Last Update : 11-June-2011, Saturday
 
અમેરિકાના પાકિસ્તાન તરફી વલણ અંગે વડાપ્રધાન વિરોધ કરે
આતંકવાદી રાણાને નિર્દોષ જાહેર કરવાની ઘટના અંગે
ગાંધીનગર, શુક્રવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ ઉપરના ૨૬/૧૧ની આતંકવાદી ઘટનામાં પકડાયેલા આતંકવાદી રાણાને અમેરિકાની શિકાગો ન્યાય અદાલતમાં કેસ ચલાવવા અને દોષમુક્ત કરવા પાછળ અતિ ગંભીર પેંતરો હોવાનો નિર્દેશ કર્યો છે. તેમણે વેધક સવાલો ઉઠાવ્યા છે કે મુંબઈની આતંકવાદી હિંસાના દોષિતોને અમેરિકાની અદાલત નિર્દોષ ઠરાવવાની હિંમત કઈ રીતે કરી શકે ? કયા આધાર ઉપર કોણે તપાસ કરીને ? આમાં કોની કઈ ભૂમિકા છે ?
૨૬/૧૧ની ઘટનામાં પાકિસ્તાનની સાજીશ પુરવાર થઈ ચૂકી છે ત્યારે પાક.ને છાવરવાનો અમેરિકી પેંતરો ઃ મુખ્યમંત્રી
મુંબઈમાં ૨૬/૧૧ની આતંકવાદી હિંસામાં પાકિસ્તાનની સાઝિશ તો પુરવાર થઈ ચૂકી છે અને છતાં આતંકવાદીઓને આશ્રય દેનારા પાકિસ્તાનને અમેરિકા છાવરી રહ્યું છે તે પણ જગજાહેર છે ત્યારે અમેરિકા અને પાકિસ્તાનની સાંઠગાંઠનો આ પેંતરો રચાયો છે એવો સ્પષ્ટ આક્ષેપ મુખ્યમંત્રીએ કર્યો છે.
મોદીએ ભારત સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, આપણા દેશના વડાપ્રધાનશ્રી તો અમેરિકાના મિત્ર ગણાય છે ત્યારે મુંબઈ આતંકવાદના દોષીને અમેરિકાની શિકાગો અદાલતમાં કેસ ચલાવીને મુક્ત કરવાની કાર્યવાહી અંગે તેઓએ દેશને જવાબ આપવો રહ્યો. ભારત સરકાર તત્કાળ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે તેવી માગ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમેરિકાનું પાકિસ્તાન તરફી જે વલણ છે તેની સામે કેન્દ્ર સરકારે અને વડાપ્રધાને વિરોધ કરવો જ રહ્યો. સમયની માંગ એ પણ છે કે, ભારત સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કરવો જ પડશે. અન્યથા ભારતમાં આતંક-હિંસા ગતિવિધિ કરનારા આતંકવાદીઓ એવી જ પેરવી કરશે કે તેમના કેસો અમેરિકાની અદાલતો ચલાવે અને અમાનુષી આતંકવાદી હિંસા આચર્યા પછી પણ નિર્દોષ છૂટી જાય. શું ભારત સરકાર આતંકવાદનો ભોગ બનેલા દેશના નિર્દોષ નાગરિકોને ન્યાયના અધિકારથી વંચિત રાખવા માગે છે ? આપણા દેશની ન્યાય પ્રણાલિ પર વિશ્વાસ નથી.
મુખ્યમંત્રીએ આક્રોશપૂર્વક એવા સવાલો પણ ઉઠાવ્યા છે કે, શું અમેરિકા તેના ૯/૧૧ના આતંકવાદી હુમલાના દોષિતોને ભારતની અદાલતમાં કેસ ચલાવવા પરવાનગી આપશે ? શું ભારતનું ન્યાયતંત્ર ૯/૧૧ના આતંકવાદી હુમલાની ઘટના અંગે કોઈ ફેંસલો આપી શકે ? સમગ્ર વિશ્વની ન્યાય પ્રણાલિ સમક્ષ આ ઘટનાએ ગંભીર પ્રશ્નો ખડા કર્યા છે.
એક બાજુ ભારત આતંકવાદીઓને પકડીન તેની સામે દેશની ન્યાયપ્રણાલિ અનુસાર ન્યાયિક કાર્યવાહી કરે છે ત્યારે ભારતમાં બનેલી આતંકવાદી હુમલાની ઘટનાના ભારતે જ પકડેલા આતંકવાદીઓને અમેરિકાની કોર્ટમાં કેસ ચલાવીને છોડી મૂકવામાં આવે તે ઘટના ભારત કઈ રીતે સાંખી લેશે ? આના પરિણામે તો સમગ્ર ન્યાયતંત્ર, આંતરરાષ્ટ્રીય સંબંધો સંદર્ભમાં પણ ગંભીર સંકટ પેદા થશે. મુખ્યમંત્રીએ ભારત સરકાર દેશની જનતા સમક્ષ આ સંદર્ભમાં સ્પષ્ટ વલણની પ્રતિક્રિયા તત્કાલ આપે એવી માંગણી કરી છે.

 

Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved