Last Update : 11-June-2011, Saturday
 
જગન્નાથજીની રથયાત્રાને નિર્વિઘ્ને પસાર કરાવવા વહિવટી તંત્ર સાબદુ
 
 

ભાવનગર - ભાવનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે શ્રધ્ધા અને ઉમંગભેર નીકળશે. રથયાત્રા પૂર્વે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે રથયાત્રા મહોત્સવ કમિટિ તથા વહિવટી તંત્ર વચ્ચે પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં બંને પક્ષે પોતપોતાના સુચનો અને લાગણી વ્યક્ત કરી હતી. બેઠક સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

દેશની ત્રીજા નંબરની અને ગુજરાત રાજ્યની બીજા ક્રમાંકની બગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં છેલ્લા ૨૫ વર્ષથી દર વર્ષ અષાઢી બીજે નીકળે છે. આ વર્ષે પણ ૪ જુલાઈના રોજ સવારનાં ૮ વાગે ભગવાનેશ્વર મંદિર સુભાષનગરથી જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રા સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષપદે એક બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરના વડપણ હેઠળનો રેવન્યુ વિભાગ તથા સરકારના જુદા જુદા વિભાગોના વિભાગીય અધિકારીઓ મહાપાલિકાના અધિકારી, જિલ્લા પોલીસ વડા તથા રથયાત્રા સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

બેઠકમાં જિલ્લા કલેકટર ઝાલાવાડિયાએ રથયાત્રા ગત વર્ષની જેમ શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી રથયાત્રા નિયત સમયમાં શાંતિપૂર્વક રીતે પસાર થાય તે માટે ગત વર્ષ રથયાત્રા સમિતિએ આપેલો સહકારને બિરદાવાયો હતો અને સૌને માથે બરફની પાટ રાખી કામ લેવા અપીલ કરી હતી.

રથયાત્રાના રૃટ પર દરેક સ્થળે ભાવિકો શાંતિથી ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે અને ભક્તોની આસ્થા જગન્નાથજી ઉપર જળવાય રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી. કલેક્ટરે વીજ કંપની, મહાપાલિકા, પી.ડબલ્યુ.ડી., વન વિભાગ, સર ટી. હોસ્પિટલ વગેરે ખાતાને પોતાના ફાળે આવતી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી અને ભાવનગરની રથયાત્રા કોમી એક્તા તથા ગરિમાની સરાહના કરી સૌ અધિકારીઓને ફરજને કેન્દ્ર સ્થાને રાખીને નહિ પરંતુ ભાવનાત્મક રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાએ પણ ચૂસ્ત બંદોબસ્ત અને સહકારની ખાત્રી આપી હતી.

રથયાત્રા મહોત્સવ કમિટિના પ્રમુખ હરૃભાઇ ગોંડલીયાએ રથયાત્રાના રૃટ પરનો શિવાજી સર્કલવાળા રસ્તાને ઝડપથી રિપેર કરવા, નિયત સમયે પાણીના ટેન્કર મોકલવા તથા વીજ વાયર ઉંચા કરવા લાઇટીંગ વધારવા અને સરદારનગર બેઠલા પુલ પાસે ડાયવર્ઝન ફાળવવા સૂચનો કર્યા હતા. જિલ્લા પોલીસ વડા સાથે બેઠક હવે પછી યોજાશે. આમ છતાં હરૃભાઇએ કહ્યું હતું કે, રથયાત્રા પોલીસે ચલાવવાની નથી. પરંતુ સમિતિએ ચલાવવાની હોય કોઇ જગ્યાએ વાહનવાળાને પોલીસ દ્વારા ઉતાવળ ન કરાવાય તેવી ભલામણ કરી હતી.

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved