં વતની મહંમદ ઇબરાર ખાન પઠાણ ઉ.વ.૧૯ ની ખેતરમાંથી ભડથુ થઇ ગયેલી લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોસ્ટ મોટર્મ રિપોર્ટમાં મરનાર યુવકનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ભેદ ખૂલતાં જે.પી. રોડ પોલીસ મથકના પો.ઇ. એમ.જે. બડમલીયાએ કેટલાક શકમંદોની પૂછપરછ કરી વિગતો એકત્રિત કરી હતી.
પોલીસે તપાસ બાદ મરનાર યુવકને આશ્રય આપનાર તેના જ વતનના બે પિતરાઇ ભાઇઓ અને અન્ય બે સાગરિતો મળી ચારજણાની ધરપકડ કરી હતી.
પોલીસનાં જણાવ્યા પ્રમાણે મરનાર યુવક માનસિંક તનાવ અનુભવી રહ્યો હતો. તેના માતા-પિતા અને બ્હેનની પણ આવી જ સ્થિતિ હતી. તેના લગ્ન પણ થયા હતા અને પત્ની વતનમાં રહેતી હતી.
મજુરીકામ કરીને રૃપિયા ભેગા કરતા મરનાર મહંમદ ઇબરારખાન પાસે તેના માથે રહેતા પિતરાઇભાઇ મહંમદ માસુકખાન સોહરમખાન અને મહંમદ મનસુરખાન સોહરમ ખાને રૃા.૧૦ હજાર પડાવી લીધા હતા. તેણે યુપી ખાતે રહેતા માતા-પિતાને રકમ મોકલી આપવાની ખાતરી આપી હતી. પરંતુ રકમ મોકલતા ન હતા.
મરનાર યુવક રૃપિયાની વારંવાર ઉઘરાણી કરતો હતો. અને તેને કારણે બંને દુરના પિતરાઇ ભાઇઓ અકળાઇ ગયા હોઇ તેને પતાવી દેવાનું નક્કી કરી લીધુ હતુ.
બનાવને દિવસે મધરાત સુધી તેઓ બેઠા હતા અને કુદરતી હાજતે જવા માટે ખેતરમાં ગયા હતા. મરનાર યુવકે રૃપિયાની ઉઘરાણી કરતા તકરાર થઇ હતી. અને ચારેય જણો તેને માર માર્યો હતો. મરનારે પ્રતિકાર પણ કર્યો હતો. પરંતુ ગળુ દબાવીને તેને પતાવી દેવાયો હતો.
મરનાર યુવક ઘણીવાર કંટાળી જતા હવે જીવવું નથી. આપઘાત કરી લઇશ તેમ કહેતો હોઇ તેને સળગાવી દીધો હતો. અને બોટલ અને માચીસ પણ મુકી દીધા હતા.
જેપીરોડ પોલીસે હત્યારા બંને ભાઇઓ મહંમદ માસુકખાન અને મહંમદ મનસુરખાન બંને રહે. આતપુર, તા.પટ્ટી જિ. પ્રતાપગઢ, યુપી હાલ નસીબનગર, તાંદલજા તેમજ નસીમખાન હાસીમખાન પઠાણ, રહે. એકતા નગર, કાળી તલાવડી, તાંદલજા મુળ રહે. હોતપુર, પ્રતાપગઢ યુપી અને સહામ સમસાદખાન પઠાણ હાલ રહે. તાંદલજા મૂળ. રહે. અદ્દીપુર પ્રતાપગઢ યુપીની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ કરી હતી.

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved