Last Update : 9-June-2011, Thursday
 

કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય

 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈતા.૮
મુંબઈમાં અનેક ઠેકાણે કરોડો રૃપિયાનું પાણી કરીને બાંધવામાં આવેલા સ્કાયવોક સામે ઠેર ઠેર થયેલા વિરોધ અને વિવાદને ધ્યાનમાં લઈને એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરીટી)એ નવા સ્કાયવોક ન બાંધવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં ૨૨ સ્કાયવૉકની યોજના પર પૂર્ણવિરામ
લોકોને અવરજવરમાં સુગમતા રહે તેમ જ ટ્રાફિક સરળતાથી ચાલી શકે એવાં ઈરાદા સાથે ઉપનગરોમાં એમએમઆરડીએ પુષ્કળ ખર્ચ કરીને સ્કાયવોક બાંધ્યા હતા. પરંતુ અપેક્ષાથી વિપરિત લોકોએ સ્કાયવોકનો ઉપયોગ કરવાનું ટાળતા અને ઘણી જગ્યાએ વિરોધ થતા એમએમઆરડીએ ભારે ખર્ચ કરીને વાંધેલા આ પુલ પર પાણી ફરી વળ્યું હતું.
એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ તાજેતરમાં જ આ સંદર્ભમાં ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઈમાં નવા ૨૨ સ્કાયવોક ઊભા કરવાની યોજના પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. અગાઉ જે સ્કાયવોક બાંધ્યા એ પ્રાયોગિક ધોરણે બાંધવામાં આવ્યાં હતાં. પરંતુ લોકોએ આ પુલની ઉપયોગીતાને નઝરઅંદાઝ કરી હતી. પરિણામે નવા પુલ ન બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરાંમાં બંધાયેલા મોટા ભાગના સ્કાયવોક ખાલી પડયાં હોય છે. આનો લાભ લઈને મોટે ભાગે કોલેજિયન યુવક-યુવતીઓ સ્કાયવોકનો ઉપયોગ મીટિંગ પ્લેસ તરીકે કરે છે. બપોરના સમયે સ્કાયવોક ઉપર પ્રેમી-પંખીડા જોવા મળે છે. ઘાટકોપર પૂર્વનાં સ્ટેશન નજીકના સ્કાયવોક પર વરસાદ શરૃ થતાંની સાથે રાત્રે ફૂટપાથવાસીઓ સૂવા માંડયાં છે. કેટલાક વિસ્તારોમાં સાંકડી જગ્યામાં સ્કાયવોક બંધાયા હોવાથી આસપાસના દુકાનદારોને ઘરાકી ગુમાવવાનો વખત આવ્યો છે. વિદ્યાવિહાર સ્ટેશન પરથી પૂર્વ તરફ બહાર નીકળવા માટે લાંબો સ્કાયવોક બંધાયો છે. પણ સ્ટેશનથી લાંબુ અંતર કાપીને જવાને બદલે મોટા ભાગના લોકો અધવચ્ચેથી ઊતરીને રિક્ષા પકડી લે છે. વાંદરાના સ્કાયવોક ઉપર તો રાતને સમયે લોકલ મવાલીઓ કે નશાખોર ગર્દુલ્લાઓ પણ દેખાવા માંડયાં છે. આમ સ્કાયવોકની યોજના નિષ્ફળ જતા એમએમઆરડીએ દ્વારા નવા પુલ ન બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved