Last Update : 9-June-2011, Thursday
 
ઉદ્દઘાટનના ૧૩ માસ બાદ ભેસ્તાન ગાર્ડનમાં પ્રવેશ ફી વસુલાશે
૧૩ માસ બાદ પ્રવેશ ફી વસુલવાની દરખાસ્તના કારણે લોકોમાં આશ્ચર્ય, અન્ય ગાર્ડનોમાં પણ પ્રવેશફીની શક્યતા

સુરત - સુરત મહાનગરપાલિકા દ્વારા ૧૩ માસ પહેલાં ભેસ્તાન ખાતે બનાવવામાં આવેલા ગાર્ડનમાં હવે પ્રવેશ ફી વસુલવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. આગામી સ્થાયી સમિતિમાં ભેસ્તાન ગાર્ડનમાં પ્રવેશ ફી રાખવાના નિર્ણયથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. ગાર્ડનના ઉદ્દઘાટનથી પ્રવેશફી નક્કી કરવામાં આવી નથી. પરંતુ લોકો આ ગાર્ડનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતાં પ્રવેશ ફી રાખવાની કવાયત કરવામાં આવી છે.

સુરત પાલિકા દ્વારા ભેસ્તાન ખાતે સ્વ. શેઠ શ્રી નવિનચંદ્ર મફતલાલ ઉદ્યાન બનાવવામા આવ્યો છે. આ ઉદ્યાનમાં દુનિયાની સૌથી મોટી જમીન ઘડિયાળ મુકવામાં આવી છે. ૧૩ માસ પહેલાં આ ગાર્ડનની લોકાપર્ણ વિધિ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં સારો ગાર્ડન ન હોવાથી મોટી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ કરતાં હતા.

સુરત પાલિકા દ્વારા ઉદ્દઘાટન સમયે ગાર્ડનમાં પ્રવેશવા માટે કોઈ પ્રકારની ફી વસુલવાનું આયોજન કર્યું ન હતુ. પરંતુ લોકાપર્ણના ૧૩ માસ બાદ લોકો વધુ ઉપયોગ કરતાં થયાં છે ત્યારે પ્રવેશ ફી તરીકે પાંચ રૃપિયા વસુલવાનું નક્કી કરતાં લોકોમાં ભારે આશ્ચર્ય થયું છે. અત્યાર સુધી નહીંને ૧૩ માસ બાદ પાલિકા દ્વારા ફી વસુલવા માટે કેમ નક્કી કરવામાં આવ્યું તે અંગે એનક અટકળ થઈ રહી છે.

પાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર૨૮-૮- ૨૦૧૦ના રોજ આ ગાર્ડનમાં પ્રવેશ ફી રાખવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.પરંતુ આ દરખાસ્ત ભાજપ શાસકો દ્વારા મુલત્વી રાખવામાં આવી હતી. પરંતુ ઘણાં લાંબા સમય બાદ આ ગાર્ડનમાં પ્રવેશ ફી રાખવા માટેની દરખાસ્ત ફરી સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી રહી છે.

Share |
  More News
ફરજમાં બેદરકારી દાખવતા પાંચ પોલીસ કર્મચારી 'આરોપી' બન્યા
કમળાના કેસોમાં વધારો ઃ એલ.જી.ની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓ લપેટમાં
રિફંડ ઓર્ડરોમાં ઓછાં નાણાં મળવાની વધેલી ફરિયાદો
આદર્શની જમીન પર દાવા માટે સંરક્ષણ ખાતું કાયદાનો આશરો લેશે
સ્પિક એશિયાએ સર્વે કરાવી આવક અપાવતી કંપનીઓના નામો જાહેર કરવા ઇન્કાર કર્યો
કરોડોનું પાણી કર્યા પછી નવા સ્કાયવૉક ન બાંધવાનો નિર્ણય
ચીલીના જ્વાળામુખીની રાખથી દક્ષિણ અમેરિકામાં ફ્લાઇટો ઠપ
બ્રિટનમાં ગેરકાયદે કામ કરતા ૪૦ ભારતીયોની ધરપકડ
ચીનમાં પ્રચંડ પૂરથી ૫૨નાં મોત ઃ ૩૦ લાપતા
  More News
રણબીર કપૂર અને કેટરિના કૈફ ફરી એક વાર સાથે કામ કરશે
કેટરિના અને સોનાક્ષી વચ્ચેનું શીત યુદ્ધ વધુ તીવ્ર બન્યું
સલમાનની વિનંતીને પગલે રિતેશ શૂટિંગ છોડી ક્રિકેટ રમવા ભારત આવશે
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
હવે કર્સ્ટનનું મિશન ભારતને વર્લ્ડ નંબર વન તરીકે ઉથલાવવાનું
પાકિસ્તાનનો પ્રતિબંધિત ક્રિકેટર આમેર ઈંગ્લેન્ડમાં સ્થાનિક મેચ રમતાં વિવાદ
અકળાયેલા પ્રાયરે લોર્ડઝ્ના ડ્રેસિંગ રૃમનો કાચ તોડી નાંખ્યો
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

એઇડ્સ જંગ જીતવાનો છે

શીતનની ઊર્જા POWER OF COOL
સેલફોન યુવાનો માટે અસલામત?!
સ્ટીવ જોબ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ
શરબત માટે અવનવું સ્ટેન્ડ
 

Gujarat Samachar Plus

૪૩ ડીગ્રી પણ એમને એરકન્ડિશન્ડ લાગે છે ભઠ્ઠીમાં શેકાયેલા
સ્વાસ્થ્ય બદલે છે સરનામુંઃ અખાડાથી હવે જીમ તરફ
ગુજરાતી થાળી બનાવે છે મારવાડી રસોઈયા ગુજરાતી થાળીમાં મારવાડનો રંગ
સાંજે શાકભાજી નથી ખાધા પણ એક એક માર્કસ માટે આખું પરિવાર ઝઝૂમ્યું
 
   
lagnavisha arc

સ૫ના જેવી ભાસતી ભવિષ્યની અનેકહાઈટેક ટેકનોલોજી....

 

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
plus
   
   

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved