Last Update : 9-June-2011, Thursday
 

ભ્રષ્ટાચાર સામેનો સાચો જંગ કોનો? બાબાનો કે અણ્ણાનો?

- અણ્ણા સાચા સમાજસેવક છે જ્યારે બાબા સાચા યોગશિક્ષક અને યોગના વેપારી છે
- ૧૩ કલાક નહીં ખાવાને ઉપવાસ કહેવાય કે એકાસણું?
- અણ્ણા ભોળા અને દંભી છે જ્યારે બાબા ચતુર અને વેપારી છે
- અણ્ણા મંદિરની ઘોલકીમાં પડ્યા રહે છે જ્યારે બાબા પાસે બિરલા અંબાણી જેવી સંપત્તિનું સામ્રાજ્ય છે
- અણ્ણાએ જંતરમંતરના ઓટલા ઉપર ઉપવાસ કરેલા જ્યારે બાબાએ રામલીલામાં જલસો ગોઠવ્યો

જોવાનું એ છે કે આપણા દેશની સામાન્ય પ્રજામાં ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ કેટલો રોષ અને તીખાશ વ્યાપેલા છે! દા.ત. ૧૯૭૪માં ગુજરાત અમદાવાદમાં નવનિર્માણનું આંદોલન થયું એની આગેવાની એક સાવ અજાણ્યા ભણતા વિદ્યાર્થીએ કરેલી અને જનતાનો એને જે પ્રચંડ પ્રતિસાદ મળેલો જેના કારણે ત્યારની ચીમનભાઇની સરકારને જવું પડેલું અને જેમાંથી પ્રેરણા લઇને જયપ્રકાશ નારાયણે દેશભરમાં નવનિર્માણનું આંદોલન કરેલું.

 

એ આંદોલન ચલાવનાર એક સાવ અજાણ્યો વિદ્યાર્થી જ હતો છતાં જનતા એની પાછળ ઊભી થઇ ગએલી જ્યારે માર્ચમાં ભ્રષ્ટાચાર વિરૂઘ્ધ ઉપવાસ પર ઉતરનાર અણ્ણા હજારે પ્રમાણમાં અજાણ્યા અને એકલા હતા જ્યારે હમણાં આંદોલન કર્યું એ બાબા રામદેવ લગભગ પાંચ વર્ષથી ટી.વી. પર છવાયેલા છે અને પોતાની ટી.વી. ચેનલો ચલાવે છે તથા આસામ મણિપુરથી માંડી કચ્છ સુધી અને કાશ્મીરથી માંડી પોંડીચેરી સુધીના ગામેગામમાં આયુર્વેદની દુકાનો ચલાવે છે.

 

એ હિસાબે અણ્ણા અને બાબા ઉત્તર-દક્ષિણ ઘૂ્રવ જ છે. છતાં બન્નેએ ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો હતો જનતા કશું જોયા જાણ્યા વિના એમની પાછળ ઊભી થઇ ગઇ. દા.ત. અણ્ણા હજારે સાવ ભોળા અને પ્રમાણિક છે જ્યારે બાબા રામદેવ ચાલાક, ચતુર, ગણતરીબાજ, શુઘ્ધ ધંધાદારી અને પૂરા તકવાદી છે. દા.ત. બાબાએ અગાઉ વિદેશી બેન્કોમાં પડેલા ભારતીયોના નાણા (કાળું નાણું) ભારતમાં લાવવાની વાત કરેલી પણ ભ્રષ્ટાચાર કે લોકપાલ વિષે તેઓ સાવ અજાણ હતા.

 

હા, એ ખરું કે તેઓ યોગ અને આયુર્વેદના જાણકાર અને ઝંડાધારી હતા પરંતુ કાળું નાણું, વિદેશી બેંકો, વગેરેનું જ્ઞાન એમના શિષ્ય બનેલા રાજકારણ, અર્થકારણ અને ઈતિહાસના મહાન જ્ઞાની સ્વ. રાજીવ શુકલના કારણે લાઘ્યું.

 

બાબા રામદેવે યોગનો વેપાર કરીને અબજો રૂપિયાની કમાણી કરીને આયુર્વેદની ફાર્મસી કરી અને ખર્વો રૂપિયાની કમાણી કરી.

 

બાબા રામદેવનું એક પણ કામ નિસ્વાર્થભાવે નથી હોતું. સ્વાર્થ અને ધંધો તેઓ પહેલાં જૂએ છે જ્યારે અણ્ણા હજારેએ નિસ્વાર્થપણે સેવાની ભાવનાથી જ જે કંઇ કર્યું એ કર્યું છે.

 

બન્ને એકલા જ છે અને અપરિણીત છે. અણ્ણા હજારેએ ભગવા વસ્ત્રો નથી પહેર્યા પણ એમનો ત્યાગ કોઇ પણ ભગવાધારીને શરમાવે તેવો છે.

 

એમની પાસે પોતાનું મકાન નથી પણ એમના રાલેગન ગાંવમાં આવેલા મંદિરનાં એક ભાગમાં આવેલી ઘોલકી જેવી કોટડીમાં તેઓ પડ્યા રહે છે. તેઓ લશ્કરમાં નોકરી કરતા હતા એટલે એમને મળેલા પેન્શનના ૬૮,૬૮૮ રૂપિયા બેન્કમાં એમના ખાતામાં છે. એ ઉપરાંત કોઇએ એમને જમીનનો એક ટુકડો આપેલો એ અને જમીનના બીજા બે ટુકડા ઉપરાંત ૦.૦૭ અને ૨.૦૦ હેકટર જમીન ખેતી માટે છે.

 

લશ્કરે એમને ભેટદાનમાં જમીન બીજી આપેલી એ એમણે ગામને દાનમાં આપી દીધેલી. બાબા રામદેવે દાન લીધા છે પણ દાનમાં કંઇ જ કદી આપ્યું નથી. સત્ય સાંઈબાબાની જેમ બાબા દવા વગેરે મફત આપી શક્યા હોત. એમણે કરોડો ભારતીયો અને વિદેશીઓને યોગ કરતા કરી દીધા છે પણ એમણે યોગનો વેપાર પણ કર્યો. જ્યારે હઝારેને પંિપયાનગરમાં ૦.૪૭ હેકટર જમીનનો ટુકડો દાનમાં મળેલો એ એમણે પાછો દાન કરી દીધો.

 

(૧) બાબા રામદેવને બ્રિટનના સ્કોટલેન્ડ નજદીક ૩૦૦ એકરનો લીટલ કમ્બરાઇ નામનો એક ટાપુ બાબા કહે છે તેમ કોઇ દંપતિએ ભેટમાં આપ્યો છે જેની કંિમત બાબાના કહેવા પ્રમાણે ૧૭,૦૦,૦૦,૦૦૦ રૂપિયા છે. (એ ટાપુની કંિમત અને ભેટની વાત શંકા ઉપજાવે એવા છે છતાં માનો કે શંકા ન રાખીએ તો પણ બાબા એ ટાપુને કોઇ હિન્દુ ધાર્મિક સંસ્થા કે મંદિર કે સ્વામિનારાયણ જેવા પંથને ભેટ આપી શક્યા હોત. તેઓ વિદેશોની બેન્કોમાં પડેલા ભારતીયોના નાણાને ભારત પાછા લાવીને ેએને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવાની માંગણી કરે છે તો તેઓ આ ‘‘ભેટ’’ને રાષ્ટ્રને ભેટ કેમ નથી આપતા?)

(૨) આ ઉપરાંત બાબા પાસે હરિદ્વારમાં ૧૦૦૦ એકર જમીન છે જેની કંિમત ૧૧,૧૫,૦૦,૦૦,૦૦૦ (૧૧ અબજ ૧૫ કરોડ) રૂપિયા છે એમ હમણાં રામલીલા મેદાનમાંથી એમને ભગાડ્યા પછી એમણે જાહેર કરેલું. સવાલ એ છે કે બાબા જો ત્યાગી સન્યાસી હોય, યોગી હોય તો આટલા રૂપિયા તેઓ લાવ્યા ક્યાંથી? જોકે તેઓ કહે છે કે.. એમની મહેનતના એ રૂપિયા છે.

(૩) એ ઉપરાંત બાબાએ હરિદ્વારમાં એક ‘‘ફુડપાર્ક’’માં (રહેવાૃ-જમવાની સગવડ-લોજીંગ બોર્ડંિગ) ૫,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું છે.

(૪) ઝારખંડમાં એક બીજો ‘‘ફુડપાર્ક’’ છે એમાં પણ એમણે ૪૦ ટકા ભાગીદારી રાખીને ૪૪,૦૦,૦૦,૦૦૦ રૂપિયા રોક્યા છે.

(૫) હરિદ્વારમાં બાબા રામદેવની વહાલી પતંજલી વિદ્યાપીઠ છે જેની કંિમત ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા છે.

(૬) હિમાચલ પ્રદેશમાં સોલાનમાં ૩૮ એકર જમીન છે જેની ખરેખર સાચી કંિમત ૯૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયા થાય છે પણ બાબા ૧૬,૦૦,૦૦૦ રૂપિયા જ કહે છે.

(૭) આયુર્વેદની દવાઓ વેચીને દર વર્ષે ઓછામાં ઓછા ૫૦,૦૦,૦૦,૦૦૦ની ચોખ્ખી આવક છે.

(૮) પુસ્તકો મેગેઝીન યોગની સીડી વગેરે વેચીને દર વર્ષે રૂપિયા ૨,૩૦,૦૦,૦૦૦ની આવક છે.

(૯) આપણા દેશમાં ઠેરઠેર યોગ શિબિરો કરીને ઓછામાં ઓછું રૂપિયા ૫૦,૦૦,૦૦,૦૦૦ની આવક છેલ્લા દસેક વર્ષથી કરે છે.

(૧૦) બાબા રામદેવ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ અને દિવ્ય યોગી મંદિર ટ્રસ્ટની વાર્ષિક આવક રૂપિયા ૧૧,૦૦,૦૦,૦૦,૦૦૦ છે.

 

દેશભરમાં એમના લગભગ ૧ અબજ જેયલા અનુયાયીઓ હોવાનો એમનો દાવો છે. એમણે યોગશિબિર માટે દિલ્લીના રામલીલા મેદાનમાં ૨ લાખ ૫૦ હજાર ચોરસફીટમાં પેંડાલ (તંબુ) ૂઊભો કરેલો જે ૫ જૂનના દિવસે સરકારના હુકમથી તોડી પડાયો.

 

એમાં ૫૦૦૦ પંખા અને કુલર લગાવેલા. ઉપરાંત ૫૦ બેડની આઈસીયુ હોસ્પીટલ પણ ઊભી કરેલી. ૩૦ ફીટ ઊંચો એ પેંડાલ કરવામાં આવેલો. ઠેરઠેર બાબા રામદેવના આદમકદના (લાઈફ સાઈઝ) ફોટોગ્રાફ મૂકવામાં આવેલા.

 

બાબા રામદેવના સત્યાગ્રહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લગભગ પાંચ લાખ લોકોને બોલાવવામાં આવેલા. આર.એસ.એસ.એ પણ પોતાના લાખો સ્વયંસેવકોને બાબાની પાછળ ઊભા થવાની સૂચના આપેલી એ વધારામાં!

 

બાબાના એક અનુયાયી રાજકોટના જીતેન્દ્રભાઇ જોષીએ પોતાની અદ્યતન સાઉન્ડ સીસ્ટમ સાથે વિશાળ (જાયન્ટ) સ્ક્રીન ગોઠવેલા. અમદાવાદમાં વાઈબ્રાન્ટ ગુજરાતના કાર્યક્રમ વખતે પણ એમણે જ બધી વ્યવસ્થા કરેલી.

 

ટેન્ટનું કાપડ અને પડદા વગેરે વોટરપ્રુફ હતા. મેની ૧૧થી જૂન ૧૦ સુધીનું જમીનનું ભાડું બાબાએ દિલ્લી મ્યુનિસિપાલિટીને રૂપિયા ૩ લાખ ૧૦ હજાર ચુકવ્યું હતું. જ્યારે એક મહિનાનું ભાડું ૨,૦૦,૦૦,૦૦૦ આપેલું.

 

ઉપવાસ કે સત્યાગ્રહ ૪ જૂનથી શરૂ થાય એ પહેલાં બાબાએ રૂપિયા ૧૮ કરોડ તો તૈયારીઓમાં વાપરી નાંખ્યા હતા. ૧,૦૦,૦૦૦ લીટર પાણી રાખવાની સગવડ પણ ઊભી કરવામાં આવેલી. ૧૬ લાખ રૂપિયાનો એક આર ઓ પ્લાન્ટના હિસાબે ૫૦૦ આર ઓ પ્લાન્ટ ઊભા કરવા પાછળ બીજા રૂપિયા ૮,૦૦,૦૦,૦૦૦ ખર્ચવામાં આવેલા.

 

એ આર ઓ પ્લાન્ટમાં દર કલાકે ૧૨૦૦ લીટર પાણી શુઘ્ધ કરવાની સગવડ હતી. બધાને શુઘ્ધ પાણી મળે એ માટે જૂદા જૂદા સ્થળે ૫૦૦ નળ લગાવવામાં આવેલા.

 

બધા માટે ૧,૩૦૦ સંડાસ ઊભા કરવામાં આવેલા. અને વીઆઈપીઓના અલગ ટેન્ટમાં એટેચ્ડ બાથ-લેવેટરી હતા.૧૭ટ૧૦ ફીટના વિશાળ સ્ક્રીન સાથેના ૭ ટેલિવિઝન સેટ મૂકેલા.વળી ૧૦૦ સીસી ટીવી કેમેરા પણ ઠેરઠેર ગોઠવવામાં આવેલા.

 

૫૦-૬૦ વર્ષથી દિલ્લીના એ રામલીલા મેદાનમાં સભાઓ અને આંદોલનો થતા આવ્યા છે પણ આવી ભવ્ય અને વૈભવી તૈયારી ત્યાં કદી નથી થઇ. એમાં પાછી દેશભરમાંથી જનતા ત્યાં ઉમટી પડી. આથી ગભરાયેલી અને મુંઝાયેલી સરકાર ધૈર્ય રાખી શકી નહીં. ઉતાવળ કરીને સરકારે પોલિસને ત્રાટકવાનું કહ્યું. પરિણામે ચીચીયારીઓ અને નાસભાગ શરૂ થઇ. જે ન થવું જોઇતું હતું એ થયું.

- ગુણવંત છો. શાહ

 

- બહુ કે’વાય!

૧૫ કંપનીઓએ તિહાડ જેલના ૪૬ કેદીઓને નોકરી આપી અમદાવાદની જેલના કેદીઓ ભજીયા વેચવાથી માંડી ઘરઉપયોગી વસ્તુઓ બનાવીને વેચે એવી વ્યવસ્થા ગુજરાતના જેલરોએ કરી છે તો દિલ્લીની તિહાડ જેલના જેલરે પોતાના કેદીઓ છૂટી જાય પછી કામ ધંધે લગાડવાની યોજના કરીને નાનીમોટી કંપનીઓને એ માટે જાણ કરેલી.
પરિણામે ૧૫ કંપનીઓએ જેલની મુલાકાત લીધી અને ૪૬ જેટલા કેદીઓને પોતાની કંપનીમાં લેવાનું નક્કી કર્યું... એને ‘‘પ્લેસમેન્ટ’’ કહે છે. આવી રીતે ‘‘પ્લેસમેન્ટ સીએ માટે કે મેનેજમેન્ટનું ભણનારાઓને તો વર્ષોથી મળે છે.

 

- શું વાત કરો છો?

રોબોટની મેરેથોન દોડ વિશ્વમાં રોબોટનું વિશ્વ પણ વધી રહ્યું છે. રોબોટ પાસે ઘરકામ, ઓફિસકામ, મશીનકામ, શતરંજથી માંડી ક્રિકેટની રમત વગેરે કરાવવામાં આવે છે.
એ રીતે હમણાં જાપાનમાં રોબોટની મેરેથોન દોડ ગોઠવવામાં આવેલી. રોબોટોને ૪૨ કી.મી. દોડની હરિફાઇ હતી. એ માટે ૪૨૩ ચક્કર લગાવવાના હતા.
દોડ દરમ્યાન રોબોટની બેટરી કે મોટર બદલવી પડે તો બદલી શકાય પણ રોબોટ પડી જાય તો રોબોટે જાતે જ ઊભા થવાનો નિયમ હતો.

 

- હોય નહીં!

અમેરિકામાં ગેરકાયદેસર ધુસીને ૧ કરોડ કરતાં વઘુ લોકો રહે છે આટલી બધી કડકાઇ રાખવા છતાં અમેરિકામાં પણ વિદેશથી લગભગ ૧ કરોડ કરતાં વઘુ લોકો ધુસીને રહે છે જેમાં એને અડીને આવેલા મેકિસકોના ૬૨ ટકા જેટલા છે.
આ ગેરકાયદેસર ધૂસીને રહેનારાઓમાં એશિયાના લગભગ ૧૦ લાખ કરતાં વઘુ છે જેમાં વઘુ ભારતીયો છે અને પછી ચીનાઓ છે.

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved