Last Update : 9-June-2011, Thursday
 
 
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું

 

ભારતના કોચ તરીકે વિદાય લીધા બાદ કર્સ્ટન સાઉથ આફ્રિકાનો કોચ બન્યો

ક્રિકેટની ગતિ ન્યારી ઃ વર્લ્ડકપ જીત્યા પછી કોચ કર્સ્ટનને ભારતના ખેલાડીઓએ ખભે બેસાડયો હતો
ભારતના ખેલાડીઓની ખુબીઓ અને ખામીઓ કર્સ્ટન નજીકથી જાણે છે
કર્સ્ટનને આગામી વર્લ્ડકપ સુધી કોચ બનાવવાની પણ શક્યતા
જોહનિસબર્ગ, તા. ૮
ક્રિકેટમાં આવેલુ ધંધાદારીકરણ ગજબનું છે. વર્લ્ડકપ જીતવા માટે દેશની ટીમ તરીકે રમતા ખેલાડીઓ આઇપીએલમાં સામસામે મોરચો માંડીને બેઠા હતા. ભારતને ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન અને વન-ડેમાં વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં જેવું નિર્ણાયક યોગદાન રહ્યું છે તેવા તત્કાલિન કોચ ગેરી કર્સ્ટનન હવે સાઉથ આફ્રિકાના કોચ તરીકે નિયુક્ત થયા છે તો ન્યુઝીલેન્ડનો બોલિંગ કોચ ડોનાલ્ડ હવે સાઉથ આફ્રિકાનો બોલિંગ કોચ રહેશે.
ભારતના વર્લ્ડકપ વિજેતા ખેલાડીઓમાં એ હદે સંસ્કાર અને આભારની લાગણીના ગુણ છે કે તેઓએ વર્લ્ડકપ વિજય બે વ્યક્તિને સમર્પીત કર્યો. તેંડુલકર અને કોચ કર્સ્ટનને. કેપ્ટન ધોની પણ આ ઉજવણીમાંથી હતો. બંનેને પુરતુ માન મળે એટલે વિવેકપૂર્ણ રીતે ખસી ગયો હતો. ભારતના ખેલાડીઓએ તેંડુલકરની જેમ કોચ કર્સ્ટનને પણ ખભે બેસાડીને સ્ટેડિયમમાં ફરતે રાઉન્ડ લગાવ્યું હતું. ખેલાડીઓએ તેમની ઉજવણી તેંડુલકર અને કર્સ્ટનને અર્પણ કરવામાં સામેલ કરી દીધી. કર્સ્ટનને વિદાય આપવાની વાત કરતા યુવરાજ અને હરભજન તો રડી પડયા હતા. ધોની, તેંડુલકર, યુવરાજ અને હરભજન સહિત ભારતના ખેલાડીઓએ તેમના ઇન્ટરવ્યુમાં કર્સ્ટનનાં યોગદાનને ભાવુક બનીને બિરદાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની ટીમે લાગલગાટ વર્લ્ડકપ જીત્યા પછી તેના કોચ બ્યુકેનનને કયારેય ખભે નથી બેસાડયો. ઇન્ટરવ્યુમાં ખેલાડીઓએ તેના પ્રદાનને ખાસ બિરદાવ્યું નથી.
હવે આ જ કર્સ્ટનને સાઉથ આફ્રિકાએ તેના કોચ તરીકે નિયુક્ત કર્યો છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તેને મિશન આપ્યું છે કે ભારતને ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ રેન્કીંગમાંથી ઉથલાવીને તેઆને તે સ્થાન પર બિરાજમાન કરાવવા.
કર્સ્ટન હવે ભારતીય ખેલાડીઓની ખૂબીઓ અને ખામીઓને સાઉથ આફ્રિકાની ટીમ સમક્ષ ખૂલતી કરશે. કર્સ્ટનનો આમાં દોષ નથી. ક્રિકેટમાં પ્રોફેશનલાઝિમના નામ હેઠળ આવું તો ચાલવાનું જ પણ કર્સ્ટન ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તરત જ કોચ તેમનો કરાર નહીં સંભાળતા સાઉથ આફ્રિકા પરત ગયો અને તે પછી હવે તેણે સાઉથ આફ્રિકાના કોચ બનવાનું નક્કી કર્યું તેથી થોડું અજુગતુ લાગે.
એટલું જ નહીં કેપ્ટન સ્મીથ, બંને કોચ કર્સ્ટને, બોલિંગ કોચ ડોનાલ્ડે કઈ રીતે સાઉથ આફ્રિકાને ભારતના સ્થાને ક્રિકેટનું સુપર પાવર બનાવવું તે માટેની વ્યૂહરચના પણ ઘડવાની પ્રક્રિયા પ્રારંભી છે. કર્સ્ટનની વય હજુ ૪૫ની આસપાસ છે. આગામી વર્લ્ડકપ સુધી તેને કોચ તરીકે જારી રખાય તેવી પૂરી શક્યતા છે.ભારતીય ક્રિકેટ બોર્ડ અને કેપ્ટન ધોનીએ તેને ભારતના કોચ બનવાની ભવિષ્યમાં ઇચ્છા થાય તો ખુલ્લી ઓફર મુકી છે પણ કર્સ્ટન કે કોઈપણ કોચ ફરી ભારતનો કોચ ના બને કેમકે વર્લ્ડકપ ચેમ્પિયનશીપ સાથે જ તેનું નામ કાયમી યાદ રખાય તેવું તે ઇચ્છતો હોય. ફરી કોચ બને અને ભારતનું સ્તર કથળે તો તેની ઐતિહાસિક સિદ્ધિ ભુલાઈ જાય.
ડોનાલ્ડે કહ્યું હતું કે દસ દિવસ પહેલા મને કર્સ્ટને ફોન કર્યો હતો કે મારે બોલિંગ કોચ બનવાનું છે. મને ૧૯૯૧માં સૌપ્રથમ ટેસ્ટ રમવાનો કોલ મળ્યો હતો તેઓ આનંદ આવા આમંત્રણથી મળ્યો હતો. જો કર્સ્ટન સિવાય બીજું કોઈ કોચ હોત તો મેં તૈયારી ના બતાવી હોત. ડોનાલ્ડ જોકે ન્યૂઝીલેન્ડ બોર્ડે કોચ તરીકેની નવીટર્મથી કર્સ્ટન આખરી પ્રક્રિયા શરૃ કરી હતી ત્યાં જ તેણે છેડો ફાડતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના વડા જસ્ટીન વોઘન નારાજ થયા હતા.

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved