Last Update : 9-June-2011, Thursday
 
લોકપાલ અને વડાપ્રધાન
 
નવી દિલ્હી, તા.૮
સરકારે કડક વલણ અપનાવતાં અન્નાનું જૂથ નરમ પડયું હોય એવું લાગી રહ્યું છે. પહેલાં તેમણે આજે જંતરમંતર પર ઉપવાસનો આગ્રહ રાખ્યો હતો, પણ સરકારે તેના માટે પરવાનગી ન આપતાં તેમણે રાજઘાટ પર એ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, અગાઉની કડકાઇ છોડીને લોકપાલ મુદ્દે ચર્ચા માટે આગળ જોડાવાની પણ તત્પરતા બતાવી છે. અગાઉ રવિવારે પાંચ બિનસરકારી સભ્યોએ જાહેર કર્યું હતું કે જ્યાં સુધી સંયુક્ત સમિતિની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તે ચર્ચામાં ભાગ નહીં લે.
જોકે, અન્ના જૂથના બદલાયેલા વલણથી સરકારને રાહત થાય એવાં કોઇ એંધાણ નથી. લોકપાલના અધિકારક્ષેત્ર અંગેનો ગજગ્રાહ હજુ ચાલુ છે. ઉલટું, અન્ના જૂથ ચર્ચામાં સામેલ થવા માટે તૈયાર થયું તેનો એક અર્થ એવો પણ કાઢવામાં આવે છે કે તે સરકારને લોકપાલ ખરડા મુદ્દે પોતાની મનમાની કરવા દેવા ઇચ્છતું નથી.
માર્કેટિંગ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશને દિલ્હી, કોલકાતા, ચેન્નઇ, મુંબઇ અને બેંગ્લોર જેવાં મોટા શહેરોમાં યોજેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ૬૦ ટકા લોકો વડાપ્રધાન અને ઉચ્ચ ન્યાયતંત્રને લોકપાલના અધિકારક્ષેત્ર તળે આણવા ઇચ્છે છે. ૮૦ ટકા લોકોએ સીબીઆઇ અને સાંસદોને લોકપાલની સત્તા અંતર્ગત મૂકવા જણાવ્યું છે. સર્વેક્ષણમાં આવરી લેવાયેલા મોટા ભાગના લોકો યુપીએ સરકારને લોકપાલ મુદ્દે પડેલી મડાગાંઠ માટે જવાબદાર ગણે છે. તેમને લાગે છે કે બિનસરકારી સભ્યોએ કોઇ પણ ભોગે સંયુક્ત સમિતિમાંથી નીકળવું જોઇએ નહીં.
સંયુક્ત સમિતિના સહ-અધ્યક્ષ શાંતિભૂષણે પોતાના વલણને વળગી રહેતાં કહ્યું છે કે વડાપ્રધાન ભ્રષ્ટાચારના આરોપથી પ્રૂફ રહેવા જોઇએ એવું જરૃરી નથી. સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ વડાન્યાયાધીશ જે.એસ.વર્માએ અગાઉ ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ સામે કાર્યવાહીની પરવાનગી આપી હતી. તેમને વડાપ્રધાન તથા ઉચ્ચ ન્યાયતંત્રનો લોકપાલની હદમાં સમાવેશ કરવા સામે વાંધો છે. તે માને છે કે સંસદીય લોકશાહીમાં વડાપ્રધાનને દૂર કરવાનો એકમાત્ર રસ્તો રાજકીય પ્રક્રિયા હોઇ શકે.
બીજી તરફ, દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ.પી.શાહને લાગે છે કે વડાપ્રધાનને અમુક સાવચેતી સાથે લોકપાલના સત્તાક્ષેત્રમાં લેવા જ જોઇએ. તેમણે એ વાતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે સરકારના મૂળ ખરડામાં વડાપ્રધાનનો સમાવેશ થતો હતો, પણ હવે તેમને બાકાત કરવામાં આવ્યા છે. શાહના મતે, વડાપ્રધાન સામે લોકપાલને તપાસ કરવાનો આદેશ આપવાની સત્તા રાષ્ટ્રપતિને હોવી જોઇએ.
લોકપાલના મુદ્દે રાજ્યો અને વિવિધ રાજકીય પક્ષોના અભિપ્રાય જાણવાની સરકારી કવાયતનાં પણ ધાર્યાં પરિણામ મળ્યાં નથી. ફક્ત ૧૫ રાજ્યો અને ચાર રાજકીય પક્ષોએ જવાબ વાળ્યા છે. કોંગ્રેસશાસિત રાજ્યોમાં પણ રાજસ્થાન, કેરળ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમે અભિપ્રાય આપ્યો નથી. તેમણે કહ્યું છે કે તે કેન્દ્ર સરકારના નિર્ણયને અનુસરશે. દિલ્હીનાં મુખ્ય મંત્રી શીલા દીક્ષિતે મક્કમતાથી વડાપ્રધાન અને ઉચ્ચ ન્યાયતંત્રના સમાવેશનો વિરોધ કર્યો છે. ગુજરાત, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવાં ભાજપશાસિત રાજ્યોએ આ બાબતે અભિપ્રાય આપવા માટે થોડો વધુ સમય માગ્યો છે.
- ઇન્દર સાહની
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved