Last Update : 11-June-2011, Saturday
 

સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો

 

'સલમાન સિનિયર હોવાને કારણે તેની મદદ મળતી નથી, ઉપરાંત તે સેટ પર મશ્કરી પણ કરતો રહે છે'
મુંબઇ, તા.૧૦
અસિન થોટ્ટુમકલે તેની કારકિર્દી દરમિયાન સલમાન ખાન સાથે બે ફિલ્મ કરી છે. 'લંડન ડ્રીમ્ઝ' અને 'રેડી' ફિલ્મોમાં તેની સાથે કામ કર્યાં પછી અસિનને લાગે છે કે સલમાન ઇન્ડસ્ટ્રીમાં સિનિયર હોવાને કારણે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેની કોઇ મદદ મળતી નહોતી.
૨૫ વર્ષની અસિને મજાકના સૂરમાં જણાવ્યું હતું કે, ''મારે માટે કામ કરવાનું તેણે મુશ્કેલ બનાવી દીધું હતું. તે કેમેરો ચાલુ હોય કે બંધ હોય વારે ઘડીએ મારી ઠેકડી ઉડાવતો હતો. તેમજ જોક્સ મારતો હતો અને મારી સામે ચાળા કરતો હતો. આ કારણે મારાં માટે કામ કરવાનું મુશ્કેલ બની જતું હતું. ઘણી વાર હું એને ચૂપ રહેવાનું કહેતી હતી પરંતુ તે સાંભળતો જ નહોતો.''
૪૫ વર્ષના સલમાન સાથે પોતાની પડદા પરની કેમેસ્ટ્રી વિશે વાત કરતા આ અભિનેત્રીએ કહ્યું હતું કે, 'લંડન ડ્રીમ્ઝ'માં અમે અમારી શ્રેષ્ઠ કેમેસ્ટ્રી દેખાડવામાં નિષ્ફળ ગયા હતા. પરંતુ 'રેડી'માં અમે એનું સાટું વાળવાના પ્રયત્નો કર્યાં હતાં.''
ગયા શુક્રવારે રિલિઝ થયેલી આ ફિલ્મને ઘણું સારું ઓપનિંગ મળ્યું છે. પરંતુ ફિલ્મનું પ્રમોશનલ કામ શરૃ થયા પછી ફિલ્મના દિગ્દર્શક અનીસ બઝમીનો કોઇ અત્તોપત્તો નથી. આ પાછળ સલમાન ખાન સાથે સર્જનાત્મક મતભેદ થયો હોવાનું કારણ જવાબદાર હોવાનો ગણગણાટ છે. જો કે આ બાબતની સ્પષ્ટતા કરતા અસિને કહ્યું હતું કે, ''તેઓ ફિલ્મને તૈયાર કરવામાં વ્યસ્ત હોવાથી અમારી સાથે દેખાતા નહોતા.''
૨૦૦૮માં રિલિઝ થયેલી આ જ શિર્ષક પર બનેલી ફિલ્મની 'રેડી' હિંદી આવૃત્તિ છે. નવા વિષયો મળતા નહોવાથી રિમેક બનાવવાનો ટ્રેન્ડ શરૃ થયો છે એમ તને લાગે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા અસિને કહ્યું હતું કે, ''ઘણી વાર અદલા-બદલી થાય છે. માત્ર વિષયની જ નહીં પરંતુ ટેલન્ટની પણ થાય છે. મને લાગે છે કે ભારતીય દર્શકોનો મનમાં વસી જતી વાર્તાએ આમાં ભાગ ભજવ્યો છે. આપણા દેશમાં સારી વાર્તાનો વિપુલ જથ્થો છે તો પછી પશ્ચિમ પર નજર દોડાવવાની શું જરૃર છે? આ પછી અસિને સલમાન ખાનની ફિલ્મ 'રેડી'માં તેના પાત્ર સંજનાની લોકો નોંધ લે એવી આશા વ્યક્ત કરી હતી.
Share |
  More News
આઇઆઇપી વૃદ્ધિ ઘટતાં ખૈંૈં શેરોમાં વેચવાલ ઃ સેન્સેક્ષ ૧૧૬ પોઇન્ટ ઘટીને ૧૮૨૬૯ની સપાટીએ
ચાંદી રૃ.૩૧૫ વધી રૃ.૫૬૩૩૦ બોલાયા પછી મોડી સાંજે ફરી ઘટી રૃ.૫૬૧૦૦થી ૫૬૧૫૦ બોલાઈ
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૪,૧૨૭ કરોડનાં કામકાજ
એમસીએક્સ પર સીપીઓમાં રૃ.૩૧૭.૭૬ કરોડનાં રેકોર્ડ કામકાજઃ સોનામાં વધેલા અને ચાંદીમાં ઘટેલા વેપાર
મે ૨૦૧૧ દરમિયાન ફંડ ઇન્ડસ્ટ્રી પર રૃા.૪૮૮૦૦ કરોડનું રીડમ્પશન દબાણ
અમેરિકી કોર્ટના ફેંસલાની કસબના કેસ ઉપર કોઈ અસર નહી ઃ નિકમ
આદર્શ પ્લોટની માલિકી અંગે વારંવાર વલણ બદલતાં ડિફેન્સ એસ્ટેટ ઓફિસર
શું પોલીસ વી. આઇ. પી.ની સુરક્ષામાં જ તૈનાત છેઃ હાઇ કોર્ટનો આકરો સવાલ
રાજકારણીઓના ફોનની નોંધ નહીં કરવા પોલીસને આપેલો આદેશ સરકારે પાછો ખેંચ્યો
  More News
રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ એન્જેલા જોન્સને બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ મેળવી
સલમાન ખાન સાથે કામ કરવું એ સૌથી મુશ્કેલ હોવાનો અસિનનો દાવો
રાણી મુખર્જીએ એકતા કપૂર નિર્મિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ઠુકરાવી દીધી
સુભાષ ઘાઇની રિલિઝ થયેલી ફિલ્મ બોલીવૂડમાં વિક્રમ સ્થાપે એવી શક્યતા
નિર્માત્રી તરીકેની પ્રિટી ઝિન્ટાની પ્રથમ ફિલ્મનું દિગ્દર્શન પ્રેમ સોની કરશે
આજે ત્રીજી વન ડે ઃ ભારતનો શ્રેણી વિજય મેળવવાના નિર્ધાર
કોહલીને પ્રથમ બેટિંગ કરતાં વધુ મજા રન-ચેઝમાં આવે છે
ઇજાગ્રસ્ત ઝહીર-શ્રીસંત વિન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર
સ્ટેપાનીકને ત્રણ સેટના સંઘર્ષમાં હરાવીને નડાલ ક્વાર્ટર ફાઇનલમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

માર્કસ લાવવામાં અવ્વલ પણ ફોર્મ ભરવામાં ઢબ્બુ
પથ્થરની ભાષામાં લખાતી કલાની કવિતા
મુર્દા દિલ ક્યા ખાક જિયા કરતે હૈ?
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved