Last Update : 9-June-2011, Thursday
 

એઇડ્સ જંગ જીતવાનો છે

- ઇન્ટરનેશનલ એઇડ્સ વેક્સીન ઇનીશીએટીવના શેક બર્કલી કહે છે કે, ''છેલ્લા બે વર્ષ એઇડ્સ સામેના જંગ માટે ખૂબ જ ઉત્તેજક રહ્યા છે. સંશોધકોએ રસી અને રોગ અટકાવવાની સારવાર માટે મોટી હરણફાળ ભરી છે.

એઇડ્સ નામનો રોગ વ્યાપક સ્વરૃપે લોકો સામે આવ્યો તે ઘટનાને લગભગ ત્રણ દાયકા વીતી ગયા છે. વિજ્ઞાાનના વિકાસ અને ઉપલબ્ધ નવી ટેકનોલોજીના કારણે એઇડ્સને હરાવવાનું યુદ્ધ અત્યારે ચરમસીમા ઉપર પહોંચ્યું છે. વૈજ્ઞાાનિક આ માનવીને મરણિયા જંગમાં હરાવનાર વાયરસના ખાત્મો બોલાવવા કટિબદ્ધ બની ચૂક્યા છે. એક રોગ માટે ત્રણ દાયકા જેટલો સમય વીતી જવા છતાં તેના માટે સચોટ કે રામબાણ ઇલાજ અથવા વેક્સીન વૈજ્ઞાાનિકો તૈયાર નથી કરી શક્યા એ વાત આ ક્ષેત્રમાં કાર્યરત દરેક વૈજ્ઞાાનિકના દિલમાં કાંટાની માફક ખુંચી રહી છે. એઇડ્સ રોગનું આખું નામ છે ઃ એક્વાયર્ડ એમ્યુનોડેફીસીઅન્સી સિન્ડ્રોમ (AIDS) આજે વિશ્વમાં ૩૩ કરોડ લોકો આ રોગની ઝપટમાં આવી ગયા છે. દર વર્ષે ૨૬ લાખ એઇડ્સના નવા કેસ નોંધાય છે અને અંદાજે ૧૮ લાખ લોકો દર વર્ષે આ રોગના કારણે મૃત્યુ પામે છે. એઇડ્સ રોગ માટે જવાબદાર વાયરસને વૈજ્ઞાાનિકો હ્યુમન ઇમ્યુનોડેફીસીઅન્સી વાયરસ (HIV) તરીકે ઓળખે છે ૫ જૂન ૧૯૮૧ના રોજ અમેરિકાના પાંચ સજાતીય સંબંધો ધરાવતા ગે- લોકોમાં આ રોગના લક્ષણ અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) ના ધ્યાનમાં આવ્યા હતા. શરુઆતમાં સીડીસીએ રોગને ગે-રીલેટેડ ઇમ્યુન ડેફીસીઅન્સી (GRID) નામ આપ્યું હતું તેના ચેપગ્રસ્ત લોકોના સમાજના લક્ષણો જોઈએ તેને "4H ડિસીઝ'' ઉપનામ પણ મળ્યું હતું. કારણ કે તે હેઇટીના નાગરિક, હોમો સેક્સ્યુઅલ, હેમોફીલીક્સ અને હેરોઇનનો સીરીંજથી ઉપયોગ કરનારમાં જોવા મળ્યો હતો. ૧૯૮૨માં સીડીસીને લાગ્યું કે GRID અને 4H બંને નામ અને રોગને યોગ્ય રીતે રજૂ કરવાની જગ્યાએ, રોગ વિશે ગેરસમજ ઉભી કરતા હતા છેવટે સીડીસીએ જુલાઈ ૧૯૮૨માં આ રોગને એઇડ્સ નામ આપ્યું ત્યારથી લોકોમાં એઇડ્સ પ્રત્યે સભાનતા જાગવા લાગી હતી હોલીવુડ સ્ટાર રોક હડસનનનું આ રોગના કારણે મૃત્યુ થતાં આખા વિશ્વનું ધ્યાન આ રોગ અને તેની ખતરનાક અસર પ્રત્યે લોકોનું ધ્યાન દોરાયું હતું. HIV નો પ્રથમ ચેપનો કેસ ૧૯૫૯ અને ૬૦માં કોંગોમાં નોધાયો હોવાની નોંધ છે. આફ્રિકાથી આ રોગ હેઇટી અને ત્યાંથી અમેરિકા ૧૯૬૯માં પહોંચ્યો હતો. આફ્રિકા વાનરકુળના ચિમ્પાન્ઝી અને ગોરીલામાં ''સિયામીયન ઇમ્યુનોડેફીસીઅન્સી વાયરસ'' SIV જોવા મળ્યા હતા. SIV આફ્રિકાના શિકારી લોકોમાં માંસ મેળવવાની પ્રક્રિયામાં ફેલાયો હોવાનું અનુમાન કરવામાં આવે છે ત્યારબાદ શીતળાની રસી અને અન્ય મેડિકલ ઉપયોગમાં સ્ટરાઇલ કર્યા વગરની ઇન્જેક્શનની સોય વાપરવાથી આ રોગ આફ્રિકા અને તેની બહાર ફેલાવાનું મુખ્ય કારણ માનવામાં આવ છે.

 

અત્યારે વૈજ્ઞાાનિકો શીખી રહ્યા છે કે માનવ કોષોમાં વાયરસ કઈ રીતે ઉતરીને કોષની રોગપ્રતિકારક ક્ષમતાને નાકામિયાબ કરી રહ્યો છે જો શરીરમાં આ રોગને અટકાવવા માટે પ્રતિરક્ષા પ્રણાલિ દ્વારા જે પ્રતિકારક દ્રવ્ય (એન્ટી બોડીઝ) શરીર બનાવે છે. તેમ છતાં વાયરસ પોતાનું સ્વરૃપ બદલીને પોતાની વસ્તી વધારો કરીને શરીરના કોષોમાં છુપાઈ રહે છે. વૈજ્ઞાાનિકો અત્યારે શક્તિશાળી રસી (વેક્સીન) અથવા રોગને થતો અટકાવવાની પ્રિવેન્શન ટ્રીટમેન્ટની શોધમાં છે એન્થની ફોસી નામના વૈજ્ઞાાનિક કહે છે કે, ''અંધકારમય ખીણમાંથી હવે આશાનું કિરણ દેખાવા લાગ્યું છે''. ઇન્ટરનેશનલ એઇડ્સ વેક્સીન ઇનીશીએટીવના શેક બર્કલી કહે છે કે, ''છેલ્લા બે વર્ષ એઇડ્સ સામેના જંગ માટે ખૂબ જ ઉત્તેજક રહ્યા છે. સંશોધકોએ રસી અને રોગ અટકાવવાની સારવાર માટે મોટી હરણફાળ ભરી છે. માનવીના શરીરમાં કુદરતી રીતે જ સારી રોગપ્રતિરક્ષા પ્રણાલિ ધરાવનાર લોકોમાં વાયરસની અસર નાબુદ કરનાર અને તેનો ફેલાવો અટકાવે તેવા એન્ટીબોડીઝ જોવા મળ્યા છે. વૈજ્ઞાાનિકોએ ૧૫ જેટલા એન્ટી બોડીઝ અલગ તારવ્યા છે. રીવર્સ ગીયરમાં પ્રક્રિયા નિહાળીને વૈજ્ઞાાનિકો એ સમજવા માંગે છે કે વાયરસ મનુષ્યની પ્રણાલિને એન્ટીબોડીઝ પેદા કરવા માટે કઈ રીતે ઉશ્કેરે છે. આવા એન્ટીબોડીઝમાંથી તાકાતવાન એન્ટીબોડીઝનું સંયોજન, ચકાસતા વૈજ્ઞાાનિકોને જાણવા મળ્યું છે કે, એચઆઇવીના અલગ અલગ સ્ટ્રેઇનને તે ૯૦% બ્લોક કરવામાં નિષ્ફળ નીવડે છે. ચેપલહીલ ખાતે આવેલ નોર્થ કેરોલીનાના એઇડ્સ સંશોધક માયરોન કોહેન કહે છે કે માનવ શરીરમાં એન્ટીબોડીઝ બનાવાની પ્રક્રિયા ઓળખવાથી અને સમજવાથી એઇડ્સની વેક્સીન બનાવવા વૈજ્ઞાાનિકો, થોડા ડગલા આગળ વધી ચૂક્યા છે.

 

રોગની પ્રગતિ ઘટાડવા અને દર્દીને રાહત માટે હાઇલી એક્ટીવ એન્ડ રીટ્રોવાયરલ થેરાપી (HART) આપવામાં આવે છે. નવેમ્બર ૨૦૧૦ના અભ્યાસમાં વૈજ્ઞાાનિકોએ જોયું છે કે દ્રુવડા નામની એન્ટી રીટ્રોવાઇરલ ગોળી લેનાર દર્દી દ્વારા અન્ય વ્યક્તિને એઇડ્સનો ચેપ લાગવાની સંભાવના ૪૪% ઘટી જાય છે. આ અભ્યાસ માત્ર પુરુષ દર્દી ઉપર જ કરવામાં આવ્યો હતો. બ્રાઝીલમાં થયેલ સર્વેમાં ૯૩ યુગલોમાંથી ૪૩ને એઇડ્સ લાગેલ હતો. તેમના સાથીદાર એન્ટી રીટ્રોવાયરન ડ્રગ્સની ટ્રીટમેન્ટ લેતા હતા. અભ્યાસને અંતે જોવા મળ્યું કે ૯૩માથી ૪૩ એઇડ્સ દર્દીએ માત્ર છ વ્યક્તિને ચેપ પહોંચાડયો હતો. જેઓના રોગી સાથીદાર એન્ટી રીટ્રોવાયરસ ડ્રગ્સની ટ્રીટમેન્ટ સમયસર લેતા ન હતા. વૈજ્ઞાાનિકો માને છે કે સતત છ મહિના સુધી એન્ટી રીટ્રોવાયરલ થેરાપી લેનાર દર્દીના રક્તમાં વાયરસ નિયમિત રીતે દબાયેલો રહેતો હતો.

 

વૈજ્ઞાાનિકોએ આફ્રિકા ખંડની સ્ત્રીઓને એઇડ્સથી બચાવવા ખાસ પ્રકારની 'જેલી' તૈયાર કરી છે જે યૌન સંબંધ બાંધતા પહેલા ૧૨ કલાક પહેલા અને સંબંધ બાંધ્યા બાદ ૧૨ કલાકની અંદર યોનિમાં લગાવવાની હોય છે. જેલી જેવા પ્રવાહીમાં ટેનોફોવીર અન્ય એન્ટી રીટ્રોવાયરલ ડ્રગ્સનું ૧% જેટલું મિશ્રણ હોય છે. અભ્યાસમાં જોવા મળ્યું છે કે, યોનિમાં જેલ લગાડનારી સ્ત્રીઓને એઇડ્સનો ચેપ લાગવાની તકોમાં ૫૪% જેટલો ઘટાડો નોંધાયો છે. આ જેલની કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને તેનાથી બેક્ટેરિયા અને હર્પિસ જેવા રોગોના ચેપ સામે પણ રક્ષણ મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝર આ 'જેલયુક્ત' ટયુબ જલ્દી માર્કેટમાં ઉપલબ્ધ થાય છે અને આફ્રિકાની સ્ત્રીઓના ઉપયોગમાં આવે તેની રાહ જોઈ રહ્યું છે.

 

ગયા વર્ષે જર્મનીના સંશોધકો એ 'દુર્લભ' કહેવાય તેવો કિસ્સો શોધ્યો હતો જે અખબારોની હેડલાઇન બન્યો હતો. એઇડ્સના દર્દીને લોહીનું કેન્સર લ્યુકેમિયા પણ હતું તેને લ્યુકેમિયાની સારવાર માટે બોનમેરો એટલે કે અસ્થિ મજ્જાનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. બોનમેરોમાં નવા રક્તકોષો બને છે. આ દર્દીનું લોહી ત્રણ વર્ષ સુધી 'એચઆઇવી'થી મુક્ત રહ્યું હતું. વૈજ્ઞાાનિકોએ આ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું કે જેમાં બોનમેરો દર્દીને આપવામાં આવ્યા હતા તે વ્યક્તિના જનીનમાં પણ ખાસ પ્રકારની દુર્લભ જનીનીક ખામી હતી. જે ડેલ્ટા ૩૨ નામે ઓળખાય છે. આ ખામીના કારણે CCRS નામનું પ્રોટીન કોષની સપાટી પર જોવા મળતું ન હતું. એઇડ્સનો વાયરસ જે કોષોની સપાટી પર આવું CCRS પ્રેરિત હોય છે. તેમાં આસાનીથી પ્રવેશ મેળવી લે છે. ડેલ્ટા-૩૨ નામનું જીનેટિક મ્યુરેશન આમ 'એચઆઇવી'ના સંક્રમણને ફેલાતું અટકાવવામાં નિમિત્ત બન્યું હતું. વૈજ્ઞાાનિકોને હવે ખાતરી થઈ ગઈ છે કે, જે કોષોમાં CCRS ના રણુઓ હોતા નથી તેવા કેસોમાં 'એચઆઇવી' ઘુસી શકતો નથી. ડેલ્ટા ૩૨ જીનેટીક ખામી ધરાવનાર દર્દીને એઇડ્સની દવાઓ બંધ કરી દેવા છતાં, સતત ૨૦ મહિના સુધી તેના લોહીમાં HIV નું સંક્રમણ જોવા મળ્યું ન હતું દર્દીના જેનોમમાં ખામીયુક્ત જનીનની બે જોડ મળી હતી. એક તેને માતા તરફથી અને બીજી તેને પિતા તરફથી મળી હતી. ડેલ્ટા ૩૨ની ખામી કોકેશીઅન ્પ્રજામાં દર ૧૦૦માંથી એક વ્યક્તિને હોય છે. ડેલ્ટા ૩૨ની ખામીયુક્ત જીનેટીક રચનાવાળા લોકોમાં એઇડ્સ સામે પ્રતિકાર કરવાની કુદરતી તાકાત હોય છે.

 

વૈજ્ઞાાનિકોએ એ સંશોધનમાં જોયું છે કે, એઇડ્સના રોગીના શરીરમાં એન્ટીબોડી ડિપેન્ડન્ટ સેલ મેડીટીએટ સાયરો ટોક્સીન (ADCC) ઉચ્ચ માત્રામાં હોય છે. ADCCવાયરસનાં ચેપ લાગેલ કોષ સાથે ચોંટી જાય છે ત્યારબાદ તે ઇન્ટરકેરોન ગામા જેવું આઇટોફાઇન્સ મુક્ત કરે છે. આ પ્રકારનું પ્રોટીન રોગપ્રતિકારક કામ કરનાર કોષો અને ચેતાતંત્રમાં પેદા થાય છે. તે એઇડ્સનો ચેપ ધરાવતા કોષનો ખાત્મો બોલાવી નાખે છે. વૈજ્ઞાાનિકો માને છે કે, એઇડ્સની રસી વિકસાવવા માટે ADCC ની કાર્યપ્રણાલિ અને ટોક્સીટી ઉપયોગી બની શકશે. વૈજ્ઞાાનિકો માને છે કે એઇડ્સનો ચેપ લાગતા પહેલા આપણી શરીરમાં સારી ગુણવત્તાવાળા અને ઉંચી માત્રામાં ADCC એન્ટીબોડીઝ હોય તો, આપણે એઇડ્સના વાયરસને આપણા શરીરના કોષોમાં પ્રવેશતો અટકાવી શકીએ.

 

CCRS ની એઇડ્સ વાયરસને કોષોમાં પ્રવેશતો અટકાવવાની પ્રક્રિયા નિહાળ્યા બાદ વૈજ્ઞાાનિકોએ સ્ટેમસેલનો ઉપયોગ કરી એઇડ્સને હરાવવાના જંગમાં ઝંપલાવ્યું છે. અમેરિકાના વૈજ્ઞાાનિકોએ ઉંદરના શરીરમાં રહેલ અપરીપક્વ રક્ત બનાવનાર કોષોને અલગ ભરાવ્યા હતા. તેઓ ખાસ પ્રકારની એન્ઝાઇમ્સ (ઉત્સેચક) ઉમેરવામાં આવ્યા હતા. તેણે કોષોમાં રહેલ CCR ડેલ્ટા ૩૨ સેક્શનને તોડીને અલગ કરી નાખ્યા હતા. આ કોષોનું ઉંદર પર પરીક્ષણ કરતાં રક્તકોષો આધારિત 'સ્ટેમસેલ'યુક્ત બનીને ઉંદરના શરીરમાં વૃદ્ધિ પામે છે ત્યારે નવા બનતા કોષોમાં CCRS નામનું પ્રોટીન ઉત્પાદન કરવાના કોડ હોતા નથી. આ પ્રકારના કોષોને ફરીવાર ઉંદરના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવતા બાર અઠવાડિયા બાદ રોગપ્રતિકારક T પ્રકારના કોષોની સંખ્યામાં મોટો વધારો થાય છે. સ્ટેમ સેલ થેરાપી વડે એઇડ્સના દર્દીમાં એચઆઇવીના ચેપને નિયંત્રિત કરી શકાય છે. શક્તિશાળી એન્ટી રીટ્રોવાયરલ ઔષધનો ઉપયોગ કર્યા સિવાય સ્ટેમસેલ થેરાપી વડે દર્દીના એઇડ્સના ચેપને નાથી શકાય તેમ છે. વૈજ્ઞાાનિકો કહે છે કે એઇડ્સને અટકાવવાની વિવિધ મોડેલને એક ખાસ પ્રકારના કોમ્બીનેશનમાં વાપરતા, આપણે એઇડ્સ સામેના જંગમાં વિજયની વધારે નજદીક જઈ રહ્યા છીએ.

 

 

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved