Last Update : 11-June-2011, Saturday
 

અઠવાડિક ભવિષ્ય તા. ૧૨-૬-૨૦૧૧ રવિવારથી તા. ૧૮-૬-૨૦૧૧ શનિવાર સુધી

મેષ (અ.લ.ઈ.)

આપે નોકરી ધંધાના કામ અંગે ચંિતા-વ્યસ્તતા-દોડધામમાં રહેવું પડે. પંરતુ મહત્ત્વની મુલાકાત ચર્ચાવિચારણામાં, નિર્ણયમાં સાવધાની રાખવી. વાહન શાંતિથી-ધીમેથી ચલાવવું. પૈસા પાકીટ, મોબાઈલનું ઘ્યાન રાખવું. વાહન પાર્ક કરવામાં સંભાળવું પડે. મિત્રવર્ગ-માતૃપક્ષથી ચંિતા જણાય. શેરોના-સોના-ચાંદી-અનાજના વેપાર ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. અજાણી વ્યક્તિ સાથેની વાતચીત, ખાવાપીવામાં, અજાણ્યે સ્થળે જવામાં સાવધાની રાખવી. તા. ૧૨ જુન રવિ ધર્મકાર્યથી, પરિવારથી ખર્ચ-ખરીદી થાય. ૧૩ સોમ બજારોની વધઘટમાં સંભાળવું. ૧૪ મંગળ નોકરી-ધંધાની મુલાકાત, યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી. ૧૫ બુધ તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧૬ ગુરુ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં. ૧૭ શુક્ર કામકાજમાં પ્રગતિ. ૧૮ શનિ રાહત જણાય.

 

વૃષભ (બ.વ.ઉ.)

નોકરી ધંધાના, પત્ની-સંતાનના પ્રશ્ને આપને માનસિક તણાવ-ચંિતા રહે. વાતવાતમાં વિવાદ થઈ જાય. પત્નીના આરોગ્ય કે સ્વભાવના કારણે ઘર, પરિવાર, નોકરી-ધંધાના કામમાં શાંતિ-રાહત જણાય નહીં. એકાગ્રતા રહે નહીં. એ.સી.ડી.ટી., ઝાડા, કમળાની અસર, કમર-મસ્તકમાં દર્દપીડાથી સંભાળવું. બહારનું ખાવાપીવામાં, હરવા ફરવામાં સાવધાની રાખવી. ધર્મકાર્ય થાય. ધાર્મિક કાર્યમાં જુના સંબંધો તાજા થાય, સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. તાંબાના-ઈલેક્ટ્રીક, રંગરસાયણ, કાચ-પત્થર, લાકડાના વેપાર-ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. તા. ૧૨ જુન રવિ વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. ૧૩ સોમ આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવો. ૧૪ મંગળ માનસિક પરિતાપ, ઉશ્કેરાટ રહે. ૧૫ બુધ શાંતિથી-ધીરજથી નોકરી ધંધાનું ઘર પરિવારનું કામ કરવું. ૧૬ ગુરુ તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ૧૭ શુક્ર નોકરી-ધંધામાં તેમજ પૈસાના કામમાં સાવધાની રાખવી. ૧૮ શનિ બપોર પછી રાહત થતી જાય.

 

મિથુન (ક.છ.ઘ.)

આપના આરોગ્યની કાળજી તેમજ નાણાંની સલામતી જરૂરી રહેશે. નાણાંકીય જવાબદારીવાળા કામમાં, કાનૂની કાર્યવાહીમાં તેમજ પોલીસ કે સરકારી-ખાતાકીય કામમાં, ઇન્કમટેક્ષ-સેલટેક્ષના કામમાં ચંિતા-મુશ્કેલી-મુંઝવણ અનુભવાય. શારીરિક-માનસિક અસ્વસ્થતા ચંિતા-ખર્ચ રહે. નોકરી ધંધાના એક ચંિતા-કામ ઉકેલાય ન ઉકેલાય એટલામાં અન્ય ચંિતા ઉપાધિ આવી જાય. અન્યના કારણે તમારું કામ વિલંબમાં પડે. આંખમાં-ખભામાં-હાડકામાં દર્દપીડા અનુભવાય. રસ્તામાં આવતા જતા કે બેંકમાં નાણાંની લેવડદેવડમાં, પૈસા-પાકીટ-મોબાઈલનું ઘ્યાન રાખવું. તા. ૧૨ જુન રવિ કામની વ્યસ્તતા રહે. ૧૩ સોમ શેરોના-બેંકના-નોકરી ધંધાના કામમાં સાવધાની રાખવી. ૧૪ મંગળ ઉતાવળીયો નિર્ણય કરવો નહીં. ૧૫ બુધ નોકરી-ધંધાના કામમાં શાંતિ-ધીરજ રાખવી. ૧૬ ગુરુ હળવાશ થતી જણાય. ૧૭ શુક્ર કામકાજમાં પ્રગતિ. ૧૮ શનિ શારીરિક-માનસિક પીડા-બેચેની રહે.

 

કર્ક (ડ.હ.)

આપની વાણી-વ્યવહાર-ગુસ્સાને સંયમમાં રાખવો જરૂરી રહેશે. નુકસાની-વિવાદ થાય નહીં તેની સાવધાની રાખવી. પિતાપુત્ર, ભાગીદાર-નોકરચાકરવર્ગ સાથે સામાન્ય વાતમાં મતભેદ-વિવાદ-ગુસ્સો થઈ જાય તેવું બને. સંતાનના વિદ્યા ભણતરના પ્રશ્ને ચંિતા રહે. કૌટુંબિક કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો. સમયસર પોતાની ગણત્રી ધારણા અપેક્ષા પ્રમાણેનું કામ થાય નહીં. નોકરી ધંધાના સંબંધ-વ્યવહારમાં ખર્ચ કરવો પડે. કોઈને મદદરૂપ થવું પડે, બહાર જવું પડે. આંખ-ખભામાં દર્દપીડાથી સંભાળવું. તા. ૧૨ જુન રવિ ઘર-પરિવાર-સંતાનના પ્રશ્ને હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે. ૧૩ સોમ નોકરી ધંધાના કામમાં ચંિતા રહે. ૧૪ મંગળ બજારોની વધઘટમાં વેપાર-ધંધામા સંભાળવું પડે. ૧૫ બુધ નુકસાન થાય. વિવાદ થાય તેવું કોઈ કામ કરવું નહીં. ૧૬ ગુરુ સાધારણ. ૧૭ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૧૮ શનિ અન્યના કામકાજ અંગે બહાર જવાનું થાય, ચર્ચા વિચારણા થાય.

 

સંિહ (મ.ટ.)

આપના કામમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. ધર્મકાર્ય થાય. પરંતુ પત્ની-સગાસંબંધી-મિત્રવર્ગથી-સંતાનથી ચંિતા-ખર્ચ અનુભવાય. નોકરી ધંધાના કામની વ્યસ્તતા-દોડધામ-ચંિતા રહે. પરંતુ ઘેર હોવ ત્યારે નોકરી ધંધાની અને નોકરી-ધંધાએ ગયેલા હોવ ત્યારે ઘરની ચંિતા-વિચારોમાં અટવાયેલા રહો. સરકારી, ખાતાકીય કામ અંગે, નોકરીના ઈન્ટરવ્યુ-મુલાકાત અંગે, ધંધાની મુલાકાત-ચર્ચા વિચારણા અંગે ચંિતીત રહો. હરો ફરો પરંતુ હૃદય-મનની વ્યગ્રતા રહે. બેંકનું કામ થાય. નાણાંકીય ખર્ચથી ચંિતા-મુંઝવણ રહે. તા. ૧૨ જુન રવિ કામકાજમાં પ્રગતિ-સફળતા. ૧૩ સોમ નોકરી ધંધાનું કામ થાય. ૧૪ મંગળ ચંિતા-ઉચાટ રહે. ૧૫ બુધ નોકરી-ધંધાના કામમાં ઉચાટ-બેચેની-કંટાળો જણાય. ૧૬ ગુરુ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૭ શુક્ર કામકાજમાં પ્રગતિ. ૧૮ શનિ સાનુકૂળતા રહે.

 

કન્યા (પ.ઠ.ણ.)

આપને નોકર-ચાકર, સહકાર્યકરવર્ગ, ઉપરીવર્ગ, ભાઈભાંડુ, ભાગીદારના કારણે ચંિતા રહે. નોકરી ધંધાના-ઘર-પરિવારના કામમાં કોઈપણ કારણસર રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. આક્ષેપ-અપયશ-વિવાદથી સંભાળવું પડે. શારીરિક-માનસિક અસ્વસ્થતાના કારણે નકારાત્મક વિચારોના કારણે કામમાં એકાગ્રતા-આનંદ-ઉત્સાહ જણાય નહીં. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. બેંકના કામકાજમાં સાવધાની રાખવી. કોઈ ચીજવસ્તુ પડી ન જાય કે ભૂલી ન જાવ તેનું ઘ્યાન રાખવું. આપે આ સપ્તાહ દરમ્યાન તન-મન-ધનથી-વાહનથી સંભાળવું જરૂરી રહેશે. વિવાદ-ચર્ચાથી દૂર રહેવું. શાંતિ રાખવી. તા. ૧૨ જુન રવિ કામકાજમાં સાનુકૂળતા, આનંદ. ૧૩ સોમ નોકરી ધંધાનું કામ થાય. ૧૪ મંગળ શાંતિ-રાહત જણાય નહીં. ૧૫ બુધ નોકરી ધંધાના કામમાં ચંિતા-કંટાળો જણાય. ૧૬ ગુરુ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં સંભાળવું. ૧૭ શુક્ર સગા સંબંધી-મિત્રવર્ગથી ચંિતા-ઉચાટ ઉદ્વેગ. ૧૮ શનિ ઉતાવળીયો કોઈ નિર્ણય કરવો નહીં.

 

તુલા (ર.ત.)

આપના માટે આગામી સમય આરોગ્યની બાબતમાં, સાંસારિક પ્રશ્નમાં, મિત્રવર્ગના પ્રશ્નમાં ચંિતા-વ્યથા-ઉપાધિ-ખર્ચનો રહે. આકસ્મિક બિમારી, જુની બિમારી શસ્ત્રક્રિયા કે લોહી વિકારને લગતાં દર્દપીડાથી, ફ્રેક્ચરથી, મચકોડથી નાની મોટી પીડા અનુભવાય. નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં, શેરોના-સોના-ચાંદી-તાંબાના-અનાજ-કરીયાણાના, કાપડના વેપાર ધંધામાં, સંભાળવું પડે. ભાગીદારીવાળા ધંધામાં શાંતિ જણાય નહીં. સાંસારીક જીવનમાં મતભેદ-વિવાદ-ઉશ્કેરાટના કારણે-બિમારીના કારણે શાંતિથી પોતાના રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો નહીં. ધર્મકાર્ય થાય. કોઈને મળવાનું થાય પરંતુ ફાલતુ વાતોમાં સમય-શ્રમનો વ્યય કરવો નહીં. તા. ૧૨ જુન રવિ માનસિક પરિતાપ રહે. ૧૩ સોમ ધીરજ-શાંતિ રાખવી. ૧૪ મંગળ નાણાંકીય પ્રશ્નમાં, આરોગ્યની બાબતમાં સંભાળવું. ૧૫ બુધ બેચેની-ઉદ્વેગ-કૌટુંબીક ચંિતા. ૧૬ ગુરુ શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૧૭ શુક્ર બહાર જવાનું થાય. વધારાનું કામ રહે. ૧૮ શનિ ચંિતા-ઉચાટ.

 

વૃશ્ચિક (ન.ય.)

આપને નોકરી ધંધાની, પુત્ર પૌત્રાદિકની-ઘર પરિવારની કામની ચંિતા-દોડધામ-ખર્ચ જણાય. ભાગીદારીવાળા ધંધામાં મતભેદ-વિવાદ સર્જાય. આગામી સમય શારીરિક અસ્વસ્થતાના કારણે રોજીંદા કામમાં રૂકાવટવાળો રહે. ઉપરી અધિકારી-સહકાર્યકર વર્ગ કે સરકારી ખાતાકીય તકલીફના કારણે નોકરી અંગે, નોકરીના કામ અંગે ચંિતા-મુંઝવણ અનુભવો. સ્થળ-સ્થાનની ફેરફારીવાળી નોકરી હોય તો ખટપટના કારણે કે અન્યને લાભ આપવાના કારણે તમારી બદલી થાય તેવું બને. નોકરી માટેનો ઇન્ટરવ્યુ આપવાનો હોય તો, નાણાંની લેવડ દેવડની ફસામણીથી સંભાળવું પડે. તા. ૧૨ રવિ અન્યના કારણે ખર્ચ-ચંિતા પરંતુ ધર્મકાર્ય થાય. ૧૩ સોમ નોકરી ધંધામાં સંભાળવું. ૧૪ મંગળ વિચારોની દ્વિધા-અસ્થિરતા રહે. ૧૫ બુધ માનસિક વ્યગ્રતા-ઉશ્કેરાટ ગુસ્સો-અશાંતિ. ૧૬ ગુરુ નોકરી ધંધામાં-સાંસારીક પ્રશ્નમાં ચંિતા-અશાંતિ. ૧૭ શુક્ર ચંિતા-વ્યથામાં રાહત. ૧૮ શનિ ઉતાવળ કર્યા વગર શાંતિથી કામકાજ કરવું.

 

ધન (ભ.ધ.ફ.ઢ.)

આપને એક દિવસ સાનુકૂળ રહે અને એક દિવસ ચંિતા-ખર્ચ-દોડધામનો રહે. ધર્મકાર્યથી આનંદ રહે. પત્ની-સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. જુના સંબંધો તાજા થાય. પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા રહે. ખર્ચ ખરીદી થાય. આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. નોકરી ધંધાના સરકારી-કાનૂની પ્રશ્નમાં આળસ-બેકાળજી રાખવામાં તમારી ચંિતા-દોડધામ વધી જાય. જેમને દેવાની પરિસ્થિતિ હોય, બેંક કે અન્ય ઉઘરાણી ચૂકવવાની હોય તેમણે ગાફેલ રહેવું નહી. તા. ૧૨ જુન રવિ ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય. ૧૩ સોમ નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા. ૧૪ મંગળ શેરોના-બજારોના કામમાં સાવધાની રાખવી. ૧૫ બુધ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૧૬ ગુરુ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૧૭ શુક્ર કામકાજમાં પ્રગતિ. ૧૮ શનિ આનંદ ઉત્સાહ રહે.

 

મકર (ખ.જ.)

પુત્ર પૌત્રાદિકના કામમાં, ઘર-પરિવારના કામમાં ધીરજ, શાંતિ રાખવી. કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. વધારાના ખર્ચના કારણે નાણાંકીય ચંિતા-મુંઝવણ અનુભવો પરંતુ તમારો વ્યવહાર સચવાઈ જાય. નોકરી, ધંધાના કામમાં રૂકાવટ-ચંિતા-અસ્થિરતા આવેલ હોય તે ધીરે ધીરે દૂર થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. નવું કામ મળવાથી તેમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધો મળે, આવક થાય. તેમ છતાં ધંધાના લોભમાં, કામની ઉતાવળમાં લાભ કરતાં નુકશાન વધે નહીં તેનું ઘ્યાન રાખવું. વાહનથી ખર્ચ, પરેશાની જણાય. સમયસર પોતાનું ધાર્યું કામ થાય નહીં. તા. ૧૨ જુન રવિ સંતાનના કામની વ્યસ્તતા રહે. ૧૩ સોમ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૪ મંગળ પુત્રપૌત્રાદિકના કામની ચંિતા. ૧૫ બુધ ઉતાવળમાં તકલીફ-ખર્ચ ચંિતા રહે. ૧૬ ગુરુ ચંિતા છતાં કામ થઈ શકે. ૧૭ શુક્ર બિનજરૂરી તકલીફ-ખર્ચ ચંિતા રહે. ૧૮ શનિ માનસિક પરિતાપ રહે.

 

કુંભ (ગ.શ.સ.ષ.)

આપ હરો ફરો કામકાજ કરો પરંતુ તમારા સગા-સંબંધી-મિત્રવર્ગથી, નોકરી ધંધાથી, ભાગીદારથી ચંિતા ઉચાટ-ઉદ્વેગમાં રહો. સામાન્ય કામ અંગે જીદ્દ-મુમત-અહમના ટકરાવમાં આપને નુકશાન થાય. વિવાદ થઈ જાય અને તમારું કામ વિલંબમાં પડે. બી.પી.ની વધઘટ, પત્ની-સંતાનની ચંિતા, પૈસાની, નોકરી ધંધાની ચંિતાના કારણે આપને રોજીંદા કે નવા કામમાં એકાગ્રતા, નિયમીતતા જળવાય નહીં. કામમાં, સમયમાં રૂકાવટ આવવાના કારણે સામી વ્યક્તિને વાયદા આપવા પડે જેનાથી તમારું હૃદય-મન વ્યાકુળ રહે. માતૃપક્ષ-પિતૃપક્ષની, મીલ્કતની-ધંધાની ચંિતા-મુંઝવણ-વિચારો ચાલ્યા કરે. તા. ૧૨ રવિ સોમ ધર્મકાર્ય થાય. બહાર જવાનું થાય. ૧૩ સોમ નોકરી ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૪ મંગળ ઉચાટ-ઉદ્વેગ રહે. ૧૫ બુધ નોકરી ધંધાના સંતાનના પ્રશ્નમાં ચંિતા. ૧૬ ગુરુ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. ૧૭ શુક્ર કામમાં પ્રગતિ. ૧૮ શનિ ચંિતા-ખર્ચ.

 

મીન (દ.ચ.ઝ.થ.)

આપ હરો ફરો, કામકાજ કરો પરંતુ ઘર પરિવાર, ભાઈભાંડુના પ્રશ્નમાં, નોકર ચાકર વર્ગના પ્રશ્નમાં ચંિતીત રહો. યાત્રા પ્રવાસમાં, ધર્મકાર્યમાં તેમજ રસ્તામાં આવતા જતા સંભાળવું પડે. દાંત, દાઢ, હાથ, હથેળીમાં, આંગળીમાં દર્દપીડાથી બેચેની રહે. રોજીંદા કામમાં તકલીફ અનુભવો. ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ઉઘરાણીના નાણાં આવવાથી, વધારાના ખર્ચમાં તમારું કામ અટકી પડે નહીં. મોસાળપક્ષ કે સાસરીપક્ષમાં વડીલવર્ગને બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. તા. ૧૨ રવિ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, બહાર જતા આવતા સંભાળવું. ૧૩ સોમ શારીરિક-માનસિક-તકલીફ, પીડા, ચંિતા. ૧૪ મંગળ ભાઈભાંડુ, નોકરચાકર, કારીગરવર્ગની ચંિતા. ૧૫ બુધ નોકરી ધંધાની મુલાકાતમાં સંભાળવું. ૧૬ ગુરુ ચંિતા-વ્યથા હળવી થાય. ૧૭ શુક્ર વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૧૮ શનિ કામકાજમાં પ્રગતિ-આનંદ.

[Top]
 
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved