Last Update : 9-June-2011, Thursday
 

અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો

 

પ્રાયરે ફેંકેલો ગ્લવ્ઝ બેટ સાથે ટકરાયો અને કાચ તુટી ગયો

પ્રેક્ષકો પર કાચ પડતાં એકને ઇજા પ્રાયર-સ્ટ્રાઉસે માફી માંગી
લોર્ડઝ,તા.૮
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં રનઆઉટ થતાં અકળાયેલા ઈંગ્લેન્ડના વિકેટકિપર બેટ્સમેન પ્રાયરે બેટ ફટકારીને ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો હતો. લોર્ડઝના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડના ડ્રેસિંગરૃમની નીચે બેઠેલા કેટલાક પ્રેક્ષકો પર કાચ પડતાં તેમને ઇજા થઇ હતી. જો કે આ ઘટના અંગે પ્રાયર અને ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટ્રાઉસે માફી માંગી લીધી હતી.
લોર્ડઝમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની બીજી ઇનિંગમાં રન લેવાની ઉતાવળમાં પ્રાયર રનઆઉટ થયો હતો અને ખુબ જ રોષે ભરાયો હતો. ડ્રેસિંગરૃમમાં પરત ફરતાં જ પ્રાયરનો પિત્તો ગયો હતો અને તેણે બેટ ફટકારતાં ડ્રેસિંગરૃમનો કાચ તોડી નાંખ્યો હતો. ડ્રેસિંગરૃમની નીચે બેઠેલી એક મહિલાને કાચ વાગતા ઇજા થઇ હતી. જો કે આ મામલે પ્રાયર અને ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટ્રાઉસે આવીને તમામની માફી માંગી લીધી હતી.
જો કે આ ઘટના અંગે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ બે જુદા-જુદા કારણો દર્શાવતા ચાહકોમાં વિવિધ અટકળો શરૃ થઇ હતી. પ્રવક્તા જેમ્સ એવરીએ કહ્યું કે, પ્રાયરે નારાજગી સાથે ગ્લવ્ઝને ફેંક્યું હતુ, જે બેટ સાથે ટકરાયું હતુ અને બેટ અચાનક જ કાચની બારી સાથે ટકરાતા કાચ તુટી ગયો હતો. થોડા સમય બા એવરીએ એમ કહ્યું કે, પ્રાયરે તેનું બેટ દિવાલ અને કાચની બારીને જોડતા ખુણામાં મુક્યું હતુ અને પ્રાયરના ગ્લવ્ઝ વાગતા તે બેટ કાચ સાથે ટકરાયું હતુ અને કાચ તુટી ગયો હતો.
અગાઉ ૨૦૦૦માં પાકિસ્તાન પ્રવાસમાં રાવલપિંડી ખાતેની વન ડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન નાસિર હુસૈનને લેગ બિફોર વિકેટ આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી નારાજ નાસિરે કાચનો દરવાજો તોડી નાંખ્યો હતો અને બેટને જોરથી દિવાલ પર પછાડયું હતુ.

 

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved