Last Update : 9-June-2011, Thursday
 
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ

- મલખમ-કુસ્તી અને દંડ બેઠક વડે શરીરને સુદ્દઢ બનાવવા માટે અનિવાર્ય મનાતા અખાડા હજુ આઉટડેટેડ નથી થયા પરંતુ યુવાનોમાં જીમની લોકપ્રિયતા વધતી જાય છે

ફિલ્મ અને સ્પોટ્‌ર્સની કોઈ એક સારી અસર વિશે વાત કરવી હોય તો નિઃશંકપણે કહેવું પડે કે ફિલ્મસ્ટારો અને સ્પોટ્‌ર્સસ્ટારનું અનુકરણ કરીને નવી પેઢીના યુવાઓ શરીરને સુદ્રઢ રાખવા અંગે ભારે સચેત બન્યા છે. આજના યુવાનો દેશી અખાડાથી લઇને હજારો રૂપિયા ફી આપીને હાઇફાઇ જીમખાના સુધી જોવા મળે છે. જેમાં દેશી પદ્ધતિના અખાડાઓમાં જૂની સ્ટાઇલથી અંગ કસરત કરતા યુવાનો પણ જોવા મળે છે. પહેલીવાર આવા કોઇ અખાડામાં જાઓ તો ત્યાંનું દ્રશ્ય જોઇને એંશી- નેવુંના દાયકાની કોઇ ફિલ્મની યાદ આવે. જ્યાં કસરતના પરંપરાગત ઢબે અવનવા દાવ- પેચ કરતા મોડર્ન યુવાનો નજરે પડશે.

 

આધુનિક જીમના લેટેસ્ટ સાધનોના જમાનામાં પણ અમદાવાદમાં હજી સુધી અખાડાનું મહત્ત્વ ટકી રહ્યું છે. અમદાવાદના કુબેરનગર, રાયપુર, પ્રિતમનગર જેવા વિસ્તારોમાં હજી પણ અખાડા કલ્ચર ધમધમે છે. જ્યાં યુવાનો લંગોટ પહેરીને રીતસરના જૂના દાવપેચ કરતા જોવા મળે છે. ઘણાં અખાડાઓના બોર્ડ પર નજર પડતાં જ આશ્ચર્ય થાય છે કે અહંિયા કોઇએ પેન્ટ- શર્ટ પહેરીને કસરત કરવી નહી. સાચી કસરત દેશી અખાડામાં કરી શકાય એવું માનતા ૫૫ વર્ષના વ્રજલાલ કહે છે કે, દિવસે- દિવસે હેલ્થ ક્લબનું કલ્ચર વધતું જાય છે તેમ છતાં અખાડામાં જનારો વર્ગ આજે પણ યથાવત રીતે જળવાઇ રહ્યો છે. અખાડાની દેશી કસરતમાં દંડવત, પશુઅપ્સ, મગદળ ફેરવવાની કળા, લાકડાનાં ધોકા જેવું મલખમ, બારબેલ, લાકડાનું પેરેલલ બાર, સાદી કસરતમાં સૂર્યનમસ્કરા, કુસ્તી, દોડ વગેરેનો સમાવેશ થાય છે. આ અંગે નિયમિત દેશી કસરત કરતા રામસંિહ કહે છે કે, દેશી કસરતમાં મસલ્સ પર વધારે ભાર પડે છે. તેમાંય પુલઅપ્સ અને દંડવત જેવી કસરતમાં આખા શરીરને ખૂબ તકલીફ પડે છે. જેનાથી શરીરનું ફિગર સારું બને છે અને લાંબે ગાળે પણ શરીરમાં ચરબી નથી જામતી. જેમાં મૃદગરાનો ઉપયોગ પણ થાય છે, પરંતુ આજે મૃદગરાની જગ્યા ડમ્બેલ્સે લઇ લીધી છે.

 

ખાસ કરીને લાંબા સમય પછી અખાડાની કસરત છોડી દેવામાં આવે તો પણ કોઇ તકલીફ પડતી નથી, જ્યારે હેલ્થ ક્લબમાં કસરત કરતી વ્યક્તિ જો લાંબા સમય બાદ કસરત કરવાનું છોડી દે તો તેમાં અચાનક ચરબીનું પ્રમાણ વધી જાય છે. આ અંગે અખાડા સાથે સંકળાયેલા રધુવિરસંિહ કહે છે કે, એ વાતમાં કોઇ બે મત નથી કે કેલેરી કાપવા માટે દેશી કસરત એક આદર્શ રસ્તો છે, પરંતુ જેમ સારી વસ્તુ મોંઘી મળે તેમ આ દેશી કસરતમાં પણ બીજી તમામ પ્રકારની કસરતો કરતા વધારે તકલીફ પડે છે. આજે પશ્ચિમ અમદાવાદમાં અખાડાનું સ્થાન આઘુનિક જીમે લઇ લીઘું છે. જ્યાં અખાડા જ દેશી સાધનો આઘુનિક રૂપમાં જોવા મળે છે. અખાડા દેશી પદ્ધતિ સાથે સંકળાયેલા છે જ્યારે જીમ લેટેસ્ટ ટેક્‌નોલોજી સાથે સંકળાયેલા છે. હેલ્થ ક્લબો અને અખાડામાં કોઇ ફરક નથી. માત્ર સાધનોનું મોડર્ન સ્વરૂપ છે. હેલ્થ ક્લબમાં દરેક કસરત કરવાનું ઇઝી થતું જાય છે. આ ઉપરાંત અહીં પ્રમાણિત નિષ્ણાતોની દેખરેખ હેઠળ દરેક વ્યક્તિ પોતાના શારીરિક બાંધા અને જરૂરિયાત મુજબની કસરત નિયત કરી શખે છે. અખાડા અને જીમમાં જતાં યુવાનો રેગ્યુલર ડાયેટની સાથે પ્રોટીન યુક્ત આહાર અને દેશી ચણા, દૂધ વગેરે ખાવાનું પસંદ કરે છે.

 

ઘણાં યુવાનો કોઇ ચોક્કસ ભાગની કસરત કરવા માટે જીમખાનામાં જવાનું વધારે પસંદ કરે છે. જેમ કે કોઈકને ફક્ત અપર બોડી ટોન અપ કરવું છે તો કોઈને મસલ્સ બનાવવા છે તો તેમના માટે જિમ કે ક્લબ યોગ્ય ગણાય. કેમ કે હેલ્થ ક્લબમાં દરેક પ્રકારના મસલ્સ માટે અલગ અલગ સાધનો હોય છે. અત્યારે અમદાવાદમાં ૫૦થી વધારે અખાડાઓ અને ૨૦૦થી વધારે હેલ્થ ક્લબો કાર્યરત છે. બીજી તરફ જે લોકો વર્ષોથી અખાડામાં જઇને કસરત કર ેછે અથવા જેમના ફાધર પણ અખાડા સાથે સંકળાયેલ હોય તેવા યુવાનો અખાડો વધારે પસંદ કરે છે. જે લોકોને હેલ્થ ક્લબની ફી નથી પોસાતી તેઓ પણ અખાડામાં જવાનું પસંદ કરે છે. અને જે લોકો વર્ષોથી અખાડામાં જતા હોય તેઓનું જૂનું ગુ્રપ હોય તેઓની પસંદ પણ અખાડો જ છે. મહત્ત્વની વાત એ છે કે ગુજરાતી યુવાનો આજે પણ પરંપરાગત અખાડાથી લઇને મોડર્ન હેલ્થક્લબોમાં અંગ કસરત કરતા જોવા મળે છે.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved