Last Update : 9-June-2011, Thursday
 
બે પૈંડાની અમદાવાદી રીક્ષા!
 

અમદાવાદમાં બે પૈંડાની રીક્ષાઓ ચાલુ થવાની છે!
જી હા, હવે અમદાવાદ ્‌ટ્રાફિક પોલીસ મોટરસાઈકલ જેવાં ટુ-વ્હીલર વાહનોને રીક્ષા તરીકે ચલાવવાની પરમિટ આપવાની છે, જેથી એકલા પેસેન્જરો સાદી રીક્ષા કરતાં અડધા ભાવે જવું હોય ત્યાં જઈ શકે. (ઓફ કોર્સ, પાછલી સીટ પર બેસીને.)
બોલો, આવો આઈડિયા ‘અમદાવાદી’ પોલીસ કમિશનરને જ આવે ને! પણ બોસ, પછી થવાનું એવું કે...
***
રીક્ષા ડ્રાઈવરો હવે લેડિઝ પેસેન્જરોને ‘પહેલો’ પ્રેફરન્સ આપવાના!
***
અને લેડીઝ પેસેન્જરો બી રીક્ષાવાળો સલમાન જેવો દેખાય છે કે જ્હોની લિવર જેવો, એ જોઈને બેસવાનાં!
***
મોટે ભાગે તો એવું જ બનવાનું કે જુવાન સ્માર્ટ છોકરી હાથ ઊંચો કરીને સ્માઈલ આપીને ‘બે-પૈંડી’ રીક્ષાને ઊભી રાખશે અને પછી તરત એની મમ્મીને કહેશે ‘‘લે, બેસી જા!’’
***
અને હા, પાછલી સીટ પર બેસનાર ‘પેસેન્જરે’ હેલ્મેટ પહેરવી પડે એ કાયદાનું શું? બધાએ બીજા પેસેન્જરોની ‘એંઠી’ હેલ્મેટ પહેરવાની?
***
વળી, જે રીતે શટલિયાંમાં ત્રણને બદલે પાંચને બેસાડે છે એ રીતે આમાં બી ‘ટ્રિપલ’ સવારીઓ ચાલવાની ને! (‘‘બોસ, ચાર રસ્તે ધીમી કરું એટલે ઉતરી જવાનું હોં ને?’’)
***
કાકા બે-પૈંડી રીક્ષા ઊભી રાખીને પૂછશે ‘‘બિસ્ત્રા જેવો સામાન તો જોડે લેવાય ને?’’
રીક્ષાવાળો હા પાડે કે તરત કાકા કાકીને કહેશે ‘‘ચલ, કેરિયર પર બેસી જા!’’
***
એકચ્યુલી તો, મહિલા પેસેન્જરો માટે ‘મહિલા રીક્ષાવાળીઓ’ને લાયસન્સો આપવાં જોઈએ.
જોકે લોચો એ થાય કે પુરુષ રીક્ષાવાળો જો બાબા રામદેવની જેમ લેડીઝ પંજાબી પહેરીને નીકળી પડે તો? (એ તો મારો બેટો વારંવાર બ્રેક જ માર્યા કરે ને! ‘‘બરોબર પકડજો, બેન!’’)
***
એ બઘું તો ઠીક, પણ ગણત્રીબાજ અમદાવાદીઓ હવે ‘લિફ્‌ટ’ આપવાના ય પૈસા માગવાના! (‘‘આઈ જાવ બૉસ, શિવરંજની તૈણ રૂપિયામાં!’’)
- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved